Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે..!‘ IRCTCએ લગેજ રૂલ્સમાં કર્યા ધરખમ ફેરફાર, ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જાણી લો

‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે..!‘ IRCTCએ લગેજ રૂલ્સમાં કર્યા ધરખમ ફેરફાર, ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જાણી લો

0
1118

નવી દિલ્હી: હવે પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસમાં વધારે સામાન લઈ જવો તમને મોંઘો પડી શકે છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ઓપરેટ કરનારી IRCTCએ સામાન નિયમો (Luggage Rules)નું કડક રીતે પાલન કરવાનું નક્કી કર્યું છે. IRCTCના નવા નિયમો પ્રમાણે એક્ઝક્યૂટિવ ચેર કારના મુસાફરોને 70 કિલો વજન લઈ જવાની મંજૂરી મળશે. જ્યારે ચેર કારથી મુસાફરી કરનારા પ્રવાસીઓ 40 કિલો સુધીનું વજન લઈ જઈ શકશે. આ ઉપરાંત 5 થી 12 વર્ષ સુધીના બાળકો પોતાની સાથે વધારેમાં વધારે 50 કિલો વજન લઈ જઈ શકશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, હવેથી કોઈ પણ પેટી, સૂટકેસ અથવા કોઈ બોક્સનો આકાર 100cm x 60cm x 25cm હોવો જોઈએ. આનાથી વધારે આકારના સામાનોને બ્રેક વાનમાં મોકલવામાં આવશે. લિમિટ કરતા વધારે વજન હોવા પર મુસાફરો પાસેથી વધારાના 109 રુપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.

જણાવી દઈએ કે, અન્ય લાંબા અંતરની ટ્રેનોમાં લગેજ રુલ્સ લાગૂ થાય છે. જો કે કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાથી અને વજન માપવાના ઉપકરણો ના હોવાના કારણે તેને લાગૂ નથી કરવામાં આવી શકતા.

અન્ય ખાસ સુવિધાઓ
IRCTCના જણાવ્યા પ્રમાણે, જો મુસાફરી દરમિયાન પેસેન્જરના ઘરે ચોરી થાય છે, તો રેલવે તેના નુક્સાનની ભરપાઈ ઈન્સ્યોરન્સ મારફતે કરશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારા ઘરમા ચોરી થઈ જાય છે, તો વીમા કંપની તમને 1 લાખ રુપિયા આપશે. મુસાફરે FIRની કોપી વીમા કંપનીને આપવી પડશે. વીમા કંપની દ્વારા તપાસના અંતે વળતર ચૂકવવામાં આવશે. તેજસ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોએ ફરજીયાત 25 લાખ રુપિયાનો ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેવો પડશે.

મુસાફરી સમયે સામાનની ચિંતામાંથી મુક્તિ
અત્યાર સુધી ટ્રેનમાં મુસાફરી કરનારા પેસેન્જરને પોતે જ પોતાનો સામાન લઈને સ્ટેશન સુધી જવું પડતું હતું, પરંતુ હવે તમને જલ્દી પોતાના સામાનને લઈને ખાસ સુવિધા પૂરી પાડવામાં આવશે. જે અંતર્ગત જો તમે ટિકિટ બૂક કરાવી દીધી છે અને કન્ફોર્મ છે, તો રેલવે તમારો સામાન તમારા ઘરેથી લઈ જશે અને પછી તમારી સીટ સુધી પહોંચાડી દેશે. આ પ્રકારે તમારે જ્યા જવું છે, ત્યાં ટ્રેન પહોંચવા પર સ્ટેશનથી તમારો સામાન તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ હશે. આ સુવિધા નજીવા ચાર્જમાં મળી જશે.

કેજરીવાલની જીત પાછળ પ્રશાંત કિશોરની I-PACએ કેવી રીતે કર્યું કામ?