Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: જમાલપુરમાં કોમી એકતાના સંદેશ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

અમદાવાદ: જમાલપુરમાં કોમી એકતાના સંદેશ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

0
119

અમદાવાદ: સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં 26 જાન્યુઆરીનું આગવું મહત્વ છે. આજ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આથી આ દિવસે પ્રજાસત્તાક પર્વ (Republic Day) તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે દિલ્હીની રાજપથ ખાતે ભવ્ય પરેડ યોજાય છે, જ્યારે દેશમાં ઠેર-ઠેર ધ્વજવંદનના કાર્યક્રમોનું ભવ્ય આયોજન થાય છે. ગુજરાતમાં પણ ધ્વજવંદનના વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે અમદાવાદના જમાલપુરમાં પણ દર વર્ષની જેમ કોમી એકતાનો (Communal Harmony) સંદેશ આપવા સાથે એક રેલીનું (Jamalpur Republic Day Rally)આયોજન કરવામાં આવ્યું હતું.

દરવર્ષની જેમ આ વર્ષે પણ જમાલપુર વિસ્તારમાં પ્રજાસત્તાક પર્વના (Republic Day) દિવસે કોમી એકતા, શાંતિ અને સદ્દભાવના સંદેશ સાથે એક રેલી યોજાઈ હતી. જો કે આ વખતે 72મો પ્રજાસત્તાક દિવસ હોવાથી જમાલપુરમાં પણ 72 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ (National Flag) સાથે માર્ચ કરવામાં આવી હતી. રઉફ બંગાળીના નેતૃત્વમાં નીકળેલી આ રેલીમાં (Jamalpur Republic Day Rally) હિન્દુઓ સહિત 50થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો:  દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CM રૂપાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી Jamalpur Republic Day Rally

જણાવી દઈએ કે, આ વખતે ગુજરાતમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં (Republic Day Celebration) આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ (Vijay Rupani) રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સિવાય દરવર્ષની જેમ આ વખતે પણ પ્રખ્યાત ખોડલધામ (Khodal Dham Gujarat) ખાતે રાજ્યનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવવામાં આવ્યો છે. અહીં ગાંધીનગરના “રાધે-રાધે” ગ્રુપ દ્વારા 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.Jamalpur Republic Day Rally

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9