Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘તિહાર ટુરિઝમ‘: જેલના ખૂંખાર કેદીઓ સાથે ગાળો રજા, આ છે પ્લાનિંગ

‘તિહાર ટુરિઝમ‘: જેલના ખૂંખાર કેદીઓ સાથે ગાળો રજા, આ છે પ્લાનિંગ

0
365

એશિયાની સૌથી મોટી જેલ તિહાડમાં બંધ કુખ્યાત ગુનેગારો અને સજા ભોગવતા કેદીઓ સાથે એક દિવસ રોકાઈને જેલની અંદર રહીને તેમના વ્યવહાર અને તેની દિનચર્યાનો વાસ્તવિક અનુભવ લેવા માટે ઉત્સુક છે, તો તમારી આ ઈચ્છા જલ્દી પૂરી થઈ શકે છે. દિલ્હીની તિહાર જેલના અધિકારીઓએ એક એવી યોજના બનાવી છે, જેમાં તમે જેલની અંદર રુપિયા આપીને એક દિવસ માટે કેદીઓ સાથે રહી શકો છો. આ રકમ બે હજાર રુપિયા સુધીની હોઈ શકે છે.

આ યોજના પ્રમાણે તમારે જેલની અંદર રહેલ માટે જેલમાં મળતા કપડા પહેરવા પડશે અને જેલનું જ ભોજન આરોગવું પડશે. કેદીઓ સાથે રહેવા દરમિયાન તેમની જેમ જમીન પર સૂઈ જવું પડશે. તમારે પણ તેમની જેમ સવારે વહેલા ઉઠીને કામ કરી શકો છો અને યોગ કરી શકો છે. જો કે તમને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર મનાઈ રહેશે. સુરક્ષા કારણોસર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર છૂટ નહીં મળે.

તેલંગાણા જેલમાં પણ આ સુવિધા
16000 કેદીઓ માટે બનેલી અને 400 એકરમાં ફેલાયેલી તિહાર જેલ દેશની સૌથી વધુ ભીડ ધરાવતી જેલ છે. અહીં ઈન્ડિયમ મુજાહિદ્દીનના સ્થાપક પાકિસ્તાની આતંકવાદી ભટકલ, છોટા રાજનથી લઈને ગેંગસ્ટર નીરજ બવાના અને માફિયા ડૉનના નેતા બને શહાબુદ્દીન સુધી સામેલ છે. કુખ્યાત સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ પણ અહીં રહી ચૂક્યો છે.

આવી જ યોજના તેલંગાણાના 220 વર્ષ જૂની સંગારેડ્ડી જેલમાં “ફીલ ધી જેલ” નામથી પહેલાથી જ ચાલી રહી છે. અહીં અનેક વિદેશી પર્યટકો 500 રૂપિયા આપીને આ યોજના અંતર્ગત કેદીઓ સાથે સમય વીતાવી ચૂક્યા છે. જો કે હવે આ જેલને સંગ્રહાલયમાં બદલી દેવામાં આવ્યા છે.

જેલના વાસ્તવિક જીવનનો મળશે અનુભવ
આ યોજનામાં સૂચન કરવામાં આવ્યું છે કે, અહીં એક મોટું કોમ્પલેક્સ બનાવવામાં આવશે અને તેમાં ફાંસીઘર પર હશે. જેમાં સુરક્ષા સબંધી તમામ માપદંડોને પૂર્ણ કરવામાં આવશે. કેદીઓ સાથે રહેવા દરમિયાન મહેમાનો માટે અનેક વિશેષ સુવિધાનો લાભ ઉઠાવવાની મંજૂરી ના આપવી જોઈએ. આ જેલની અંદર વાસ્તવિક જીવનનો અનુભવ કરવા જેવો છે, ના કે પર્યકન કરવા જેવો હોવો જોઈએ,

વિદેશીઓએ પર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી
અતિથિ માટે સજા પામેલા કેદીઓમાંથી પસંદ કરેલા કેદીઓ સાથે રહેવાની મંજૂરી મળશે. તેઓ તેમની સાથે વાતચીત કરી શકશે. તેમની કહાની સાંભળી શકશે.

જેલના આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, જેલમાં રહેવાની મંજૂરી આપ્યા પહેલા રાજ્યના ગૃહ વિભાગ પાસેથી તેની મંજૂરી મેળવવી પડશે. આ સુવિધા એક રીતે દિલ્હી પ્રવાસનો એક ભાગ હોઈ શકે છે.

જલ્દી કરો આ કામ, નહીં તો બંધ થશે તમારૂં બેંક એકાઉન્ટ