Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું મોદી સરકાર અમલદારશાહીમાં સુધારો લાવવાના બહાને અનામત ખત્મ કરવા જઇ રહી છે?

શું મોદી સરકાર અમલદારશાહીમાં સુધારો લાવવાના બહાને અનામત ખત્મ કરવા જઇ રહી છે?

0
3889

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશની બ્યૂરોક્રેસીને સુધારવાની દિશામાં અનેક પગલા ઉઠાવી રહી છે. તાજેતરમાં જ તેણે ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા નાણામંત્રાલયના અનેક અધિકારીઓને સમય પહેલા જ નિવૃત કરી દીધા હતા. રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન મોદીની સરકાર ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓને ઘર મોકલવાનું કામ આગળ પણ ચાલુ રાખશે. સરકારનું વલણ જોતા લાગી રહ્યું છે કે તે સારુ પ્રદર્શન નહીં કરે, યોગ્ય પરિણામ નહીં આપે અથવા કામમાં ભૂલ કરનારા અધિકારીઓને માફ કરવાના મૂડમાં નથી. સરકારે સૈન્યને કહ્યું છે કે, તે એ વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓને નિવૃત કરે જે આતંકી હુમલાનો શિકાર બનેલા સૈન્ય કેમ્પોના કમાન્ડર હતા. સરકાર આ પગલાથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓને સમય કરતા વહેલા નિવૃત કરવાની તેની યોજના ફક્ત વહીવટી સ્તર પર જ નહીં પરંતુ પોલીસ અને સૈન્યમાં લાગુ થશે. 20 જૂનના રોજ પ્રશિક્ષણ વિભાગે તમામ મંત્રાલયોના સચિવાલયોને પત્ર લખીને કહ્યું છે કે, તે જનહિતમાં એવા અધિકારીઓ સંબંધિત ફાઇલો સોંપે જેમને સમય કરતા પહેલા નિવૃત કરવા જોઇએ. સરકારના આ પગલાથી કેટલાક અધિકારીઓ ખુશ છે. તેઓ માને છે કે જેનાથી બ્યૂરોક્રેસીમાં સુધારો આવશે.

સુધારાના બહાને ખાનગીકરણને પ્રોત્સાહન?

પરંતુ સરકારની આ યોજના ત્યારે સવાલોના ઘેરામાં આવી જ્યારે તેણે ખાનગીકરણના લોકોને સરકારમા સામેલ કરવા સંબંધિત પોતાની લેટરલ એન્ટ્રી યોજનાનો વિસ્તાર કર્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, મોદી સરકાર ખાનગી ક્ષેત્રના નિષ્ણાંતોને ઉપસચિવ અથવા નિર્દેશકના સ્તરના 400 સરકારી પદો પર નિમણૂક કરવાની યોજના પર કામ કરી રહી છે. આ યોજનાની બે રીતે ટીકા થઇ રહી છે. અનેક જાણકારોના મતે એપ્રિલમાં ખાનગી ક્ષેત્રના નવ નિષ્ણાંતોની સંયુક્ત સચિવ બનાવ્યા બાદ સરકારી પદો પર આ પ્રકારની લોકોની સંખ્યા સીધી 400 કરવા માંગે છે જે બતાવે છે કે મોદી સરકાર બ્યૂરોક્રેસીમાં સુધાર અને નવી પ્રતિભા લાવવાના નામ પર સરકારી કામકાજ ખાનગીકરણ કરી રહી છે. તેમના મતે આ પ્રકારના ખાનગીકરણથી પ્રભાવશાળી અને તાકાતવર લોકો સરકારી કામકાજ અને નીતિઓમાં હસ્તક્ષેપ કરવાની સ્થિતિમાં આવી શકે છે.

જોકે, આ સ્થિતિ માટે સરકારી કંપનીઓ પણ ઓછી જવાબદાર નથી. આ માટે એક ઉદાહરણ દ્ધારા સમજીએ. ક્યારે દેશમાં સૌથી વધુ નફો કરનારી સરકારી કંપનીઓમાંથી એક રહેલી બીએસએનએલ છેલ્લા ત્રણ વર્ષોમાં સતત ખોટ કરી રહી છે. હવે સ્થિતિ એવી બની ગઇ છે કે 18 વર્ષોમાં પ્રથમવાર આ સરકારી ટેલિકોમ કંપની પોતાના 1.76 લાખ કર્મચારીઓનો પગાર આપી શકવાની સ્થિતિમાં નથી. જાણકારોના મતે આ સ્થિતિના અનેક કારણો છે. જો એક તરફ સરકાર પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ પર વધુ ધ્યાન પી રહી છે તો બીજી તરફ બજારની પરિસ્થિતિઓનો સામનો કરવા, ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા અને સરકારી પૈસાનો દુરુપયોગ રોકવામાં બીએસએનએલ નિષ્ફલ રહી છે. એવામાં હવે કંપનીની અંદર જ અવાજ ઉઠવા લાગ્યો છે કે ખરાબ પ્રદર્શન કરનારા અને નબળા કર્મચારીઓને કાઢી નાખવામાં આવે. તાજેતરમાં જ ગુજરાત સ્થિત ઓલ ઇન્ડિયા ગેજ્યુએટ એન્જિનિયર્સ એન્ડ ટેલિકોમ ઓફિસર્સ એસોસિયેશને સરકારને પત્ર લખીને બીએસએનએલમાં લેટરલ એન્ટ્રી સ્કિમ લાગુ કરવાનું સમર્થન કર્યું છે.

લેટરલ એન્ટ્રીથી અનામતનો ખતરો?

આ યોજનાની ટીકાનું બીજું કારણ છે અનામત. વાસ્તવમાં જે કેન્દ્રિય કર્મચારીઓ યોજના હેઠળ સરકાર ઉપસચિવ, નિર્દેશકના પદો પર ખાનગી ક્ષેત્રના લોકોન લાવવા પર વિચાર કરી રહી છે. જેમાં અનામતના નિયમ લાગુ થતા નથી. આરટીઆઇ હેઠળ મળેલી જાણકારી અનુસાર, આ પદો પર અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અને ઓબીસી વર્ગને કોઇ અનામત આપવામાં આવ્યું નથી. આ અંગે પૂછાયેલા સવાલ પર સરકારે તર્ક આપ્યો હતો કે આ યોજના હેઠળ ભરતીઓ એક પદ માટે કરવામાં આવે છે અને એક પદ માટે અનામત આપવામા આવતું નથી. સરકારનો આ જવાબ યુનિવર્સિટીમાં શિક્ષકોની ભરતી માટે લાવવામાં આવેલા 13 પોઇન્ટ રોસ્ટરની યાદ અપાવે છે. આ સિસ્ટમ હેઠળ યુનિવર્સિટીના બદલે વિભાગોને એકમ માનવામાં આવતા શિક્ષકોની ભરતી કરવામાં આવવાન હતી. જો આ રોસ્ટર સિસ્ટમ લાગુ થયું હોત તો અનામત હોવા છતાં અનામત લાગુ થઇ શક્યું ના હોત.

પરંતુ લેટરલ એન્ટ્રી મામલે સરકાર એક કદમ આગળ વધી છે. અહીં એક વિભાગ નહી પરંતુ એક પદને જ એક એકમની જેમ લઇ રહી છે. જો આ યોજનાનો અમલ કરવામાં આવશે તો અનૌપચારિક રીતે અનામત ખત્મ કરવા જેવુ હશે. ઇન્ડિયન એક્સપ્રેસના કહેવા પ્રમાણે, દેશમાં ઉપસચિવ નિર્દેશક સ્તરના 1300 પદ છે. જેમાંથી 650 પદ કેન્દ્રિય સચિવાલય સેવા હેઠળ રિઝર્વ છે જેનો અતિક્રમણ કરી શકાય નહીં. આ માટે સરકારના નિયમોમાં સંશોધન કરવુ પડશે. પરંતુ બાકી બચેલા 650 પદને અસર કરી શકાય છે. આ તમામ પદો પર અખિલ ભારતીય સેવા (આઇએએસ, આઇપીએસ, આઇએફએસ, આઇઆરએસ અને અન્ય સેવાઓ) અધિકારીઓ સિવાય આયકર વિભાગ, કસ્ટમ, રેલવે, ટેલિકોમ સહિતની સેવાઓ માટે અધિકારીઓની નિમણૂક કરી શકાય છે. સરકાર આવા 400 પદ પર અનામત વિના ખાનગી ક્ષેત્રના લોકોને લાવવાની તૈયારી કરી રહી છે. જાણકારોના મતે આ પ્રકારે સરકાર લગભગ 60 ટકા પદો પર એસસી, એસટી, અને ઓબીસી વર્ગોને નજર અંદાજ કરવાનું કામ કરશે.

સરકારની આ યોજનાને અનામત વિરોધી માનવાને વધુ એક કારણ છે. વાસ્તવમાં અનેક જાણકારો કહી રહ્યા છે કે દેશના પ્રમુખ વહીવટીતંત્ર અને સરકારી પદો પર દલિત, આદિવાસી અને ઓબીસી વર્ગના અધિકારીઓ પહોંચી શકતા નથી. તેમને સરકારમાં સામેલ કરતા મહત્વપૂર્ણ પદો પર નિમણુક કરવામાં આવતા નથી. આ પ્રકારના વર્ગોના અધિકારીઓ મોટેભાગે એવા પદો આપવામાં આવે છે જે નિમ્ન વહીવટી સ્તર સુધી સિમિત હોય છે. હવે આ પદો પર સરકાર અનામત વિના અને કોઇ પણ પ્રકારની ઔપચારિક પરીક્ષા વિના ખાનગી ક્ષેત્રના લોકોને લાવી રહી છે. જેથી તેને પછાત વર્ગોના હકને છીનવી લેવાના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે.

ગુજરાતના ‘નાથ’ તો રૂપાણી જ રહેશે, કોઇએ નવા કપડા સિવડાવવા નહીં