Gujarat Exclusive > દેશ-વિદેશ > IRCTCએ ચા અને ભોજનના ભાવમાં કર્યો ફેરફાર, હવેથી ચૂકવવા પડશે આટલા પૈસા

IRCTCએ ચા અને ભોજનના ભાવમાં કર્યો ફેરફાર, હવેથી ચૂકવવા પડશે આટલા પૈસા

0
372

લાખો રેલવે મુસાફર માટે આ સમાચાર અગત્યના સાબિત થઈ શકે છે. કારણ કે, ભારતીય રેલવેએ ટ્રેનોમાં ચા અને જમવાની કિંમતોમાં બદલાવ કર્યો છે. એટલે કે, ટ્રેનમાં ચા અને ભોજન માટે હવે તમારે પહેલા જેટલી કિંમતો ચુકવવી પડશે નહીં. જણાવી દઈએ કે, નવી કિંમતોમાં GST શામેલ છે. તેની માહિતી ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિજમ કોર્પોરેશન (IRCTC)એ એક એક્સચેન્જ ફાઈલિંગમાં આપી હતી.

આ છે ટ્રેનમાં ભોજનની કિંમતો (GST સહિત)

-વેજ નાસ્તો, 35 રૂપિયા
-નોન વેજ નાસ્તો, 45 રૂપિયા
-સામાન્ય વેજ ભોજન, 70 રૂપિયા
-સામાન્ય ભોજન (એન્ડા કરી ), 80 રૂપિયા
-સામાન્ય ભોજન (ચિકન કરી ), 120 રૂપિયા
-વેજ બિરયાની (350 ગ્રામ), 70 રૂપિયા
-અન્ડા બિરયાની (350 ગ્રામ), 80 રૂપિયા
-ચિકન બિરયાની (350 ગ્રામ ), 100 રૂપિયા
-સ્નેક્સ (350 ગ્રામ), 50 રૂપિયા

ઈ-કેટરિંગના માધ્યમથી વધુ મળી રહ્યા છે ફૂડ ઓર્ડર

જણાવી દઈએ કે, IRCTCને દર મહિને લગભગ 21,000 ફૂડ ઓર્ડર ઈ-કેટરિંગના માધ્યમથી મળે છે. એક-ડોઢ વર્ષ પહેલાની વાત કરીએ તો હવે IRCTCને આઠ હજાર ફૂડ ઓર્ડર જ ઈ-કેટરિંગના માધ્યમથી મળે છે. પ્રત્યેક ઓર્ડર પર IRCTCને 12 ટકા કમીશન મળે છે.

આ મહિનામાં એક સમાચાર આવ્યા હતા કે, રેલવે નવી સિસ્ટમ શરૂ કરવાના છે, જેની હેઠળ મુસાફરી વખતે મુસાફરોને તેના પંસદનું ભોજન મળશે. રેલવેએ મુસાફરો માટે એક નવી પહેલ કરી છે, જેનુ નામ છે ‘ખુશિયો કી ડિલીવરી’ જોકે, IRCTCને પોતાના હાલના કેટરિંગ સિસ્ટમને રિબ્રેન્ડ કરવાનો પ્રયત્ન કરી રહી છે. જેની હેઠળ IRCTCને 700 ફૂડ વેન્ડરની સાથે કરાર કર્યા છે. જેના માધ્યમથી મુસાફરોને લગભગ 350 રેલવે સ્ટેશનો પર તેમના મનપસંદનું ભોજનની ડિલીવરી મળશે. આ 350 રેલવે સ્ટેશનોની પસંદી આ પ્રકારે થઈ છે કે, તેમાંથી પસાર થતી લગભગ તમામ ટ્રેનો અને રેલવે રૂટ કવર થઈ જાય અને વધુમા વધુ મુસાફરો તેનો લાભ લઈ શકે છે.

IRCTCની આ યોજના હેઠળ મુસાફરી દરમિયાન સબવે, ડોમિનોઝ પિઝા, બિરયાની બ્લૂઝ, હલ્દીરામ્સ, ફાસોસ, નિરૂલાલ અને સરવાના ભવન સહિત ઘણી જગ્યાએથી જમવાનું ઓર્ડર કરી શકશો.

‘મફત શિક્ષણથી લઇ મેડિકલ ટેસ્ટ સુધી’, કેજરીવાલે 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો