Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ-કાશ્મીર: સોપોરમાં લશ્કરનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી આસિફ ઠાર

જમ્મુ-કાશ્મીર: સોપોરમાં લશ્કરનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી આસિફ ઠાર

0
106

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળો સાથે સર્જાયેલ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી આસિફને ઠાર મારવામાં આવ્યો છે.

 

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આતંકવાદી આસિફે ગત અઠવાડિયે ફળો વેચનાર પરિવારના લોકો પર અંધાધૂન ગોળીબાર કર્યો હતો. જેમાં પરિવારના 3 સદસ્યો ઘાયલ થયા હતા, જેમાં એક આસમા જાન નામની બાળકી પણ સામેલ હતી. સોપોરમાં પણ શફી આલમ નામના પ્રવાસી મજૂર પર પણ તેણે જ ગોળીબારી કર્યો હતો.

આ બાબતે જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે મીડિયાને જણાવ્યું કે, ગુપ્ત બાતમીના આધારે અમે આસિફની ધરપકડ કરવા માટે નાકાબંધી કરી હતી. અમે તેને ઘેર્યો, તો તેણે અમારા પર હુમલો કર્યો હતો. તેમણે અમારા પર ગ્રેનેડ ફેક્યો હતો. આ હુમલામાં અમારા કેટલાક પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જો કે તેમની સ્થિતિ હવે સારી છે.

આ સાથે જ તેમણે જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓ હવે ભડકાઉ પોસ્ટરોનું વિતરણ કરી રહ્યા છે. આ સિવાય આતંકવાદીઓ દ્વારા લોકો સાથે ઝપાઝપીની ખબરો પણ મળી છે.

અગાઉ ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ 8 મહિના દરમિયાન 139 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે. આ સંખ્યામાં નિયંત્રણ રેખા સાથે રાજ્યના આંતરિક વિસ્તારોમાં પણ સેના સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા પણ સામેલ છે.

CM રૂપાણીએ ટ્રાફિક ભંગનો દંડ ઘટાડ્યો, તો ગડકરીએ આંખો દેખાડી