ટ્વિટરના નવા માલિક એલન મસ્કે સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ પર પહેલા પ્રતિબંધિત કરેલા એકાઉન્ટ પરથી તરત જ પ્રતિબંધ હટાવવાની અટકળો પર તેવું કહીને વિરામ લગાવી દીધો છે કે હાલમાં ટ્વિટરની કોન્ટેટ મોડરેશન નીતિઓમાં ફેરફાર થશે નહીં.
Advertisement
Advertisement
એલન મસ્કે પોતાના ટ્વિટર હેન્ડલથી કેટલાક કલાકો પહેલા કરેલા ટ્વિટમાં આની જાણકારી આપી છે.
તાજા ટ્વિટમાં તેમને લખ્યું, સ્પષ્ટ કરી દઉ કે અત્યાર સુધી અમે ટ્વિટરની કોન્ટેન્ટ મોડરેશન નીતિઓમાં કોઈ જ ફેરફાર કર્યો નથી.
તે ઉપરાંત અન્ય એક ટ્વિટમાં તેમને કોન્ટેન્ટ મોડરેશન કાઉન્સિલ બનાવવાની જાહેરાત કરી.
તેમને તેમાં લખ્યું, “વ્યાપક અને વિવિધ દ્રષ્ટિકોણ પર વિચાર કરવા માટે ટ્વિટર એક કોન્ટેન્ટ મોડરેશન કાઉન્સિલ બનાવશે. કાઉન્સિલની બેઠકના પહેલા કોન્ટેન્ટ પર કોઈ મોટો નિર્ણય થશે નહીં, ના કોઇ બ્લોક એકાઉન્ટ ફરીથી શરૂ કરવામાં આવશે.”
એલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા પછી અટકળો લગાવવામાં આવતી હતી કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ ફરીથી શરૂ થઇ જશે. તે ઉપરાંત ભારતની અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ છે. કંગનાના સમર્થક પણ એલન મસ્કને પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યાં છે. પરંતુ મસ્કની તાજેતરની જાહેરાતોથી બંનેને નિરાશા થઇ શકે છે.
અન્ય એક ટ્વિટમાં તેણે લખ્યું કે, “કોમેડી હવે ટ્વિટર પર કાયદેસર છે.”
શુક્રવારે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાનો સોદો પૂરો કર્યા પછી બધાની નજર હવે એલોન મસ્કની આગળની યોજનાઓ પર છે. લોકો ચિંતિત છે કે હેટ સ્પીચ અને ખોટી માહિતીને સંચાલિત કરતા ટ્વિટરના નિયમો એલોન મસ્ક આવ્યા પછી ઢીલા થઈ જશે.
શુક્રવારે એલોન મસ્કએ પદ સંભાળતાની સાથે જ કંપનીના ત્રણ ટોચના અધિકારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. તે લોકોમાં કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેહગલ અને બોર્ડ ચેરમેન બ્રેટ ટેલરનો સમાવેશ થાય છે.
Advertisement