Gujarat Exclusive > દેશ-વિદેશ > દીકરીઓ માટે કેટલો સુરક્ષિત દેશ? સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો

દીકરીઓ માટે કેટલો સુરક્ષિત દેશ? સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો

0
160
  • રાજસ્થાનમાં બે સગીરાઓ પર સામુહિક દુષ્કર્મ (Minor Gang Raped)

  • બુલંદશહરમાં પાડોશી યુવકે સગીરાને પીંખી નાંખી

  • મધ્ય પ્રદેશમાં સગીરા પર સામુહિક બળાત્કાર (Gang Rape)

(Rape Case In India) નવી દિલ્હી: દેશમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારને અટકાવવા માટે મોટી-મોટી વાતો થઈ રહી છે, પરંતુ મહિલાઓ પર જુલમમાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો. આજે સમગ્ર દેશના લોકોમાં ઉત્તર પ્રદેશમાં હાથરસમાં એક દલિત દીકરી (Hathras Gangrape) પર આચરવામાં આવેલા દુષ્કર્મ (women rape case) ની ઘટના પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યો છે.

આ યુવતીએ દિલ્હીની હોસ્પિટલમાં પોતાની જીવનલીલા સંકેલી લીધી અને પોલીસે પણ તેના પરિવારજનોની સહમતિ વિના તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. હજુ તો આ યુવતીની ચિતાની રાખ ઠંડી પણ નહીં થઈ હોય અને આવી અન્ય ઘટનાઓ સામે આવવા લાગી છે. જેમાં ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.

જેમાં બલરામપુરમાં એક 22 વર્ષની વિદ્યાર્થિની પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ તેનું મોત નીપજ્યું છે. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે, નરાધમોએ પોતાની હવસ (women rape case) સંતોષ્યા બાદ તેના હાથ-પગ તોડી નાંખ્યા હતા અને તેને નશાનું ઈન્જેક્શન આપીને મોકલી હતી. જો કે પોલીસે હાથ-પગ તોડવાની વાતનો ઈન્કાર કર્યો હતો.

રાજસ્થાનમાં બે સગીરાઓ સાથે સામુહિક દુષ્કર્મ

આવી જ એક ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. અહીંના બારન વિસ્તારમાં પહેલા બે સગીરાઓનું અપહરણ કરવામાં આવ્યું. જો બાદ તેમને કોટા અને જયપુર લઈ જઈને 3 દિવસ સુધી તેઓના ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પણ પોલીસનું કહેવું છે કે, સગીરાઓએ પોતાના નિવેદનમાં ગેંગરેપના આરોપનો ઈન્કાર કર્યો છે.

જ્યારે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં સગીરાઓએ આરોપીઓ પર બળજબરીથી કેફી પીણું પીવડવાની ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો હતો.

13 અને 15 વર્ષની આ સગીરાઓના પિતાએ પોલીસને જણાવ્યું કે, બે સગીર આરોપીઓ 18 સપ્ટેમ્બરે તેમની પુત્રીઓને લલચાવીને કોટા અને જયપુર લઈ ગયા. જ્યાં તેઓએ અન્ય ત્રણ લોકો સાથે મળીને તેમના પર સામુહિક દુષ્કર્મ (women rape case) આચર્યું હતું.

સગીરાઓના પરિવારજનોએ આરોલ મૂક્યો છે કે, તેઓએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ ના કરવા માટે કહેવામાં આવ્યું છે. જો ફરિયાદ દાખલ કરશો, તો જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે.

આ પણ વાંચો: કંદોઇની હવે ખેર નથી, છુટક મીઠાઇના બોક્સ પર પણ એક્સપાયરી ડેટ ફરજિયાત

ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, જ્યારે બન્ને સગીરાઓના પિતાએ આ સબંધમાં ફરિયાદ કરી, તો પોલીસ પીડિતાઓને જ પોલીસ સ્ટેશન લઈ ગઈ.

જ્યારે બન્ને સગીરાઓએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી સંભળાવી, તો આરોપીઓએ તેમને જાનથી મારવાની ધમકી આપી. પરિવારનો આરોપ છે કે, પોલીસની સામે જ આરોપીઓએ તેમને ધમકી આપી હતી.

બુલંદશહરમાં સગીરાને પડોશી યુવકે પીંખી નાંખી (women rape case)

બુલંદશહરમાં પણ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ (women rape case) ની ઘટના સામે આવી છે. બુલંદશહર પોલીસે જણાવ્યું કે, અહીં સગીરા પર તેના પડોશીએ જ રેપ કર્યો હતો.

આ અંગે જાણકારી આપતા SSP સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમની પડોશમાં રહેલા 20 વર્ષીય યુવકે જ તેમની પુત્રી પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહ્યું છે. હાલ પીડિતાની સારવાર ચાલી રહી છે અને આરોપીઓને પકડવા માટે ટીમો કામે લાગી ગઈ છે.

મધ્ય પ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ

(women rape case)

ત્રીજી ઘટના મધ્ય પ્રદેશના ખરગોન વિસ્તારની છે. જ્યાં એક સગીરાનું ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી ત્રણ નરાધમોએ તેની સાથે ગેંગરેપ કર્યો.

પીડિતાના ભાઈએ જણાવ્યું કે, ત્રણેય આરોપીઓ મંગળવારે રાત્રે તેમના ઘરે આવ્યા અને પાણી માંગ્યું હતું. કોઈ વાતને લઈને તેમના અને આરોપીઓ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જે બાદ આરોપીઓ તેની બહેનને પરાણે ખેતરોમાં ખેંચીને લઈ ગયા, જ્યાં તેમણે વારાફરથી તેની સાથે દુષ્કર્મ (women rape case) આચર્યું હતું.

આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતા અને ફરિયાદ દાખલ કરી છે. હજુ સુધી ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસનું કહેવું છે કે, અમારી ટીમ સતત આરોપીઓને શોધી રહી છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે.

મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર વધ્યાં

ગત વર્ષે દરરોજ 87 મહિલાઓ સાથે દુષ્કર્મ થયો છે. આ છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી દુષ્કર્મની ઘટનાઓ છે. જે મીડિયા સુધી પહોંચી શકી છે. આ સિવાય આવી અનેક ઘટનાઓ હશે, જેના તરફ મીડિયાનું ધ્યાન પણ નહીં ગયું હોય. તાજેતરમાં જ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 2019માં દેશમાં દુષ્કર્મના 32,033 કેસ દાખલ કરવામાં આવ્યા હતાં.