Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગર મનપાની ચૂંટણીમાં AAPની હારના ઇસુદાન ગઢવીએ ગણાવ્યા 10 કારણ?

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં AAPની હારના ઇસુદાન ગઢવીએ ગણાવ્યા 10 કારણ?

0
95

ગાંધીનગરઃ કોર્પોરેશનની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર, રેલીઓ, સભાઓ અને ડાયરો કરીને આમ આદમી પાર્ટી સત્તા સુધી પહોંચી શકી ન હતી. પરિવર્તન માટે મેદાને પડેલી પાર્ટીના જ કારણે ભાજપ સરળતા અને ભારે બહુમતીથી મનપામાં સત્તા પર પહોંચી. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં હાર મુદ્દે AAPના સિનિયર નેતા ઇસુદાન ગઢવીએ જે કારણો આપ્યા તે કોઇને ગળે ઉતરી શકે તેવા ન હતા.

ઇસુદાન ગઢવીએ હાર માટે આપેલા કારણો
1. અમે પ્રથમ વખત ગાંધીનગર મનપાની ચૂંટણી લડી રહ્યાં હતા. અમારી પાસે ચૂંટણીની તૈયારીઓ માટે સમય ઓછો હતો.
2. અમે 40 બાઠકો પર લડ્યા હતા. ફરીથી ચૂંટણી જાહેર થયા બાદ અમને પ્રચાર માટે 15 દિવસ જ મળ્યા હતા.
3. એપ્રિલમાં ચૂંટણી જાહેર કરાયા બાદ મૌકૂફ રાખવામાં આવી હતી.
4. અમે અમારા અગાઉના પ્લાનિંગ પ્રમાણે જન સંવેદના યાત્રામાં વ્યસ્ત હતા તેથી પ્રચાર અને રણનીતિ બનાવવા પુરતો સમય ન મળ્યો.
5. અમને 15-17 બેઠક જીતનો વિશ્વાસ હતો પરંતુ એક જ બેઠક જીતી શક્યા.
6. અમે કેટલીક અમે માત્ર 25-50 કે 200 મતોથી હાર્યા છીએ, વોટ શેરિંગમાં પણ અમે બીજા નંબરે છીએ.
7. ગાંધીનગરમાં હજી સુધી અમારુ સંગઠન બન્યું નથી, હજી અમે પુરતા આગેવાનો સિલેક્શન કરી શક્યા ન હતા.
8. જનતા પરિવર્તન ઇચ્છતી હતી પરંતુ અમે તેમને મતદાન મથકો સુધી લઇ ન જઇ શક્યા.
9. ગાંધીનગર મનપાની ચૂંટણી અમારો ટાર્ગેટ નથી. અમારો ટાર્ગેટ માત્ર 2022 વિધાનસભા સભાની ચૂંટણી જ છે.
10. સંગઠન વિના ચૂંટણી જીતી શકાતી ન હતી.
11. અમારા ટાર્ગેટની વચ્ચે ગાંધીનગરની મનપાની ચૂંટણી આવી ગઇ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat