Gujarat Exclusive > CRIME > વાહ શું વાત છે? ચોરી કરવા માટે 90 લાખનું પ્લોટ ખરીધ્યું, કરી ફિલ્મીઢબે લૂંટ

વાહ શું વાત છે? ચોરી કરવા માટે 90 લાખનું પ્લોટ ખરીધ્યું, કરી ફિલ્મીઢબે લૂંટ

0
32

જયપુરમાં કોસ્મેટિક સર્જનને ત્યાં કરોડોની ચાંદીની ચોરી, ઘટના જાણી દંગ રહી જશો

જયપુરઃ શું ક્યાંય સાંભળ્યું છે કે ચોરી (Jaipur Silver Loot) કરવા લાખોનું કોઇએ રોકાણ કર્યું હોય? હાં વાત સાચી છે. રાજસ્થાનની પિંક સિટી જયપુરમાં અંજામ પામી છે. જ્યાં ચોરોએ કરોડોની ચાંદીની ચોરી કરવા માટે લાખોનું રોકાણ કરી એક પ્લોટ ખરીધ્યું અને પછી જમીનમાં સુરંગ પાડી માલ ઉપાડી ગયા.

આ પણ વાંચોઃ India Toy Fair 2021: PM મોદીની અપીલ, રમકડામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે નિર્માતા

જયપુરના વૈશાલીનગરની ઘટના

મીડિયામાં જણાવ્યા મુજબ ઘટના જયપુરના વૈશાલી નગર પોલીસ સ્ટેશનની ક્ષેત્રની છે. જ્યાં શહેરના જાણીતા હેયર ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર સુનીત સોનીના ઘરમાં ચોરીની ફરિયાદ નોંધાઇ છે. વાસ્તવમાં ડોક્ટર સોનીએ પોતાના ઘરની બેઝમેન્ટમાં ચાંદી ભરેલું એક બોક્સ મૂકી રાખ્યું હતું.

ચોરોએ પાથરેલી જાળ આશ્ચર્યજનક

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચોરોને આ વાતની જાણ થઇ ગઇ. તેના કરતા પણ આશ્ચર્ય તો ચોરોએ ચોરી કરવા જે પ્લોટ તૈયાર કર્યો તે વાતનું છે. આ ફિલ્મીઢબે થયેલી ચોરી ધૂમ સ્ટાઇલમાં થઇ હોવાનું લાગે છે. ચોરોએ જે પ્રકારની જાળ પાથરી એ પણ ચોંકાવનારી છે.

આ પણ વાંચોઃ સંઘ દેશને બરબાદ કરી રહ્યો છે, સરકાર નાગરિકોને લૂંટી રહી છેઃ રાહુલ ગાંધી

સૌથી પહેલાં ડોક્ટરની બાજુનું પ્લોટ 90 લાખમાં ખરીધ્યું

સૌથી પહેલાં તો ચોરોએ ડોક્ટરના ઘરની બિલકુલ બાજુમાં આવેલું એક પ્લોટ 90 લાખ રૂપિયામાં ખરીધ્યું. પછી તેના પર પતરાની બાઉન્ડ્રી બાંધી કામ ચલાવવાના નામે ખોદકામ શરુ કર્યું. પરંતુ હકીકતમાં ત્યાં સુંરગ ખોદવામાં આવી રહી હતી. આસપાસના લોકો તો સમજતા હતા કે નવા બાંધકામ માટે ખોદકામ થઇ રહ્યું છે.

3 મહિના સુધી કરાવ્યું સુરંગનું ખોદકામ

હા તો ચોરોએ 3 મહિના સુધી ખોદકામ ચાલુ રાખ્યું, દરમિયાન તેમણે 15 ફૂટ ઊંડી અને અને 20 ફૂટ લાંબી સુરંગ ખોદાવી નાંખી. જેથી ડોક્ટરના ઘરની બેઝમેન્ટ સુધી પહોંચી શકાય અને ચાંદીનું બોક્સ ઉપાડી (Jaipur Silver Loot) શકાય.

ડોક્ટરે ઘરના બેઝમેન્ટમાં ચાંદીનું બોક્સ મુક્યુ હતુ

નવાઇ પણ એ વાતની છે કે ડોક્ટર સોનીએ પણ 3 મહિના પહેલાં જ ચાંદીનું આ બોક્સ બેઝમેન્ટમાં મુક્યું હતું. પરંતુ હમણા તાજેતરમાં તેમણે બેઝમેન્ટની તપાસ કરી તો તેમના હોશ ઊડી ગયા. કારણ કે બોક્સમાંથી ચાંદી ગાયબ હતી. ચોર નિરાંતે સુરંગ વાટે બેઝમેન્ટમાં આવયા, કટરથી બોક્સ કાપ્યું અને ચાંદી ઉપાડી ગયા. ત્યાં અન્ય બે બોક્સ પણ મળ્યા. તે પણ ખાલી હતા.

આ પણ વાંચોઃ નીરવ મોદીને જેલમાં આપવામાં આવશે એ-વન સુવિધા, ત્રણ વર્ગમીટર જગ્યા સાથે સ્પેશ્યલ પથારી

ઘરના જ કોઇ જાણભેદુની સંડોવણીની આશંકા

આ ઘટના બાદ ડોક્ટર સોનીએ પોલીસને ચોરી (Jaipur Silver Loot)ની જાણ કરી. પરંતુ હજુ સુધી તેમણે પોલીસને ચાંદી કેટલાની હતી. કે તે ઘરેણાસ્વરુપે હતી. તેની માહિતી પોલીસને આપી નથી. પોલીસ પણ કંઇ ફોડ પાડી રહી નથી. એટલી આશંકા છે કે ચોર એક કરતા વધુ છે અને તે ડોક્ટરના કોઇ નજીકના શખસની પણ તેમાં સંડોવણી હોઇ શકે છે. નહીંતર ડોક્ટરના ઘરના બેઝમેન્ટની ચોક્કસ માહિતી ચોરો સુધી કેવી રીતે પહોંચી?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat Set featured image

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat