Gujarat Exclusive > દેશ-વિદેશ > આ દેશમાં શું માત્ર BJP વર્કર જ ભારતીય છે: મહેબુબા મુફ્તી

આ દેશમાં શું માત્ર BJP વર્કર જ ભારતીય છે: મહેબુબા મુફ્તી

0
72

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP ચીફ મહેબુબા મુફ્તીએ કેન્દ્રમાં સત્તા પર રહેલી ભાજપ પર નિશાન સાધ્યુ છે. મહેબુબા મુફ્તીએ કહ્યુ કે, “જ્યારથી અમે DDC ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે ત્યારથી જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક-દોઢ વર્ષથી અતિરેકમાં વધારો કરવામાં આવ્યો છે. અંધ કાયદો આખા દેશમાં ચાલી રહ્યો છે, આ ક્ષણે UAPA સૌથી મોટું શસ્ત્ર બની ગયું છે. Mahebooba Mufti

આ સિવાય મહેબુબા મુફ્તીએ કહ્યુ, “જ્યારથી તેમણે (BJP)એ સરકાર સંભાળી છે ત્યારથી દેશના ટુકડા કરવા સિવાય કઇ કરી નથી રહ્યા.” Mahebooba Mufti

PDP ચીફે કહ્યુ, તે મુસ્લિમોને પાકિસ્તાની, સરદારોને ખાલિસ્તાની, એક્ટિવિસ્ટોને અર્બન નક્સલ, વિદ્યાર્થીઓને ટુકડે ટુકડે ગેન્ગનો સભ્ય અને રાષ્ટ્ર-વિરોધી ગણાવે છે. હું આ સમજવામાં નિષ્ફળ છું કે દરેક કોઇ આતંકવાદી અને દેશ વિરોધી છે તો આ દેશમાં ભારતીય કોણ છે? માત્ર BJP વર્કર?”

આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી બેઠક પર ડિસેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી

મુફ્તીએ કહ્યુ,તે મારી પાર્ટી પર પ્રતિબંધ લગાવવા માંગે છે કારણ કે હું પોતાનો અવાજ ઉઠાવુ છું. મુફ્તીએ કહ્યુ કે જ્યાર સુધી કાશ્મીર મામલો હલ નથી થઇ જતો, સમસ્યા બની રહેશે. આ સાથે જ મુફ્તીએ કહ્યુ, જ્યાર સુધી તે આર્ટિકલ 370ને પરત નથી લાવતા ત્યાર સુધી આ સમસ્યાનું સમાધાન નહી થાય. મંત્રી આવશે અને જતા રહેશે, માત્ર ચૂંટણી કરાવવી સમસ્યાનું કોઇ હલ નથી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9