Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું કોરોનાથી મરતા લોકોના આંકડા પર ગુજરાત સરકાર જૂઠ બોલી રહી છે?

શું કોરોનાથી મરતા લોકોના આંકડા પર ગુજરાત સરકાર જૂઠ બોલી રહી છે?

0
100

ભારતમાં કોરોનાથી પ્રતિદિવસ હજારો લોકોના મોત થઈ રહ્યાં છે. જોકે, આપણા દેશના વડાપ્રધાન તેમનો મોદી મહેલ (સેન્ટ્રલ વિસ્ટા) બનાવવામાં વ્યસ્ત છે. તો સરકારો કોરોનાથી મરતા લોકોના સાચા આંકડાઓ દેશ સામે રજૂ કરી રહ્યાં નથી તેવું પ્રિન્ટ મીડિયાની રિપોર્ટિંગથી પૂરવાર થઈ રહ્યું છે.

આ અંગે પહેલા પણ અનેક પ્રશ્ન ઉઠી ચૂક્યા છે. અમેરિકા સુધીના નિષ્ણાતોએ ભારતમાં મરતા લોકોના આંકડાઓ ઉપર પ્રશ્ન ઉઠાવ્યા છે. વાત કરીએ આપણા ગુજરાતની તો રૂપાણી સરકાર પણ લોકોને સાચા આંકડાઓ બતાવી રહી નથી.

જોકે, ગુજરાતના પ્રીન્ટ મીડિયાનું રિપોર્ટિંગ તે દર્શાવે છે કે, ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે પરંતુ તે આંકડાઓને સરકાર દ્વારા દર્શાવવામાં આવી રહ્યાં નથી. આમ ગુજરાતની રૂપાણી સરકાર સામે ગુજરાતી મીડિયાએ હલ્લાબોલ કરી દીધું છે.

સૌરાષ્ટ્ર સમાચારે 6 મેના દિવસે પોતાના ભાવનગર સંસ્કરણમાં 16 પેજમાંથી 8 પેજ પર કોરોનાથી મરેલા લોકોની શ્રદ્ધાંજલિ છાપી હતી. જ્યારે દેશની ગોદી મીડિયા સરકારને પ્રશ્ન પૂછવાની જગ્યાએ સિસ્ટમને બ્લેમ કરી રહી છે. કોરોના સંકટ પર સીધા પ્રશ્ન પૂછવાની જગ્યાએ હજું પણ સરકારનો ગમે તેમ રીતે લૂલો બચાવ કરી રહી છે, તો ગુજરાતી મીડિયા ડાયરેક નામ લઈને પ્રશ્ન કરવાનું સાહસ બતાવી રહી છે.

ગુજરાતના મુખ્ય સમાચાર પત્રોમાં પ્રતિદિવસ કોરોનાથી મરી રહેલા લોકોના શોક સંદેશ કોવિડ મહામારીના મેનેજમેન્ટ અને ડેથ ડેટા પર પ્રશ્ન ઉભા કરી રહ્યું છે.

સૌરાષ્ટ્ર સમાચારે 6 મેના દિવસે માત્ર પોતાના ભાવનગર સંસ્કરણના 16 પેજના સમાચાર પત્રમાં 8 પેજ પર 238 લોકોના શોક સંદેશ છપાયા હતા. પ્રથમ નજરમાં જોતા તે અસામાન્ય સમયની સામાન્ય ઘટના લાગી શકે છે પરંતુ સંવેદનશીલ લોકોને જરૂર તે સમજ્યા હશે કે, સમાચાર પત્ર કોવિડથી થઈ રહેલા મોતો અને સરકારી આંકડાઓના ફરકને બતાવવા માટે એક સંપાદકીય લખવાની જગ્યાએ આઠ પેજમાં એડિટોરિયલ છાપી રહ્યાં હતા. જેમાં 9 મેના દિવસે ભાવનગર સંસ્કરણમાં 195 લોકો માટે શોક સંદેશ છાપ્યા, જ્યારે 2 મહિના પહેલા 9 માર્ચે આ સંખ્યા 21ની હતી.

8 મેના દિવસે ભાવનગર સંસ્કરણમાં 161 લોકોના શોક સંદેશ છપાયા જ્યારે તે દિવસે સરકારી આંકડાઓના હિસાબથી આખા સૌરાષ્ટ્રમાં માત્ર 53 કોરોના દર્દીઓના મોત થયા હતા, જ્યારે ભાવનગર સહિત 11 જિલ્લા આવે છે.

સરકારી આંકડાઓમાં હેરાફેરી?

સ્થાનિક ગુજરાતી સમાચાર પત્રોએ ગાઉન્ડ રિપોર્ટિંગના કારણે સરકારી આંકડાઓમાં ફરક સામે લાવ્યા છે.

આના કેટલાક ઉદાહરણ:

ગુજરાત સમાચાર અનુસાર ભરૂચના કોરોના સમર્પિત સ્મશાનમાં 8 મેના દિવસે સાત કલાકની અંદર 35 બોડીનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર ભરૂચમાં કોરોનાથી 8 મેના દિવસે માત્ર 3 લોકો મર્યા છે.

સંદેશ સમાચાર અનુસાર ગુજરાતની ગિર સોમનાથ જિલ્લા હોસ્પિટલમાં 8 મેના દિવસે 6 લોકોના કોરોનાથી મૃત્યું થઈ જ્યારે સરકારી આંકડાઓના હિસાબથી 8 મેના દિવસે જિલ્લામાં માત્ર એક કોરોના દર્દીનું મૃત્યુ દર્શાવવમાં આવ્યું છે.

સંદેશ સમાચાર અનુસાર ગાંધીનગરમાં 8 મેના દિવસે 36 કોરોના પીડિતનું મૃત્યું થયા છે, જ્યારે ગુજરાત સરકારના આંકડાઓના હિસાબથી માત્ર 2.

સંદેશ અનુસાર ભરૂચના કોરોના સમર્પિત સ્મશાનમાં 7 મેના દિવસે 65 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જ્યારે ગુજરાત સરકાર અનુસાર માત્ર 2 કોરોના દર્દીઓના મોત થયા હતા.

ગુજરાતમાં સરકારી આંકડાઓ અને જમીની આંકડાઓમાં આ અંતર પ્રતિદિવસ સામે આવી રહ્યો છે. શાસનથી ડર્યા વગર ગુજરાતી મીડિયા વાસ્તવિકતા સામે લાવી રહ્યાં છે અને પ્રશ્ન પણ કરી રહ્યાં છે.

સંદેશ સમાચાર અનુસાર 25 એપ્રિલથી 3 મે વચ્ચે ગુજરાતના સાત મોટા શહેરો (અમદાવાદ, ગાંધીનગર, સૂરત, વડાદો, રાજકોટ, ભાવનગર, જામનગર)માં 8286 લોકોનું અંતિમ સંસ્કાર કોવિડ પ્રોટોકલ સાથે કરવામાં આવ્યું, જ્યારે ગુજરાત સરકારના આંકડાઓમાં તે સંખ્યા માત્ર 1061 હતી.

અસલમાં ગુજરાતમાં કોવિડનો કહેર અને ગુજરાતીઓના જીવન પર તેની અસર અસીમિત છે. ગુજરાતના ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી પીડિત છે અને પોતાનું જીવન બચાવવા માટે ચિંતિત છે. કાગળો ઉપર આઈસોલેશન વોર્ડ અને સુવિધાઓ છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે, સરકારથી પણ બચવું છે અને પોતાની વિશ્વસનિયતા પણ જાળવી રાખવી છે. તેથી તેઓ જેટલું બની શકે તેટલું કામ કરી રહ્યાં છે. અસલમાં ગુજરાતમાં ગ્રાઉન્ડ પરની સ્થિતિ વધારે ભયાનક છે. હાલમાં જે સામે આવી રહ્યું છે, તે માત્ર એક નાનો એવો અંશ છે. કેમ કે, હજું ગામડાઓમાં થઈ રહેલા મોતોના આંકડાઓ સામે આવી રહ્યાં નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat