Gujarat Exclusive > રાજનીતિ > તમિલનાડુ ચૂંટણી: મતદાન પહેલા DMK નેતા એમકે સ્ટાલિનના જમાઈના ઠેકાણાં પર ITના દરોડા

તમિલનાડુ ચૂંટણી: મતદાન પહેલા DMK નેતા એમકે સ્ટાલિનના જમાઈના ઠેકાણાં પર ITના દરોડા

0
30

ચેન્નઈ: તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મતદાનના ઠીક પહેલા દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) સુપ્રીમો એમ કે સ્ટાલિનના (MK Stalin) જમાઈ સબારેસનના અનેક ઠેકાણે આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સબારેસનના ઘર સહિત અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. Tamil Nadu Assembly Polls 2021

સાઉથના રાજ્ય તમિલનાડુમાં વિધાનસભાની 234 બેઠકો પર એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન થવા જઈ રહ્યું છે. જ્યારે 2જી મેના રોજ મતગણતરી કરવામાં આવશે. મતદાન પહેલા જ એમ કે સ્ટાલિનના (MK Stalin) જમાઈના ઠેકાણા પર ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી રાજકારણ ગરમાયું છે.  

આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં વધારો, વાહન ચાલકો નારાજ Tamil Nadu Assembly Polls 2021

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે જ તમિલનાડુ પહોંચ્યા છે. આજે તેઓ ભાજપ અને તેના ગઠબંધનમાં રહેલી AIADMKના ઉમેદવારોના પ્રચાર માટે જનસભાઓને સંબોધન કરવાના છે. PM મોદી આજે મદુરાઈ અને કન્યાકુમારીમાં પ્રચાર કરશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat