Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > એક દોઢ વર્ષથી ઘેર બેઠા કામ કરીને કંટાળ્યા છો, ‘વર્ક ફ્રોમ હોટેલ’ની છે ઓફર

એક દોઢ વર્ષથી ઘેર બેઠા કામ કરીને કંટાળ્યા છો, ‘વર્ક ફ્રોમ હોટેલ’ની છે ઓફર

0
161

રેલવેની સબસિડિયરી IRCTCએ પેકેજની કરી શરૂઆત, જાણો કેટલા રુપિયા ખર્ચવા પડશે

નવી દિલ્હીઃ કોરોના મહામારીને કારણે વર્ક ફ્રોમ હોમ તો છે જ, હવે વર્ક ફ્રોમ હોટેલ (IRCTC Work from Hotel)ની ઓફર પણ આવી છે. ભારતીય રેલવેની ટિકિટિંગ, કેટરિંગ અને ટૂરિઝમની સેવા આપતી સબસિડયરી કંપની IRCTC ઘેર બેઠા કામ કરી કંટાળી ગયેલા લોકો માટે એક ખાસ ઓફર આવી છે.

કોરોના મહામારીને કારણે દેશભરમાં લાખો લોકો છેલ્લા એક દોઢ વર્ષથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવા અને કોરોના વાઇરસથી બચવા પણ લોકો ઘરોમાં એક પ્રકારે કેદ થઇ ગયા. આવા લોકો માટે હવાફેર અને પરિવર્તન તરીકે વર્ક ફ્રોમ હોટેલ પેકેજની સુવિધા ભારતીય રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશને (IRCTC ) શરુ કરી છે.

આ પણ વાંચોઃ ચીનના કડક પ્રતિબંધને કારણે બિટકોઇન ત્રણ મહિનાના તળિયેઃ રોકાણકારોના 4.5 લાખ કરોડ ડૂબ્યા

કેટલા લોકો માટે અને કેટલાનું છે પેકેજ?

IRCTCના વર્ક ફ્રોમ હોટેલ પેકેજ (IRCTC Work from Hotel)માં તમે પોતાના કોઇ પણ મનપસંદ હોટેલમાં રોકાઇ શકો છો. જો કે અત્યારે તેની શરુઆત કેરળથી શરુ કરવામાં આવી છે.જેની સંપૂર્ણ માહિતી આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

પેકેજની શરુઆત 10,126 રુપિયાથી થાય છે. જેમાં ત્રણ લોકો માટે 5 રાત્રિનું રોકાણ છે. પેકેજનાં ડિસઇન્ફેક્ટેડ રૂમ, ત્રણ ટાઇમનું ડીનર, બે વખત ચા-કોફી, વાઇ-ફાઇ, સેફ કાર પાર્કિંગ અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સામેલ છે.

હાલ કેરળના ક્યા શહેરોમાં હોટલ ઉપલબ્ધ

IRCTC Work from Hotel  પેકેજમાં કેરળના કોચ્ચિ, મુન્નાર, થેકેડી, કુમારકોન, એલેપ્પે, કોવલમ અને વાયનાડ શહેરોની લક્ઝ્યુરિયસ હોટેલમાં રોકાણનો વિકલ્પ છે. પેકેજમાં કામ સંબંધિત 5 દિવસ માટે આ ઓફર લેવાની રહેશે. જેમાં તમામ પ્રકારની સ્વચ્છતા અને કોવિડ પ્રોટોકોલનુ પાલન કરવા અંગનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સતત ચોથા મહિને મોંઘવારીમાં થયો વધારો, દેશની જનતા કફોડી સ્થિતિમાં

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat