Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > IT અને GST Return ભરવાની મુદત લંબાવાઇ, જાણો ક્યાં સુધી આપી રાહત

IT અને GST Return ભરવાની મુદત લંબાવાઇ, જાણો ક્યાં સુધી આપી રાહત

0
251
  • ચૂંટણી આચાર સંહિતાને ધ્યાનમાં રાખી GST Return લંબાવવા કેન્દ્રનો નિર્ણય
  • CBDTએ કોરોના મહામારીને પગલે Return માટે વધુ મહિનાની રાહત આપી

નવી દિલ્હીઃ કોરોના મહામારીને ધ્યાનામાં રાખી કેન્દ્ર સરકારે GST Return ભરવાની અને ઓડિટ રિપોર્ટ જમા કરવાની અંતિમ તારીખ એક મહિનો લંબાવી દીધી છે. જ્યારે CBDTએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ બે મહિના લંબાવી દીધી છે. આથી વેપારીઓ અને કરદાતાઓને રાહત થશે.

GSTR-9 અને GSTR 9Cની ડેડલાઇન 31 ઓક્ટોબર

કેન્દ્રીય અપ્રત્યેક્ષ કર અને કસ્ટમ બોર્ડ (CBIC)એ બુધવારે એક ટ્વીટમાં જણાવ્યું કે આચાર સંહિતાને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચની મંજૂરી મેળવીને કેન્દ્ર સરકારે નાણા વર્ષ 2018-19 માટે GSTR-9 અને GSTR 9Cની ડેડલાઇન 30 સપ્ટેમ્બરથી લંબાવી 31 ઓક્ટોબર કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ રૂપિયો વધતા અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે સોનુ-ચાંદી ઘટ્યા

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કોવિડ સંકટ વચ્ચે અત્યાર સુધી વાર્ષિક જીએસટી રિટર્ન અને ઓડિટ સર્ટિફિકેટ તૈયાર નહીં કરી શકનારા વેપારીઓને રાહત થશે.

અગાઉ મે મહિનામાં સરકારે GST Return દાખલ કરવાની તારીખ 3 મહિના લંબાવી હતી. તેથી ડેડલાઇન 30 સપ્ટેમ્બર હતી. હવે કેન્દ્ર સરકારે વધુ એક મહિનો વેપારીઓને રાહત આપી છે.

GSTR-9 અને GSTR-9C શું હોય છે? Return

સેવા અને સેવા કર (GST) હેઠળ રજિસ્ટર્ડ કરદાતાએ વાર્ષિત રિટર્નરુપે GSTR-9 ફોર્મ ભરવાનું હોય છે. જેમાં વિવિધ કર સહિત કુલ સપ્લાય અને મેળવેલી રકમ અંગે માહિતી આપલાની હોય છે. જ્યારે GSTR-9C એક પ્રકારનું સ્ટેટમેન્ટ ફોર્મ હોય છે. જેમાં GSTR-9 અને વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટની મેળવણી થાય છે.

આ પણ વાંચોઃ UPSCનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, 4 ઓક્ટોબરની પરીક્ષા ટાળવી અસંભવ

IT Return ભરવાની ડેડલાઇન 30 નવેમ્બર કરવામાં આવી

બીજી બાજુ કેન્દ્રીય પ્રત્યેક્ષ કર બોર્ડ (CBDT)એ આકારણી વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (Return) ભરવાની અંતિમ તારીખ લંબાવીને 30 નવેમ્બર કરી દીધી છે. અગાઉ આ ડેડલાઇન 30 સપ્ટેમ્બર હતી.

અગાઉ 29 જુલાઇએ પણ IT Return ભરવાની ડેડલાઇનને બે મહિના લંબાવવામાં આવી હતી. આ અંગે CBDTએ બુધવારે એક જાહેરનામું બહાર પાડી માહિતી આપી હતી. આમ કોરોના સંકટમાં સતત ચોથી વાર ITRની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે.

IT Returnની મુદ્દત ચોથી વાર લંબાવાઇ

નોંધનીય છે કે ઇન્કમ ટેક્સ રિટર્નની મુદ્દત સતત ચોથી વખત લંબાવવામાં આવી છે. આ ડેડલાઇન સૌ પહેલાં 31 માર્ચ 2020 સુધી હતી. જેને લંબાવીને 31 જૂન કરવામાં આવી હતી. ત્યાર બાદ એક મહિનો એટલે કે 31 જુલાઇ કરવામાં આવી હતી. ત્રીજી વખત મુદ્ત લંબાવી 30 સપ્ટેમ્બર કરાઇ હતી. હવે નાણાવર્ષ 2019-20 માટે અને 2018-19 માટે બિલેટેડ/ રિવાઇઝ્ડ IT Returnની મુદ્દત 30 નવેમ્બર કરી દેવામાં આવી છે.

2018-19 માટે 10 હજાર લેટ Return ફી

નોધનીય છે કે નાણાવર્ષ 2018-19 માટે વિલંબથી આઇટી રિટર્ન ભરવા બદલ 10 હજાર રુપિયા લેટ રિટર્ન ફી ભરવાની રહેશે. જો કે કુલ આવક 5 લાખથી ઓછી હશે તો મહત્તમ લેટ ફી 1000 રુપિયા રહેશે.

આ પણ વાંચોઃ જાણો, સરકારની કઈ યોજનાથી રેશન કાર્ડ વગર પણ મળશે અનાજ

બિલેટેડ કે રિવાઇઝડ રિટર્ન શું હોય છે?

બિલેટેડ રિટર્ન એટલે કોઇ નાણાવર્ષ માટે રિટર્ન મૂળ ડેડલાઇન પછી ભરવામાં આવતું હોય. જ્યારે કોઇ વ્યક્તિએ રિટર્ન ભરી દીધું છે. પરંતુ કોઇ માહિતી રહી ગઇ હોય તો રિવાઇઝડ રિટર્ન ભરવામાં આવે છે. સામાન્ય રીતે ટેક્સ ક્લેઇમ ન કરવા કે ઇન્કમ અંગે માહિતી, બેન્ક ખાતાની વિગત વગેરેમાં ભૂલ થઇ હોય તો રિવાઇઝ્ડ રિટર્ન ભરવામાં આવે છે. બિલેટેડ રિટર્નને ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 139(4) હેઠળ ભરવામાં આવે છે. જ્યારે રિવાઇઝ્ડ રિટર્ન 139 (5) હેઠળ ભરાય છે.