Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > IT રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ મુદત લંબાવવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

IT રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ મુદત લંબાવવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

0
49

IT રિટર્ન ફાઇલ મુદત 31મી ડિસેમ્બરથી વધારીને 10મી જાન્યુઆરી 2021 કરવામાં આવી હતી IT Return Gujarat High Court 

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ઇન્કમટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટની મુદત લંબાવવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. IT Return Gujarat High Court 

ગુજરાતના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ડિવિઝન બેન્ચ નોંધ્યું હતું કે CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસેસન) કલમ 271બી ધ્યાનમાં રાખીને ટેક્સ ઓડિટ રિપોર્ટ (TAR) લેટ ફાઇલ કરવાના કિસ્સામાં રાહત આપતો પરિપત્ર બહાર પાડી શકે. IT Return Gujarat High Court 

કોર્ટે વધુમાં જણાવાયું હતું કે સરકાર દ્વારા અગાઉ ત્રણવાર મુદત વધારવામાં આવી છે, તો છેલ્લીવાર 31મી માર્ચ 2021 સુધી કેમ નહિ. જોકે આ પ્રકારના વલણથી સરકારની કામગીરી પર અસર પડી શકે છે અને અનિચ્છનીય પરિણામ પણ આવી શકે છે. જેથી પિટિશનમાં હસ્તક્ષેપ કર્યા વગર ફગાવી દેવામાં આવી હતી.

કોર્ટે કહ્યું કે CBDTએ સેક્શન 119માં અપાયેલી સતાનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો છે. લોકોને એ પડતી હલાકીને ધ્યાનમાં રાખીને ઇન્કમટેક્સ રિટર્ન અને ઓડિટ ટેક્સ રીપોર્ટની મુદત ત્રણવાર વધારવામાં આવી હતી. બોર્ડે હવે મુદત લંબવવાનો ઇન્કાર કર્યો છે. IT Return Gujarat High Court 

આ પણ વાંચો: ચૂંટણી પ્રચારમાં આવો અને રોજગારી મેળવો: રાજપીપળા પાલિકા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત

અરજદારના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે 2021માં જે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યા છે એ 2019ની સરખામણીએ ઓછા છે. વર્ષ 2019ના આખરી 5 દિવસોમાં જે રીતે 25 ટકા ઘટ સંતોષઈ ગઈ હતી એ આ વખતની પરિસ્થિતમાં થવું અવાસ્તવિક લાગે છે. અમેરિકાએ મુદતમાં 6 માસનો વધારો કર્યો છે જ્યારે CBDTએ માત્ર 3.5 મહિનાની મુદત વધારી છે. IT Return Gujarat High Court 

હાલમાં જ આવકવેરા વિભાગ દ્વારા નાણાંકીય વર્ષ 2019-20 ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત 31મી ડિસેમ્બરથી વધારીને 10મી જાન્યુઆરી 2021 કરવામાં આવી છે. આ ઉપરાંત એવી કંપનીઓ કે જેમને ઇન્કમટેક્સ ફાઇલ કરવા માટે ઓડિટ રિપોર્ટની જરૂર પડે છે તેમના માટે નાણાંકીય વર્ષ 2020-21ની ઇન્કમટેક્સ રિટર્નની મુદત વધારીને 15મી ફેબ્રુઆરી 2021 કરવામાં આવી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9