Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મુસ્લિમ વિસ્તારમાં ઓવૈસીની એન્ટ્રી થતા કોંગ્રેસનું ધોવાણ શરુ, વોટબેન્કમાં ગાબડું

મુસ્લિમ વિસ્તારમાં ઓવૈસીની એન્ટ્રી થતા કોંગ્રેસનું ધોવાણ શરુ, વોટબેન્કમાં ગાબડું

0
83

શાહબાઝ શેખ, અમદાવાદઃ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઓવૈસીની એન્ટ્રી 90 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી માટે લાલબત્તી સમાન છે. કારણ કે તેની પરંપરાગત મુસ્લિમોની વોટ બેન્કમાં ગાબડુ પડી ગયું છે. લઘુમતીવાળા વિસ્તારોમાં પણ કોંગ્રેસનું ધોવાણ થવા માંડ્યું છે. તેને પગલે દેશને કોંગ્રેસમુક્ત કરવાના ભાજપનું અભિયાન સફળ થવાનું માર્ગ મોકળુ થઇ ગયું. જો કે, સુરતમાં તો કોંગ્રેસનો ભાજપ અને આમ આદમી પાર્ટીએ સુપડો સાફ કરી દીધો છે.

લઘુમતી વિસ્તારમાં ટિકિટ ફાળવણી સમયે જ કોંગ્રેસમાં ભારે કકળાટ શરુ થઈ ગયો હતો જેથી ખેડાવાલાએ રાજીનામુ આપવાનો નાટક પણ રચ્યો હતો. તેમના આ રાજીનામાના નાટકને લઈ પ્રજામાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો. જો કે, મુસ્લિમ વિસ્તારમાં લોકોને એક નવો વિકલ્પ મળતાની સાથે જ લઘુમતી વિસ્તારમા પણ કોંગ્રેસનું ઘોવાણ શરુ થઈ ગયું છે. જમાલપુરમાં AIMIMએ 4 બેઠકો પર વિજય મેળવતા કોંગ્રેસમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ પરેશાની ભોગવવી પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: સાબીર કાબલીવાલાને ચેલેન્જ ફેંકનાર ખેડાવાલાને પ્રજાને મોં બતાવવું પણ ભારે થઈ ગયું

અમદાવાદમાં પ્રથમ વખત ઓવૈસીની AIMIMએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જમાલપુર,ખાડિયા,બહેરામપુરા,ગોમતીપુર,દરિયાપુર અને મક્તમપુરા એમ કુલ 6 વોર્ડમાં પોતાના 21 ઉમેદવારો ઉભા કર્યા હતા. જેમાથી જમાલપુરમાં આખી પેનલનો વિજય થયો હતો. જયારે મક્તમપુરામાં ઓવૈસીએ ત્રણ બેઠકો આંચકી લીધી છે. જો કે, બહેરામપુરા અને ગોમતીપુરમાં પણ છેલ્લે સુધી ઓવૈસીની પાર્ટી કાંટાની ટક્કર આપી રહી હતી. જો કે, કોંગ્રેસે પોતાની આબરુ સાચવવા માટે બેઠકો મેળવી હતી. જમાલપુર બેઠકમાં ઈમરાન ખેડાવાલા હોવા છતા કોંગ્રેસમાં રહી ચૂકેલા અને ઓવૈસીની પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ સાત બેઠકો પર ઓવૈસીની પાર્ટીના ઉમેદવારોને એકલા હાથે બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ખાડિયમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. ખાડિયા વોર્ડમાં ઓવૈસીએ કોંગ્રેસનું ગણિત બગાડ્યું હતું. જેના કારણે ભાજપની પેનલનો વિજય થયો હતો. મોટી મોટી વાતો કરવી હવે ખેડાવાલાને ભારે પડી છે. હાલ ચૂંટણીના પરિણામો આવતા જનતાએ પોતાના સાચા ઉમેદવારો પસંદ કરી કોંગ્રેસને જવાબ આપ્યો છે. જેથી ખાડિયા-જમાલપુરના કોંગી ધારાસભ્ય ખેડાવાલાએ જાહેરમાં લોકોને મોં બતાવવું ભારે પડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે એટલે આગામી સમયમાં આવનારી ધારાસભ્યની ચૂંટણીમાં પણ જમાલપુર-ખાડિયાની પ્રજા કોંગ્રસને વોટ નહીં આપે તેવી શક્યતા સેવાઈ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat