બોટમાં આઠ ખલાસી સવાર હતા Jafarabad Boat Accident
અમરેલી: જાફરાબાદના બંદર પાસે દરમિયામાં એક બોટને અકસ્માત નડ્યો હતો. આ બોટ દરિયામાં માછીમારી કરવા ગઇ હતી, પરંતુ જાફરાબાદ બંદરથી 2 નોટિકલ માઇલ દૂર દરિયામાં બોટ પથ્થર સાથે અથડાઇ હતી. જેથી બોટ પર કંટ્રોલ રહ્યો ના હતો. બોટમાં 8 ખલાસી સવાર હતા. આ અકસ્માતમાં બે ખલાસીને ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતમાં બોટના બે ટુકડા થઇ ગયા હતા, તેથી અંદાજો લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો. Jafarabad Boat Accident
બોટ પથ્થર સાથે અથડાઇ હોવાની જાણ અન્ય ખલાસીને થઇ ગઇ હતી અને તેઓ ત્યાં પહોંચી ગયા હતા. અન્ય ખલાસીઓએ બોટના તમામ ખલાસીઓનો જીવ બચાવ્યો હતો. જ્યારે બે ખલાસીને ઇજા પહોંચતા જાફરાબાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કાંઠા પર અન્ય બોટો પણ હતી પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. Jafarabad Boat Accident
આ પણ વાંચો: સુરત: ફાયર સેફટી મુદ્દે ગુનો નોંધવાની ધમકીથી કાપડ વેપારીઓમાં રોષ
મળતી માહિતી મુજબ બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા દરિયામાં પથ્થર સાથે અથડાઇ હતી. ઉલ્લેખનીય છે કે જાફરાબાદના દરિયામાં અવારનવાર બોટના અકસ્માતો થતા રહે છે. જો કે આ ઘટનામાં સદનસીબે તમામ ખલાસીના જીવ બચી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. Jafarabad Boat Accident
ઉલ્લેખનીય છે કે ગઇકાલે માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગવાની ઘટના બની હતી. જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જઇ રહ્યુ હતુ, પરંતુ તે પહેલા જ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આખું જહાજ આગમાં બળી ખાક થઇ ગયુ હતુ. આગ વધતા જોઇ જહાજના આઠ ક્રૂ મેમ્બરોએ સમુદ્રમાં કૂદકો માર્યો હતો. જે બાદ તમામને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા.