Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > IRDAIનો વીમા કંપનીઓને આદેશઃ કોરોના કેશલેસ ક્લેમ અંગે 60 મિનિટમાં નિર્ણય લો

IRDAIનો વીમા કંપનીઓને આદેશઃ કોરોના કેશલેસ ક્લેમ અંગે 60 મિનિટમાં નિર્ણય લો

0
54

દિલ્હી હાઇકોર્ટના 28 એપ્રિલના ચુકાદા બાદ ઇરડાએ વીમા કંપનીઓને સરક્યૂલર મોકલ્યું

નવી દિલ્હીઃ દેશની વીમા નિયામક ઓથોરિટી (IRDAI order insurance companies)એ વીમા કંપનીઓને કોરોના કેશલેસ ક્લેમ મામલે 60 મિનિટમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો અંગે આ મહત્વનું પગલું છે.

ઇરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે કોવિડ-19 કેશલેસ સારવાર ક્લેમ પર ફાઇનલ બિલ બન્યાના 60 મિનિટમાં જ નિર્ણય લેવામાં આવે. તેનાથી દર્દીઓને ડિસચાર્જમાં વિલંબ નહીં થાય અને હોસ્પિટલની બેડની રાહ જોઇ રહેલા અન્ય દર્દીને ઝડપથી સારવાર મળી રહે.

ઇરડાએ તમામ જનરલ અને હેલ્થ ઇંશ્યોરન્સ કંપનીઓને કહ્યું છે કે તમામ પ્રક્રિયા પુરી થયા અને રિસિપ્ટ આપ્યા બાદ કંપની 60 મિનિટમાં ક્લેમ મંજૂર કરવા કે નામંજૂર કરવા અંગેની મીહિતી નેટવર્ક હોસ્પિટલને આપે દે.

આ પણ વાંચોઃ જજ અને સરકારના ટોપ અધિકારી પણ સોશિયલ મીડિયા પર માંગી રહ્યાં છે મદદ

બીજા દર્દીઓને બેડ માટે વધુ રાહ જોવી ન પડે

વીમા રેગ્યુલેટરે કહ્યું કે ક્લેમ મંજૂર કે મામંજૂર કરવાની પ્રક્રિયાને ઝડપથી પૂરી (IRDAI order insurance companies) કરવામાં આવે. જેથી બીજા દર્દીઓને બેડ માટે રાહ જોવી ન પડે. ઇરડાએ દિલ્હી હાઇકોર્ટના આદેશ બાદ વીમા કંપનીઓને આ આદેશ આપ્યો છે.

દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું હતું

દિલ્હી હાઇકોર્ટે 28 એપ્રિલે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વીમા કંપનીઓ કોરોના દર્દીઓના હોસ્પિટલ ખર્ચના બિલનું ક્લેમ પાસ કરવામાં 6-7 કલાકનો સમય લઇ શકે નહીં. તેનાથી દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. તેથી વીમા કંપનીઓ 30થી 60 મિનિટમાં ક્લેમ અંગે લેવાયેલા નિર્ણયની માહિતી આપે.

વીમા કંપનીઓ આદેશનું પાલન નહીં કરે તો કાર્યવાહીઃ જસ્ટિસ

જસ્ટિસ પ્રતિભા સિંહે કહ્યું હતું કે જો કોઇ મામલે વીમા કંપની કે થર્ડ પાર્ટી ક્લેમ પ્રોસેસમાં 6-7 કલાકનો સમય લે છે તો તેમના પર કોર્ટની અવગણના હેઠળ કાર્યવાહી થશે. હાઇકોર્ટે ઇરડાને આ અંગે આદેશ આપવા કહ્યું હતું.

આ પણ વાંચોઃ શું તૈયારી વગર 18+ માટે રસીકરણની જાહેરાત કરી હતી?

ઇરડાએ જારી કરેલા સર્ક્યૂલરમાં વીમા કંપનીઓને ટાઇમ લાઇનનું ખાસ ધ્યાન રાખવાની સુચના આપવામાં આવી છે. સાથે કહેવાયું છે કે ક્લેમ પ્રોસેસની પ્રક્રિયામાં ઝડપ લાવી તાત્કાલિક નિર્ણય લે. ઇરડાએ વીમા કંપનીઓને પોતાના સંબંધિત થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA)ને પણ ટાઇમલાઇનનું ખાસ ધ્યાન આપવા આદેશ આપવાનું કહ્યું છે.

અત્યાર સુધી શું નિયમ

અગાઉ ઇરડાએ કેશલેસ ટ્રીટમેન્ટ અંગે ગત વર્ષે એક સર્ક્યુલર બહાર પાડ્યું હતું. જેમાં વીમા કંપનીઓને કેશલેશ સારવાર ક્લેમની મંજૂરીની માહિતી 2 કલાકમાં હોસ્પિટલમાં આપવાનો આદેશ આપ્યો હતો. જેમાં કંપનીઓએ હોસ્પિટલથી બિલની પાવતી મળ્યાના બે કલાકની અંદર હોસ્પિટલને જાણકારી આપવાની હતી.

ગત વર્ષે જ કોરોનાનો વીમામાં સમાવેશ IRDAI order insurance companies

પ્રાપ્ચ વિગત મુજબ ગત વર્ષે માર્ચમાં કોવિડને આરોગ્ય વીમા હેઠળ સમાવેશ કરાયો. કેશલેસ સારવારની સુવિધા નેટવર્ક હોસ્પિટલોની સાથે હંગામી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ છે. નાણા મંત્રાલયના આંકડા મુજબ વીમા કંપનીઓ તરફથી અત્યાર સુધી 8,642 કરોડ રુપિયાના કોરોના અંગેના 9 લાખથી વધુ ક્લેમનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ હવે તો લોકોને મર્યા પછી પણ લાઈનમાં ઉભુ રહેવું પડી રહ્યું છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat