Gujarat Exclusive > દેશ-વિદેશ > ઇઝરાયલમાં ધાર્મિક ઉત્સવમાં નાસભાગ થતાં સેંકડો ચગદાયા, 44નાં મોત અને 100થી વધુ ઘાયલ

ઇઝરાયલમાં ધાર્મિક ઉત્સવમાં નાસભાગ થતાં સેંકડો ચગદાયા, 44નાં મોત અને 100થી વધુ ઘાયલ

0
28

માઉન્ટ મેરોનમાં આયોજિત વાર્ષિક ધાર્મિક તહેવાર ‘લાગ બી ઓમર’ પ્રસંગે સર્જાઇ દુર્ઘટના

તેલ અવીવઃ ઉત્તર ઇઝરાયલના માઉન્ટ મેરોનમાં યહૂદીઓના ધાર્મિક તહેવારની ઉજવણીમાં નાસભાગ (Israel Festival Stampede)થતાં 44 લોકોનાં મોત થઇ ગયા. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થવા હોવાથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે ઘટનામાં 103થી વધુ લોકો ઘવાયા હોવાથી પરિસ્થિતિ ગંભીર છે.

ઇઝરાયેલી રુઢિવાદી યહૂદીઓનો મુખ્ય તહેવાર

ઇઝરાયલમાં જે ધાર્મિક ઉત્સવમાં નાસભાગની ઘટના થઇ તહેવારને લાગ બી’ ઓમર કહેવાય છે આ ઇઝરાયેલી રુઢિવાદી યહૂદીઓનો મુખ્ય તહેવાર છે. જે હિબ્રુ મહિના આયર (Iyar)ની 18મી તારીખે મનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભરુચમાં વેલફેર કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 15 જીવતા ભૂંજાયા

ઇઝરાયેલી મીડિયા મુજબ ગઇકાલ રાતે હજારોની સંખ્યામાં યહુદીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. યેરુશ્લેમ પોસ્ટના અહેવાલ મુજબ અત્યાર સુધી 44નાં મોતની પુષ્ટિ થઇ છે. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારનો કોર્ડન કરી લીધુ છે.

ઘવાયેલા પૈકી 38ની સ્થિતિ નાજુક

દરમિયાન ઇઝરાયલની બચાવ સેવા ધ મેગન ડેવિડ એડોમ (MDA)એ કહ્યું કે ઘવાયેલા પૈકી 38ની સ્થિતિ નાજુક છે. તેમાંથી ઘણા હજુ નાસભાગ (Israel Festival Stampede) ના સ્થળે પડ્યા છે. પોલીસને સાથે બચાવ અને રાહત ટીમ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાના કામમાં લાગી છે.

આ કાર્યક્રમમાં સમગ્ર રાત હોળી પ્રગટાવવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે અને નૃત્ય કરવામાં આવે છે. આ જ શહેરમાં બીજી સદીના સંત રબ્બી શિમાન બાર યોચાઇનો મકબરો છે અને તેને યહુદીઓના સૌથી મોટા ધાર્મિક સ્થળો પૈકીનું એક ગણવામાં આવે છે.

આ પણ વાંચોઃ કોરોના: 300 વૈજ્ઞાનિકોનો PM મોદીને પત્ર, ‘નવા વેરિએન્ટ પર સમયસર રિસર્ચ જરૂરી’

ગત વર્ષે આયોજન રદ કરાયું હતું

કોરોના વાઇરસને કારણે ગત વર્ષે આ ધાર્મિક ઉત્સવનું આયોજન રદ કરાયું હતું. આ વખતે સફળ વેક્સિનેશન બાદ કાર્યક્રમ યોજવા મંજૂરી મળી હતી. જેને પગલે મોટી સંખ્યા યહૂદી કાર્યક્રમમાં હાજર થયા હતા. આ ઉત્સવ એક સ્ટેડિયમમાં યોજાઇ રહ્યો હતો.

સ્ટેડિયમનો એક ભાગ તૂટતા ભાગદોડ

પોલીસના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં લોકો એક જગ્યા બેસી જતાં સ્ટેડિયમનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેને કારણે ભાગદોડ મચી હતી. લોકો ચારે બાજુ ભાગવા લાગ્યા. જેમાં મોટાભાગે વૃદ્ધો અને બાળકોનાં મોત નીપજ્યાં છે. ઇઝરાયલી મીડિયાએ જમીન પર પ્લાસ્ટિકની થેલીઓમાં ઢંકાયેલા શબોની એક તસવીર પ્રકાશિત કરી છે.

ઘાયલોને એરલિફટ કરવા 6 હેલિકોપ્ટર તહેનાત Israel Festival Stampede

ઇઝરાયલની ઇમરજન્સી સેવાએ ઘાયલોને ઘટનાસ્થળેથી એરલિફ્ટ કરવા માટે 6 હેલિકોપ્ટર તહેનાત કર્યા છે. જ્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટનાને ભારે આફત ગણાવી ઘાયલોના સાજા થવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે અમે બધઆ ઘાયલોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ બીજી લહેરની ચેતવણી PMને ગયા વર્ષે જ નિષ્ણાતોએ આપી હતી, નજરઅંદાજ કરી દેવાઇ

ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે ટીકાકરણ કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયા પછી લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપી છે. વેક્સિનેશન પછી ઇઝરાયેલમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. કેસોમાં ઘટાડો થવાને કારણે જનજીવન સામાન્ય થવા લાગ્યું હતું અને શુક્રવારે શાળાના બાળકો સહિત હજારો લોકો આયોજન સ્થળે એકત્ર થયા હતાં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat