ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજ્યમાં ITની રેડ પડી છે. ભૂજ, રાજકોટ અને ગાંધીધામમાં ફાયનાન્સ, બ્રોકર અને રિયાલિટી ગ્રુપ પર રેડ કરવામાં આવી છે. આઇટીની 200 ટીમ રેડમાં જોડાઇ છે.
Advertisement
Advertisement
ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન સામે આવ્યુ છે. કચ્છમાં 30થી પણ વધારે સ્થળો પર ITના દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીધામ, અંજાર ભૂજમાં કંપનીના ભાગીદારોના નિવાસ અને ઓફિસે દરોડા પાડવામાં આવ્યા છે. ITના દરોડામા મોટા પાયે બેનામી વ્યવહાર સામે આવે તેવી શક્યતા છે.
ફાયનાન્સ, પ્રોપર્ટી, મિઠાઇના વેપાર સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર ITએ તવાઇ બોલાવી છે.
Advertisement