Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું કોરોનાની દવાના નામ પર રામદેવે ફરીથી દેશને ગેરમાર્ગે દોર્યો?

શું કોરોનાની દવાના નામ પર રામદેવે ફરીથી દેશને ગેરમાર્ગે દોર્યો?

0
36

19 ફેબ્રુઆરીએ યોગ ગુરૂ રામદેવની કંપની પતંજલિએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં કોરોનિલ માટે આયુષ મંત્રાલય પાસેથી પ્રમાણ પત્ર મળવાની જાહેરાત કરી.

પતંજલિ આયુર્વેદે કહ્યું હતું કે ડબ્લ્યુએચઓ સર્ટિફિકેશન યોજના હેઠળ કોરોનિલ ગોળીઓને કોવિડ-19 ની સારવારમાં સહાયક દવા તરીકે આયુષ મંત્રાલય તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

જોકે, જ્યારે આ સમાચાર મીડિયા સુધી પહોંચ્યા ત્યારે તેનું સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો હતો. ઘણા ન્યુઝ ચેનલોએ રામદેવનો ઇન્ટરવ્યુ લેતા દાવો કર્યો હતો કે પતંજલિની ડ્રગ કોરોનિલને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે.

આ સમારંભ પછી 19 ફેબ્રુઆરીએ થયેલી એક પ્રેસ કોન્ફ્રન્સમાં રામદેવ તેવું કહેતા નજરે પડ્યા કે, તેમને વૈજ્ઞાનિક પ્રમાણો અને શોધોના આધાર પર કોરોના વાયરસ સામે લડવા માટે કોરોનિલ બનાવી છે.

આ દરમિયાન તેઓ અનેક રિસર્ચ પેપર્સનો હવાલો આપતા જોવા મળે છે. એક એન્કર દ્વારા તેમને દવાના ટ્રાયલ સંબંધી ડેટા માંગવાના પ્રશ્ન પર તેમને કહ્યું કે, પતંજલિની વેબસાઈટની સાથે-સાથે આ ડેટા WHOની વેબસાઈટ ઉપર પણ ઉપલબ્ધ છે.

જોકે, WHOની વેબસાઈટમાં ભારતની માહિતી આપનાર સેક્શનમાં કોરોનિલ અંગેની માહિતી શોધવામાં આવતા કોઈ જ ડેટા પ્રાપ્ત થયો નહતો.

આ સિવાય બાબા રામદેવે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે હવે આ દવા રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર નહીં પણ પ્રિવેન્શન અને નિવારણની શ્રેણીમાં છે અને ડબ્લ્યુએચઓ સહિત અનેક સંસ્થાઓ દ્વારા તેને ‘સર્ટિફાઇડ’ એટલે પ્રમાણિત કરવામાં આવી છે.

જોકે, આ દરમિયાન સોશિયલ મીડિયા યૂઝર્સ અને કેટલીક મીડિયા ચેનલોએ સીધા કહેવાનું શરૂ કરી દીધું છે કે ડબ્લ્યુએચઓએ આ દવાને મંજૂરી આપી છે.

સાધારણ યૂઝર્સ ઉપરાંત અનેક મીડિયા કર્મચારીઓ અને ચેનલોએ પણ આ દાવાઓ સાથે પોતાના કાર્યક્રમ પ્રસારિત કર્યા.

ન્યૂઝ નેશન ચેનલની રામદેવ સાથે વાતચીતની શરૂઆતમાં જ ચેનલના કન્સલ્ટિંગ એડિટર દીપક ચૌરસિયા કહે છે કે, “જૂનમાં કોરોનિલના આવવાથી પ્રશ્ન ઉભા થયા હતા પરંતુ આને હવે WHOઓની મંજૂરી મળી ચૂકી છે.”

તે પછી તેઓ રામદેવને ડબ્લ્યુએચઓ તરફથી કોરોનિલની ‘સ્વીકૃતિ’ વિશે પૂછે છે, તેના જવાબમાં રામદેવ કહે છે કે ડબ્લ્યુએચઓની એક ટીમ આવી અને તેને જ કોરોનિલને લાઇસન્સ આપ્યું પછી 150થી વધુ દેશોમાં આ દવા વેચવા માટે પરવાનગી મળી ગઈ.

આવો જ દાવો ઈન્ડિયા ટીવીના વડા રજત શર્મા દ્વારા કરવામાં આવ્યો હતો. ટ્વીટમાં શર્માએ લખ્યું છે કે ‘કોરોનાની બીજી લહેરની આહટ, રામદેવની કોરોનિલને મળી ડબ્લ્યુએચઓની માન્યતા.’

જોકે મીડિયા રિપોર્ટો અનુસાર, ટ્વિટરના નિયમોના ઉલ્લંઘનના કારણે આ ટ્વિટ ટ્વિટર દ્વારા જ ડિલિટ કરી દેવામાં આવ્યો હતો.

તે પછી શુક્રવારે આખો દિવસ આ મુદ્દા ઉપર વિભિન્ન મીડિયા સંસ્થાઓના ટ્વિટ સામે આવ્યા.

આ વચ્ચે મુંબઈ ભાજપાની પ્રવક્તા સંજૂ વર્માએ પણ પતંજલિની કોરોનિલને ડીસીજીઆી અને ડબ્લ્યૂએચોની મંજૂરી મળવાને મોદી સરકારની સફળતા ગણાવી.

