Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગ્રામ પંચાયત-વાસ્મોના સહિયારા પ્રયાસથી અમદાવાદ જિલ્લાના 94.15 ટકા ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ

ગ્રામ પંચાયત-વાસ્મોના સહિયારા પ્રયાસથી અમદાવાદ જિલ્લાના 94.15 ટકા ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ

0
54
  • ગ્રામ પંચાયત અને વાસ્મોના પ્રયાસથી અમદાવાદ જિલ્લામાં 94.15 ટકા ઘરોમાં નળથી પાણી jal jivan mission ahmedabad
  • લોકડાઉન દરમિયાન કરણગઢ, સરગવાડા, ગણોળ ગામો શૂન્ય નળ જોડાણમાંથી CCC બન્યાં
  • ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આવતા અમારે પાણીની સાથે સુખ પણ આવ્યું : કરણગઢ ગામના સરપંચ 

અમદાવાદ : આજે પણ ગુજરાતના ઘણાં ગામડાંઓમાં પીવાના પાણીના ધાંધિયા છે. પરિણામે ગામની મહિલાઓને માથે બેડા ઉંચકીને માઇલો દૂર પાણી ભરવા જવું પડે છે. પરંતુ ગ્રામ પંચાયત અને વાસ્મોના સહિયારા પ્રયાસોથી અમદાવાદ જિલ્લામાં 94.15 ટકા ઘરોમાં નળથી પાણી પહોંચ્યા છે. ‘જલ જીવન મિશન’ અંતર્ગત 2022 સુધીમાં ગુજરાતના 100% ઘરોને નળથી જળ પહોંચાડવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાનું વહિવટી તંત્ર કાર્યરત છે. jal jivan mission ahmedabad

હાલમાં અમદાવાદ જિલ્લાનાં 364 ગામો 100% ઘરોમાં નળ જોડાણ ધરાવે છે. બાકી રહેતા 120 ગામડામાંથી 39 ગામોને 100% નળ જોડાણ ધરાવતા કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રાન્ટની ફાળવણી ગત બુધવારે કરવામાં આવી છે. આ અંગે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) ના યુનિટ હેડ આર.જે. બ્રહ્મભટ્ટના જણાવ્યાં મુજબ નવેમ્બર 2021 સુધીમાં અમદાવાદ જિલ્લો 100% ઘરોમાં નળ જોડાણ ધરાવતો બને તે મુજબનું આયોજન છે. લોથલ પાસેના સરગવાડા સહિત ગણોળ, કબાણા જેવા છેવાડાના ગામો અનલોક દરમિયાન ‘શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ’ ધરાવતા ગામો બન્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પાણી પૂરવઠા વિભાગ અને ‘વાસ્મો’ની સંયુક્તની ભાગીદારીને કારણે અમદાવાદ જિલ્લામાં જળ વ્યવસ્થાપન અને વિતરણનું વિકેન્દ્રિત માળખુ તૈયાર થયું છે. જેના સુખદ પરિણામે કરણગઢ જેવા નળકાંઠાના ગામોમાં ઘરના ફળીયા સુધી નળથી પાણી પહોચતું થયું છે. અમદાવાદ જિલ્લાનાં કરણગઢ, સરગવાડા, ગણોળ, કલાણા આ એ છેવાડાનાં ગામો છે જે લોકડાઉન દરમિયાન શૂન્ય નળ જોડાણમાંથી CCC બન્યાં છે. નળ સરોવર પાસેનું કરણગઢ ગામ, લોથલ બંદર પાસેના ભાલ પ્રદેશનું સરગવાડા ગામ તથા ધોળકા તાલુકાનું ગણોલ અને સાણંદ તાલુકાનું કલાણા ગામ છે. jal jivan mission ahmedabad

 

jal jivan mission ahmedabad

કરણગઢ ગામના સરપંચ સુરજબેનના જણાવ્યા મુજબ ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આવતા અમારે પાણીની સાથે સુખ પણ આવ્યું છે. મારા ગામની બહેનો જે તળાવે પાણી ભરવા જતી એમને હવે ઘરે બેઠા પાણી મળ્યું છે. સરકારે અનલોક ફેઝમાં કામગીરી ચાલુ રાખી ગામના ઘરોને નળવાળા કરી દીધા છે. આ ‘નળથી જળ અભિયાન’ આમ જ ચાલુ રહે ને નળકાંઠાના બધા ગામમાં લોકોના ફળીયા સુધી પાણી પહોચી જાય એવી અમારી ઇચ્છા છે.’

જયારે કરણગઢ ગામના રહેવાસી મનજીભાઇ કહે છે કે ‘મારો જન્મ જ આ ગામમાં થયો છે. વર્ષોથી ગામની મહિલાઓ ગામની ભાગોળે કુવામાંથી કે તળાવ પરથી પાણી લાવતી હતી. ‘વાસ્મો’ એ ગ્રામસભામાં આવી પાણીની વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી. લોકફાળો અને સરકારની ગ્રાંટમાંથી એમ 5.32 લાખના ખર્ચે ગામના 145 ઘરોને નળ કનેક્શન મળ્યું છે.

તાલુકા વાઇસ પાણીના નળની ટકાવારી jal jivan mission ahmedabad

અમદાવાદ જિલ્લાના 09 તાલુકા પૈકી બાવળામાં 86.62%, દસ્ક્રોઇમાં 98.68%, દેત્રોજમાં 99.19%, ધંધુકામાં 96.26%, ધોલેરામાં 85.52%, ધોળકામાં 96.59%, માંડલમાં 99.47%, સાણંદમાં 92.20% અને વિરમગામમાં 89.18% ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે.

jal jivan mission ahmedabad

2022 સુધીમાં લક્ષ્યાંક પુર્ણ કરવાની ગણતરી jal jivan mission ahmedabad

ઉલ્લેખનીય છે કે, ‘જલ જીવન મિશન’ નું લક્ષ્યાંક 100% ઘરોને નળથી જળ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું છે. પરંતુ રાજ્ય સરકારે જે આગોતરું આયોજન કર્યું છે તેનાં પરિણામે બે વર્ષ વહેલું એટલે કે 2022માં જ ગુજરાતમાં આ લક્ષ્યાંક પૂર્ણ કરી દેવાની ગણતરી છે.