ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં પરિવર્તન થવા જઇ રહ્યુ છે. અમે આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો સીએમ કેન્ડિડેટની જાહેરાત કરતા નથી. અમે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવા જઇ રહ્યા છીએ. જનતાએ વોટિંગ કરી છે. 16500થી વધારે રિસપોન્સ આવ્યા છે. જેમાંથી 73 ટકા લોકોએ ઇસુદાન ગઢવીનું નામ લીધુ છે.
Advertisement
Advertisement
જણાવી દઇએ કે, એક સમયે ઇશુદાન ગઢવી એક ખાનગી ચેનલ પર ખેડૂતો અને સામાન્ય લોકોની સમસ્યાઓને જોર-શોરથી ઉઠાવીને સરકારની ઝાટકણી કાઢતા હતા.
ગુજરાતી મીડિયામાં ઘણી ઓછી સંસ્થાઓ છે, જેઓ સામાન્ય લોકોની સમસ્યાઓને ઉઠાવે છે, તેવા સમયે ઇશુદાન ગઢવીએ પોતાના શોમાં સામાન્ય વ્યક્તિ અને તેની સમસ્યાઓનો સમાવેશ કર્યો હતો. આ દરમિયાન તેઓ ખાસા લોકપ્રિય બન્યા હતા. તેમને સામાન્ય લોકોની સમસ્યાઓને વાંચા આપીને સરકાર સુધી પહોંચાડી હતી.
સમયે એવી તો કરવટ લીધી છે કે આજે ગુજરાતની જનતાએ તેમની સમસ્યાઓને વાંચા આપનાર ઇશુદાન ગઢવી પોતે સરકારમાં બેસે અને તેઓ જ સરકારના વડા બને તેવી આશા વ્યક્ત કરી છે. એક સમયે સરકારને આયનો બતાવનાર ઇશુદાન ગઢવીને જ ગુજરાતની જનતાએ સીએમ પદના સક્ષમ ઉમેદવાર બનાવી દીધા છે.
ઇસુદાન ગઢવીનું ટ્વીટ
मुझ पर विश्वास रख मेरे जैसे आम आदमी को इतनी बड़ी जिम्मेदारी सोपने के लिए में आम आदमी पार्टी, अरविन्द केजरीवाल जी और खास कर गुजरात की जनता को दिल से धन्यवाद कहना चाहता हु।
में वचन देता हू की जनता का सेवक बन सदैव लोकहित के काम करूंगा।
— Isudan Gadhvi (@isudan_gadhvi) November 4, 2022
ઇસુદાને ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો
ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતમાં મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર થયા બાદ પોતાના સંબોધનમાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોરબી બ્રિજ તૂટવા પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. ઇસુદાન ગઢવીએ કહ્યુ કે આમ આદમી પાર્ટીની જો ગુજરાતમાં સરકાર બને છે તો દર 10 કિલોમીટર પર શાનદાર સરકારી સ્કૂલ બનશે, જેમાં લાખો રૂપિયાની ફી આપવાની જરૂર નહી પડે. સાથે 18 હજાર ગામમાં મોહલ્લા ક્લિનિક પણ ખુલશે, જેમાં એમબીબીએસ ડૉક્ટર હાજર રહેશે. ઇસુદાન ગઢવી પત્રકાર તરીકે તે દૂરદર્શન, ઇટીવી ગુજરાતી, વીટીવી સાથે કામ કરી ચુક્યા છે.
ગોપાલ ઇટાલિયાએ ઇસુદાન ગઢવીને શુભકામના પાઠવી
ગોપાલ ઇટાલિયાએ કહ્યુ કે, ઇસુદાન ભાઇએ સારામાં સારી જીંદગી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમારા બધા કરતા જે પ્રદેશની ટીમ છે તેમાં સૌથી વધુ મહેનત ઇસુદાન ભાઇએ કરી છે. છેલ્લા દોઢ વર્ષથી ઇસુદાન ભાઇની સાથે રહીને મે તેમની પાસેથી એમ સાંભળ્યુ નથી કે મારો મૂડ ખરાબ છે. ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે. સાબરમતી જેલમાં અમે ગયા ત્યારે પ્રોત્સાહન ઇસુદાન ભાઇએ આપ્યુ હતુ. ઇસુદાન જે રીતે ગુજરાતમાં સંઘર્ષ કરી રહ્યા છે, જનતા માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને આજે ગુજરાતની જનતાએ પસંદ કરી ગુજરાતનું નેતૃત્વ કરવાની તક આપી છે.
AAPના નેશનલ જોઇન્ટ સેક્રેટરી છે ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી છે. રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ગુજરાતની 16 લાખ 48 હજાર 500 જનતાએ પોતાના વિચાર રજૂ કર્યા છે. ગુજરાતના 16 લાખથી વધારે લોકોના વિચારના આધાર પર તેમણે નિર્ણય કર્યો છે. અહીની જનતાએ ઇસુદાન ગઢવીને પસંદ કરહ્યા છે, માટે અમારી પાર્ટીનો સીએમ ફેસ તે જ હશે. કેજરીવાલે કહ્યુ કે, ગુજરાત બદલાવ તરફ વધી રહ્યુ છે. AAPનું નવુ એન્જિન, નવી આશા છે. મહત્વપૂર્ણ છે કે અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરે પંજાબની જેમ સૂરતમાં પત્રકાર પરિષદ કરીને લોકોને પૂછ્યુ હતુ કે તે કોણે સીએમ પદ પર જોવા માંગે છે, તેમણે જનતાના વિચાર જાણવા માટે એક નંબર પણ જાહેર કર્યો હતો, જેની પર કૉલ અને વૉટ્સએપ દ્વારા લોકો 3 નવેમ્બર એટલે કે ગુરૂવારની સાંજ સુધી પોતાના વિચાર આપી શકતા હતા.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બર જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે ગુજરાતના પરિણામ હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે જ આવશે.
Advertisement