તેમને તે પણ લખ્યું કે, પતંજલિને WHO પાસેથી સ્વીકૃતિ લેવામાં છ મહિનાનો સમય લાગ્યો પરંતુ આ પ્રતીક્ષા કામે આવી. આ દવા ‘ખાન માર્કેટ ગેંગ’ના મોઢા ઉપર એક થપ્પડ છે જે ઘરની બનેલી ચીજોની મજાક ઉડાવે છે.

શું છે સત્ય

તે પછી તે સાંજે જ WHO દક્ષિણ પૂર્વ એશિયાના ટ્વિટર હેન્ડલ પરથી તે વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી કે, તેમને કોરોના વાયરસની કોઈપણ પરંપરાગત દવાને સ્વીકૃતિ આપી નથી.

સોશિયલ મીડિયા પર ઉભા થયેલા વિવાદ વચ્ચે પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ ખુલાસો કર્યો હતો કે કોરોનિલ માટે જે ડબ્લ્યુએચઓ જીએમપી કમ્પ્લિયન્ટ સીઓપીપી ભારત સરકારના સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી મળેલો છે.

તેમણે ટ્વિટમાં લખ્યું, ‘અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કોરોનિલ માટેનું અમારું ડબ્લ્યુએચઓ જીએમએમ સુસંગત સીઓપીપી સર્ટિફિકેટ ભારત સરકારના ડીજીસીઆઈ દ્વારા આપવામાં આવ્યુ હતું. તે સ્પષ્ટ છે કે ડબ્લ્યુએચઓ કોઈપણ દવાને મંજૂરી આપતું નથી. ડબ્લ્યુએચઓ વિશ્વમાં બધા માટે સારું ભવિષ્ય બનાવવા માટે કામ કરે છે.’

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના સભ્ય દેશો વચ્ચે દવાઓના આંતરાષ્ટ્રીય વ્યાપારની સુવિધા માટે સભ્યોના અનુરોધ પર પ્રમાણ પત્ર યોજના શરૂ કરી હતી, જે અનુસાર અરજી કરનાર અથવા દવા ઈમ્પોર્ટ કરનાર કંપની એક્સપોર્ટ કરનાર કંપની પાસે સર્ટિફિકેટ ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડ્ક્ટ એટલે સીઓપીપીની માંગ કરશે, જે કોઈ પ્રમાણ પત્ર એકમ જ આપી શકે છે અને જે ભારતમાં તે આપવાની લાયકાત સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (ડીસીજીઆઈ) પાસે છે.

જીએમપી અથવા ગુડ્ઝ મેન્યુફેક્ચરીંગ પ્રેક્ટિસ એ દવાઓની ગુણવત્તાનું પ્રમાણપત્ર છે, જે ડબ્લ્યુએચઓ દ્વારા નિર્ધારિત ધોરણોના આધારે કોઈપણ દેશના નિયમનકારે બહાર પાડવામાં આવે છે.

સામાન્ય ભાષામાં સમજીએ તો આયુષ ભારત સરકારના મંત્રાલયે કોરોનિલને જીએમપી-માન્યતા પ્રાપ્ત સીઓપીપી આપ્યું છે. જેને આપવામાં વિશ્વ આરોગ્ય સંગઠનની કોઈ જ ભૂમિકા હોતી નથી.

એવામાં સતત મીડિયા સંસ્થાઓ દ્વારા ‘કોરોનિલને WHOની મંજૂરી મળવાની’ વાત એકદમ ખોટી છે.

શું 150થી વધારે દેશોમાં પહોંચશે કોરોનિલ?

શુક્રવારના કાર્યક્રમ પછી, રામદેવ અને બાલકૃષ્ણએ ઘણી મીડિયા સંસ્થાઓ સાથે વાત કરી અને કહ્યું કે તેમને 150થી વધારે દેશોમાં કોરોનિલ વેચવાની મંજૂરી મળી છે.

પતંજલિના નિવેદનમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે સીઓપીપી હેઠળ કોરોનિલ હવે 158 દેશોમાં નિકાસ કરી શકાશે. જોકે, તેમનો તે દાવો પણ પોકળ સાબિત થઈ રહ્યો છે.

આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને વર્લ્ડ મેડિકલ એસોસિએશનના વર્તમાન ખજાનચી રવિ વંખેડકરે જણાવ્યું હતું કે, “ડબ્લ્યુએચઓ કોઈ પણ દવા વેચવા માટે મહિનાઓ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત પરીક્ષણો કરે છે અને તે પછી પોતાના દિશા-નિર્દેશ બનાવે છે.”

તેમને આગળ બતાવ્યું કે, “કોવિડ-10ના સંદર્ભમાં જ વાત કરીએ તો પાછલા આખા વર્ષ દરમિયાન WHO દ્વારા સોલિડ્રેટરી ટ્રાયલ ચલાવવામાં આવ્યું અને અત્યાર સુધી માત્ર એક જ દવા- કર્ટિકોસ્ટીરોડ્સને જ સંગઠન દ્વારા અનુમતિ મળી છે. તે ઉપરાંત અલગ-અલગ દેશોના ડ્રગ કંટ્રોલર પોત-પોતાન સ્તર પર ઈમરજન્સિ સ્થિતિ માટે ઉપચારોની સ્વીકૃતિ આપી રહ્યાં છે. કેમ કે, હવે કોઈ દવા નથી તો ઈમરજન્સીની સ્થિતિમાં દવાના ઉપયોગની અનુમતિ આપવામાં આવી રહી છે અને આવી કોઈપણ અનુમતિ, કોઈપણ દેશથી બાબા રામદેવની કોઈપણ દવાને મળી નથી.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat