Gujarat Exclusive > રાજનીતિ > લૉકડાઉન નહીં, આ મોદી સરકારની ‘નોટબંધી-2’ છે: રાહુલ ગાંધી

લૉકડાઉન નહીં, આ મોદી સરકારની ‘નોટબંધી-2’ છે: રાહુલ ગાંધી

0
394

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો છે કે, મોદી સરકાર કોરોના સંકટના સમયમાં લોકો અને MSME સેક્ટરના એકમોને રોકડ સહયોગ ના આપીને અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહી છે. કોંગ્રેસ નેતાએ તેને ‘નોટબંધી 2.0’ નામ આપ્યું છે. તેમણે ટ્વીટર પર એક સમાચાર શેર કર્યા છે કે, દેશમાં MSME સેક્ટરની અર્થ વ્યવસ્થા અને સ્થિતિ પર પર કોરોના વાઈરસની મહામારીની શું અસર થશે?

રોકડ મદદ ના કરવી ગુનાહિત કૃત્ય
રાહુલ ગાંધીએ સરકાર પાસે માંગ કરી છે કે, ગરીબો, મજૂરો અને MSME સેક્ટરને આર્થિક મદદ કરવામાં આવે. તેમનું કહેવું છે કે, લોકોના ખાતામાં આગામી 6 મહિના માટે 7500 રૂપિયા મોકલવામાં આવે અને તત્કાલ 10 હજાર રૂપિયા આપવામાં આવે. અગાઉ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ સંકટથી ઉભરવા માટે સરકાર દ્વારા લોકોને રોકડ પૂરી ના પડાવી ગુનાહિત કૃત્ય છે.

લૉકડાઉનને નિષ્ફળ ગણાવ્યું
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના કેસોને લઈને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. દેશમાં મોદી સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને નિષ્ફળ ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફતે Covid-19 કેસને લઈને કેટલાક દેશોના ઉદાહરણ ગ્રાફ મારફતે લખ્યું છે કે, આ જોઈને લાગે છે કે, આપણે ત્યાં લૉકડાઉન નિષ્ફળ રહ્યું છે. દેશમાં અનલૉકનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અહીં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે.

ભારત-ચીન વિવાદ માટે કોંગ્રેસ અને પંડિત નેહરૂ જવાબદાર: કેન્દ્રીય મંત્રી