Gujarat Exclusive > દેશ-વિદેશ > નાગરિક્તા કાયદો: જામિયાના VC નજમા અખ્તરે હિંસાની ઉચ્ચ સ્તરે તપાસની કરી માંગ

નાગરિક્તા કાયદો: જામિયાના VC નજમા અખ્તરે હિંસાની ઉચ્ચ સ્તરે તપાસની કરી માંગ

0
180

નવી દિલ્હી: જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નજમા અખ્તરે રવિવારે થયેલી હિંસાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, જામિયા કેમ્પસમાં દિલ્હી પોલીસની મંજૂરી વિનાની કાર્યવાહીની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.

જામિયાના વીસી નજમા અખ્તરે દરેકને અપીલ કરી છે કે, કોઈ જામિયાના ઘટનાને લઈને અફવાહ ના ફેલાવો. તેમણે મીડિયાને અપીલ કરી છે કે, જામિયા મિલિયા ઈસ્લામિયા એક કેન્દ્રીય યુનિવર્સિટી છે. સમગ્ર દેશના વિદ્યાર્થીઓ અહીં ભણવા જાય છે. આ કેમ્પસમાં શાંતિ જાળવી રાખવામાં મદદ કરે.

તેમણે પોલીસની મંજૂરી વિના કેમ્પસમાં આવવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, ગાર્ડની પીટાઈ મામલે યુનિવર્સિટી પ્રશાસન FIR દાખલ કરાવશે. અમારા માટે ચિંતાનો વિષય છે કે, આ ઘટનાથી જામિયાની છબીને જે નુક્સાન પહોંચ્યું છે, તેની ભરપાઈ કેવી રીતે થશે?

એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પર નિયંત્રણ ત્યારે જ હોય છે, જ્યારે તેઓ કેમ્પસમાં ના હોય. જ્યારે વિદ્યાર્થીઓ માર્ગ પર ઉતરીને પ્રદર્શન કરશે, તો અમે તેમને કાબૂમાં ના લઈ શકીએ. તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, તેઓ આ પ્રકારના પ્રદર્શનમાં સામેલ ના થાય. કોઈ રાજનીતિક નેતાના કહેવા પર કોઈ કામ ના કરો. કોઈ પણ પ્રકારના ગેરકાનૂની કામ કરવાથી બચે.

મહારાષ્ટ્ર: ભાજપનું રાહુલ ગાંધી વિરૂદ્ધ પ્રદર્શન, ‘મૈં ભી સાવરકર’ની ટોપી પહેરી પહોંચ્યા ધારાસભ્યો