Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેમડેસિવીર બાદ ઈટોલીઝુમાબ ઈન્જેક્શનની કાળા બજારીઃ આરોપીની ધરપકડ

રેમડેસિવીર બાદ ઈટોલીઝુમાબ ઈન્જેક્શનની કાળા બજારીઃ આરોપીની ધરપકડ

0
90

અમદાવાદના શાહીબાગમાં પારસ ફાર્માસી પોલીસની રેડ, ઈન્જેક્શનનો જથ્થો કબજો લીધો

અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના સામે રક્ષણ આપતા ઇંજેકશનોની કાળા બજારી વધી છે. અમદાવાદમાં પણ રેમડેસિવીર અને તેના જેવા ઈટોલીઝુમાબ ઇન્જેકશનો (Itolizumab injection blackmailing) ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ થયો છે.

શહેરમાં મહામારી ચાલી રહી છે ત્યારે આર્થિક ફાયદા સારુ કેટલાક લોકો કાળા બજારી કરી રહ્યા છે. તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઈટોલીઝુમાબ ઈન્જેક્શન નામનો ઈન્જેક્શનનો જથ્થો રાખીને બજાર કિંમત કરતા વધુ ભાવે ગ્રાહકોને વેચી વિશ્વાસઘાત કરતો હતો. શાહીબાગ વિસ્તારમાં આવેલી પારસ ફાર્મસી નામની દુકાનમાં પોલીસે દરોડો પાડી 3 ઈન્જેક્શન જપ્ત કરી દુકાન માલિકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ સુરત: રેમડેસિવિર ઇન્જેક્શન કાળા બજારમાં વેચનાર ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત

બજાર ભાવ કરતા આશરે ડબલ ભાવે વેચાણ

શાહીબાગ વિસ્તારમાં આવેલા આકાશદિપ એપાર્ટમેન્ટની નીચે 5 નંબરની પારસ ફાર્મસી નામની દવાની દુકાન ધરાવતા હાર્દિક ઠાકોર પોતાની દુકાનમાં ઈટોલીઝુમાબ ઈન્જેક્શનનો બજાર કિંમત કરતા ઉંચા ભાવે (Itolizumab injection blackmailing) વેચાણ કરતા હતા.

બાતમીના આધારે પોલીસે પાડ્યો દરોડો

જેની બાતમીના આધારે પોલીસે પારસ ફાર્મસીમાં દરોડો પાડ્યો હતો. ત્યારબાદ દુકાનમાં તપાસ કરતા ઈટોલીઝુમાબ ઈન્જેક્શન (RDNA ઓરીજિન) ના ત્રણ ઈન્જેક્શનો શીલબંધ હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે આ ઈન્જેક્શનની બજાર કીંમત 31 હજાર છે જેની વેચાણ કીંમત 31800 રૂપિયા હોવા છતા આર્થિક ફાયદા હેતુ આ ઈન્જેક્શન 55 હજારમાં વેચી ગ્રાહકો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરતો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રાત્રિ કરફ્યૂમાં શાંત રોડ પર એમ્બ્યુલન્સ સાયરન સાયલન્ટ કરી દેવાઇ

પોલીસે આ ત્રણેય ઈન્જેક્શનો જપ્ત કરીને હાર્દિક ઠાકોર વિરુદ્ધમાં વિશ્વાસઘાત, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની જુદી જુદી કલમો સહીતનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. જોકે આરોપી આ પેલા કેટલા ઇન્જેક્શન લાવ્યો અને કોને કોને વધુ કિંમતમાં વેચાણ કર્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે. Itolizumab injection blackmailing

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat