બેંગલુરુ,મુંબઈ તા.25
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આજે રવિવારે સવારે એક વખત ફરી એક સાથે 36 સેટેલાઈટ અંતરીક્ષની ભ્રમણકક્ષામાં તરતા મૂકશે. ઇસરો તેના શ્રીહરિ કોટા સ્પેસ સેન્ટરના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ વ્હીકલ માર્ક-3 દ્વારા આ તમામ 36 સેટેલાઈટ બ્રિટનની ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્ક વન વેબ કંપની માટે તારત મૂકશે.
ઇસરોએ અગાઉ 2003ની 22મી ઓક્ટોબરે રાત્રે 12.07 વાગ્યે આ જ વેબ કંપની માટે એક સાથે 36 સેટેલાઈટ મૂક્યા હતા. આ કંપનીના ઈન્ટરનેટ સેટેલાઈટ છે. આ તમામ સેટેલાઈટ્સ પૃથ્વીથી 1200 કિલોમીટરના અંતરે અવકાશમાં તરતા રહેશે.
જેના થકી સેટેલાઈટનું જે ઝૂમખું સતત તરી રહ્યું છે તેમાં વધુ 36 સેટેલાઈટ ઉમેરાતા કુલ 648 સેટેલાઈટનું ઝુમખું તરતું જોવા મળશે. આ તમામ 36 સેટેલાઈટ જુદા જુદા 12 ભાગમાં વિભાજીત થઈને સમગ્ર વિશ્વને બ્રોડબેન્ટ સેવા પૂરી પાડશે.
Advertisement
Advertisement
Advertisement