Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સાબીર કાબલીવાલાને ચેલેન્જ ફેંકનાર ખેડાવાલાને પ્રજાને મોં બતાવવું પણ ભારે થઈ ગયું

સાબીર કાબલીવાલાને ચેલેન્જ ફેંકનાર ખેડાવાલાને પ્રજાને મોં બતાવવું પણ ભારે થઈ ગયું

0
144

શાહબાઝ શેખ, અમદાવાદ: જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ AIMIMના ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલાને સોશિયલ મીડિયા મારફતે વિધાનસભા ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે. જો કે, ઈમરાન પોતે જમાલપુર વોર્ડમં પોતાના કાઉન્સિલરોને જીતાડવા માટે નિષ્ફળ રહ્યો છે. જમાલપુર વોર્ડની તમામ બેઠકો પર એવૈસીની પાર્ટીએ કબ્જો જમાવી લીધો છે અને ખાડિયામાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ હારને લઈ કોંગી નેતાઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

અમદાવાદમાં જયારથી AIMIMની એન્ટ્રી થઈ છે ત્યારથી મુસ્લિમ વિસ્તારના લોકોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે અને લોકોનો ઈમરાન ખેડાવાલા પરથી ભરોસો ઉઠી ગયો હોય તે રીતે કોંગ્રેસને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જવાબ આપ્યો હતો. જો કે, ચૂંટણી પહેલા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી AIMIMના ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલાને ચેલેન્જ ફેંક્યો હતો અને જણાવ્યું હતુ કે, જો તાકાત હોય તો ધારાસભ્યની ચૂંટણી લડો અને તેમના જીતી બતાવો. તેની સામે કાબલી વાલાએ વળતા જવાબમાં જણાવ્યું છે કે, ખેડાવાલા અત્યારે રાજકારણમાં નાનો બાળક છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કેજરીવાલની AAPને ‘નો એન્ટ્રી ’ અને ઓવૈસીની AIMIMની ‘ એન્ટ્રી ’

જો કે, તે મોટી વાતો કરવી હવે ખેડાવાલાને ભારે પડી છે. હાલ ચૂંટણીના પરિણામો આવતા જનતાએ પોતાના સાચા ઉમેદવારો પસંદ કરી કોંગ્રેસને જવાબ આપ્યો છે. જેથી ખાડિયા-જમાલપુરના કોંગી ધારાસભ્ય ખેડાવાલાએ જાહેરમાં લોકોને મોં બતાવવું ભારે પડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે એટલે આગામી સમયમાં આવનારી ધારાસભ્યની ચૂંટણીમાં પણ જમાલપુર-ખાડિયાની પ્રજા કોંગ્રસને વોટ નહીં આપે તેવી શક્યતા સેવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, 2017માં ખેડાવાલાએ ભાજપમાં જવાની ધમકી આપી હતી જેથી કોંગ્રેસ ડરી ગઈ હતી અને તેને ટિકિટ આપી દીધી હતી, કોંગ્રેસમાં ખેડાવાલાનું આગમન થતા સાબીક કાબલીવાલાને પાર્ટી છોડી દીધી હતી. જો કે, તે સમયનો જવાબ સાબીર કાબલીવાલાએ AIMIMની પાર્ટીમાં ગુજરાત પ્રમુખ બની પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસને જબાવ આપ્યો છે. જો કે, આ પહેલા ટિકિટ વહેંચણી મામલે ખેડાવાલા પર લોકોએ આક્ષેપો કર્યા હતા અને કોંગ્રેસને તે સમયથી જ બાયકોટ કરવા માટેની પહેલ પ્રજાએ શરુ કરી દીધી હતી અને તે મોકો જોઈ AIMIMએ બાજી મારી દીધી છે. હાલ કોંગ્રેસના કાર્યકરોની જમાલપુરમાં એવી સ્થિતિ છે કે, તેઓ મોં દેખાડવા માટે બહાર પણ ફરી શકતા નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat