Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશભરમાં લૉકડાઉનની તૈયારીમાં છે મોદી સરકાર? જાણો અધિકારીએ શું કહ્યુ

દેશભરમાં લૉકડાઉનની તૈયારીમાં છે મોદી સરકાર? જાણો અધિકારીએ શું કહ્યુ

0
120

નવી દિલ્હી: શું કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવી શકે છે? સોશિયલ મીડિયામાં તેને લઇને સવાલ પૂછવામાં આવી રહ્યો છે. જોકે, કેન્દ્ર સરકારના અધિકારીઓનું કહેવુ છે કે આવો કોઇ પ્લાન નથી. ઓફિશિયલ સુત્રોનું કહેવુ છે કે દેશભરમાં લૉકડાઉનનો કેન્દ્ર સરકારનો કોઇ પ્લાન નથી પરંતુ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના સંક્રમણ રોકવા માટે પ્રતિબંધ વધારવા કહેવામાં આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે દેશભરમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારાને કારણે કેટલાક રાજ્યની સરકારોએ લોકોની મૂવમેન્ટ પર પ્રતિબંધ મુક્યો છે.

અત્યાર સુધી આશરે 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી કોરોના કરર્ફ્યૂ અને લૉકડાઉન જેવા પ્રતિબંધ લાગુ કરવામાં આવી ચુક્યા છે. આ વચ્ચે હેલ્થ મિનિસ્ટ્રી તરફથી દેશના આવા જિલ્લામાં કડક લૉકડાઉનની સલાહ આપવામાં આવી ચુકી છે, જ્યા કોરોનાનો પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ અને કોરોના ટાસ્ક ફોર્સ તરફથી આ મામલે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. કુંભ મેળામાંથી પરત ફરેલા લોકોને કારણે પણ કોરોના સંક્રમણની વાતો કહેવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે કુંભ મેળામાંથી પરત ફરેલા લોકો ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં કોરોનાના ફેલાવાનું કારણ પણ બની શકે છે.

રવિવારે પણ દેશમાં કોરોના સંક્રમણના 3.62 લાખ કેસ મળ્યા છે. જેમાંથી 10 રાજ્યમાંથી 70 ટકા કેસ મળ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન સામેલ છે. દેશમાં 10 દિવસથી કોરોનાના 3 લાખથી વધુ નવા એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. દિલ્હી, યુપી, રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યોમાં હોસ્પિટલો પર ભારે દબાણ જોવા મળી રહ્યુ છે. અહી સુધી કે સ્મશાનો અને કબ્રસ્તાનોમાં પણ સંકટ જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો: કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવવા સુપ્રીમ કોર્ટનું લૉકડાઉનનું સૂચન

કેન્દ્ર સરકારે કહ્યુ- લૉકડાઉનથી પ્રભાવિત થશે પ્રવાસી મજૂર

દેશભરમાં લૉકડાઉનને લઇને કેન્દ્ર સરકારનું માનવુ છે કે તેનાથી મોટી સંખ્યામાં રોજગાર છીનવાઇ જશે. ખાસ કરીને પ્રવાસી મજૂર તેનાથી પ્રભાવિત થશે, જેને કારણે કેન્દ્ર સરકાર તરફથી લૉકડાઉન પર વિચાર કરવામાં નથી આવી રહ્યો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat