Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Pegasus જાસૂસી પર IT મંત્રીના દાવા- IFFએ આપ્યા એક-એક નિવેદનના જવાબ

Pegasus જાસૂસી પર IT મંત્રીના દાવા- IFFએ આપ્યા એક-એક નિવેદનના જવાબ

0
186

પેગાસસ પ્રોજેક્ટ (Pegasus Project) ખુલાસાએ ભારતીય રાજનીતિમાં હલચલ પેદા કરી દીધી છે. આ લિસ્ટમાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પ્રહ્લાદ સિંહનું નામે પણ સામે આવ્યું છે. જ્યારે 40થી વધારે ભારતીય પત્રકારો પર જાસૂસીની વાત પ્રથમ રિપોર્ટ સામે આવ્યો હતો.

આ રિપોર્ટને લઈને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav)એ 19 જૂલાઈએ લોકસભામાં નિવેદન આપ્યું છે. ડિજિટલ રાઈટ્સની ભલામણ કરનારા નવી દિલ્હી સ્થિત, ઈન્ટરનેટ ફ્રિડમ ફાઉન્ડેશનએ આઈટી મંત્રીના બધા દાવાઓએ એક-એક ટ્વિમાં વેરિફાઈ કર્યું છે.

અશ્વિની વેષ્ણવનો દાવો નંબર- 1

દાવો- તે રિપોર્ટનો કોઈ આધાર નથી અને સુપ્રીમ કોર્ટ સહિત બધા પક્ષો દ્વારા સ્પષ્ટ રૂપથી ઈન્કાર કરી દીધો હતો. 18 જૂલાઈ 2021ના પ્રેસ રિપોર્ટ્સ પણ ભારતીય લોકતંત્ર અને તેની સંસ્થાઓને બદનામ કરવાની કોશિશ લાગે છે.

IFF: મંત્રીએ તે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ સુપ્રીમ કોર્ટના ક્યા કેસની વાત કરી રહ્યાં છે, WhatsApp પર પેગાસસના ઉપયોગનો કેસ હાલમાં જ Binoy Viswam v RBI સુનાવણીમાં સામે આવ્યું, જેમાં WhatsAppના વકીલે આવા દાવાઓનું ખંડન કર્યું હતુ. કોઈ સરકારી અધિકારી અથવા એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં દાવાઓનું ખંડન કર્યું નથી. તે ઉપરાંત,, રિપોર્ટમાં ભારત સરકાર અથવા કોઇ સરકારી અધિકારીનું નામ નથી. રિપોર્ટ માત્ર તે તરફ ઈશારો કરે છે કે NSO ગ્રુપના ક્લાઈન્ટ્સ માત્ર સરકાર છે, જેનો આંકડો 36 હોઇ શકે છે. જોકે, તે પોતાના ગ્રાહકની ઓળખ કરવાથી ઈન્કાર કરે છે, આ દાવો તે સંભાવનાથી ઈન્કાર કરે છે કે, ભારત અથવા વિદેશમાં કોઈપણ ખાનગી સંસ્થા ફોનમાં પેગાસસ મોકલવા માટે જવાબદાર છે, જેને ધ વાયર અને તેના પાર્ટનર્સે કન્ફોર્મ કરી છે.

અશ્વિની વેષ્ણવનો દાવો નંબર-2

દાવો- આરોપ છે કે આ ફોન નંબરો સાથે જોડાયેલા લોકોની જાસૂસી કરવામાં આવી રહી હતી.

IFF: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લીક થયેલા ડેટાબેસમાં 300થી વધારે વેરિફાઈડ ભારતીય મોબાઈલ ફોન નંબર સામેલ છે. જેમાંથી માત્ર 10 ફોનમાં જ સીધી રીતે પેગાસસ સ્પાઈવેરથી ટાર્ગેટ કરવાની વાત સામે આવી છે.

અશ્વિની વેષ્ણવનો દાવો નંબર-3

દાવો: રિપોર્ટ પોતે સ્પષ્ટ કરે છે કે લિસ્ટમાં કોઈ નંબર હોવાથી તેનો અર્થ તે નથી કે તેની જાસૂસી કરવામાં આવી હોય.

IFF: તે નિવેદન સત્ય છે પરંતુ તેમાં તે કહેવામાં આવ્યું નથી કે તે રિપોર્ટમાં એમનેસ્ટી ઈન્ટરનેશનલની સિક્યોરિટી લેબ દ્વારા કરવામાં આવેલા ટેક્નિકલ એનાલિસિસનું રિઝલ્ટ સામેલ છે, જેમાં તે વાતના પુરાવાઓ મળ્યા છે કે પેગાસસનો ઉપયોગ 10 ફોનના ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યો હોય.

અશ્વિની વેષ્ણવનો દાવો નંબર-4

દાવો: હવે જોઈએ કે ટેક્નોલોજીના માલિક NSOએ શું કહ્યું છે. હું કોટ કરૂ છું: “NSO ગ્રુપનું માનવું છે કે તમારા દ્વારા કરવામાં આવેલા દાવા પ્રાથમિક જાણકારીથી લીક થયેલા ડેટાની ભ્રામક વ્યાખ્યા પર આધારિત છે, જેમ કે HLR લુકઅપ સર્વિસ, જેનું પેગાસસ અથવા કોઈ અન્ય NSOના કસ્ટમર્સ ટાર્ગેટના લિસ્ટથી કોઈ સંબંધ નથી. આવી સેવાઓ કોઈપણ માટે અને ક્યાંય પણ જાહેર રીતે ઉપલબ્ધ છે અને સામાન્ય રીતે સરકારી એજન્સીઓની સાથે-સાથે દુનિયાભરમાં ખાનગી કંપનીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તે વિવાદથી બહાર છે કે ડેટાનું સર્વિલાન્સ અથવા NSO સાથે કંઈ લેવા-દેવા નથી. તેથી ત્યાં તે સૂચનો આપવા માટે કોઈ આધાર ના બની શકે કે ડેટાનો ઉપયોગ કોઈપણ રીતની જાસૂસી બરાબર છે. ”

IFF: નિવેદનના અંતના બે વાક્યોને મીડિયા રિપોટ્સ દ્વારા વેરિફાઈ કરી શકાય નહીં.

અશ્વિની વેષ્ણવનો દાવા નંબર-5

દાવો: અમારો કાયદો અને મજબૂત સંસ્થાઓમાં તપાસ અને સંતુલન સાથે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર જાસૂસી સંભવ નથી. ભારતમાં એક સ્થાપિત પ્રક્રિયા છે, જેના માધ્યમથી રાષ્ટ્રીય સુરક્ષાના ઉદ્દેશ્યથી ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનનો વૈધ ઈન્ટરસેપ્શન કરવામાં આવે છે, ખાસ કરીને કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ દ્વારા કોઈપણ પબ્લિક ઈમરજન્સીની ઘટના અથવા પબ્લિક સુરક્ષાના હિતમાં.

IFF: સર્વિલાન્સ ગેરકાયદેસર છે. સરકારા દ્વારા કરવામાં આવતી નિગરાની, પછી કાયદેસર હોય કે નહીં, નાગરિકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે, જેમાં આર્ટિકલ 19 હેઠળ બોલવાની સ્વતંત્રતાનો અધિકાર અને ફ્રિ એસોસિએશનનો અધિકાર અને આર્ટિકલ 21 હેઠળ ગોપનિયતાનો અધિકાર સામેલ છે. મોનિટરિંગથી સંબંધિત બધા નિર્ણય સરકારની કાર્યકારી શાખાની અંદર લેવામાં આવે છે અને તેમાં કોઈ સંસદીય અથવા ન્યાયિક તપાસ અને સંતુલન નથી. આઈટી એક્ટ હેઠળ કોમ્પ્યુટર રિસોર્સેસની નિગરાણી રાષ્ટ્રીય સુરક્ષા, પબ્લિક ઈમરજન્સીની ઘટના અથવા પબ્લિક સેફ્ટની હિતમાં સીમિત નથી. અસલમાં આઈટી એક્ટ હેઠળ મોનિટરિંગના આદેશ માટે કોઈ કારણ બતાવવાનું કારણ નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat