Gujarat Exclusive > દેશ-વિદેશ > ઈરાને બ્રિટિશ ઓઈલ ટેન્કર પર કબ્જો જમાવ્યો, જહાજ પર 23 ક્રૂ મેમ્બરમાં 18 ભારતીયો

ઈરાને બ્રિટિશ ઓઈલ ટેન્કર પર કબ્જો જમાવ્યો, જહાજ પર 23 ક્રૂ મેમ્બરમાં 18 ભારતીયો

0
231

ખાડીમાં તનાવ વચ્ચે હોર્મુજના સ્ટ્રેટ (Strait of Homruz)માં બ્રિટિશ ઓઈલ ટેન્કરોને ઈરાન દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ ઓઈલ ટેન્કરોમાં પકડવામાં આવેલા એખ ટેન્કરની અંદર 23 ક્રૂ મેમ્બરમાંથી 18 ભારતીય નાગરિકો પણ સામેલ છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, જહાજમાં કેટલા ક્રૂ મેમ્બર ભારતીય છે. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન આપી જણાવ્યું કે, અમે વધારે જાણકારી મળવાની રાહ જોઈ રહ્યાં છીએ. અમારૂ મિશન ભારતીય નાગરિકોને ઝડપથી મુક્ત કરાવવાનું છે. આ માટે અમે ઈરાન સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.

18 ભારતીયો અને 5 ચાલક દળના સભ્યો રશિયા, ફિલિપાઈન્સ, લાત્વિયા અને અન્ય દેશોના છે. કપ્તાન ભારતીય છે, પરંતુ ટેન્કર બ્રિટનનું છે.

ઈરાનના કબ્જામાં બ્રિટિશ ઓઈલ ટેન્કર
અગાઉ શુક્રવારે ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે જાહેરાત કરી હતી કે, તેમણે આંતરરાષ્ટ્રીય સમુદ્રી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ હોર્મુજના સ્ટ્રેટ (Strait of Homaruz)માં એક બ્રિટિશ ટેન્કરને જપ્ત કરી લીધું છે. બ્રિટન તરફથી ઈરાનના આ દાવાની પુષ્ટિ કરવા સાથે જ ઓઈલ ટેન્કર ના છોડવા પર ગંભીર પરિણામો ભોગવવાની ચેતાવણી વ્યક્ત કરવામાં આવી છે.

NIEM કોલેજ માન્યતા મામલે વિદ્યાર્થી સેનાએ ગુજ.યુનિના કુલપતિ પાસે માંગ્યો ખુલાસો