Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > IPS રાજુ ભાર્ગવ હોમ કેડરમાં પરત, એડિશનલ ડીજી તરીકે પોસ્ટિંગ અપાશે

IPS રાજુ ભાર્ગવ હોમ કેડરમાં પરત, એડિશનલ ડીજી તરીકે પોસ્ટિંગ અપાશે

0
584

નક્સલ પ્રભાવિત છત્તીસગઢના CRPFના કોબ્રા કમાન્ડોના IG હતા ips raju bhargava promotion

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: ગુજરાત કેડરના 1995 બેંચના એડિશનલ ડીજી રેન્કના આઇપીએસ રાજુ ભાર્ગવ કેન્દ્રના ડેપ્યુટેશનમાંથી ગુજરાત પરત આવી ગયા છે અને હાજર પણ થઇ ગયા છે. રાજ્ય સરકારે હજુ સુધી તેમણે કોઇ ચાર્જ આપ્યો નથી પરંતુ તેમણે ટુંક સમયમાં એડિશનલ ડીજીનું પોસ્ટિંગ આપવામાં આવશે. ગૃહ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, તેમણે SRPFના વડા બનાવે તેવી શક્યતા વધારે છે.

ગુજરાત કેડરના 1995 બેંચના સીનિયર આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવ કેન્દ્રમાંથી પ્રતિનિયુક્તી પરથી પરત આવી ગયા છે. તે વર્ષ 2013માં કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર ગયા હતા અને CRPFમાં પહેલા ડીઆઇજી અને ત્યારબાદ આઇજી તરીકે પ્રમોશન મેળવ્યુ હતું. તેઓ નક્સલ પ્રભાવિત છત્તીસગઢમાં સીઆરપીએફના કોબ્રા કમાન્ડોના વડા પણ હતા અને છત્તીસગઢમાં ત્રણ ઓપરેશન પણ હાથ ધર્યા હતા, તેમની પ્રતિનિયુક્તી ગયા જૂન મહિનામાં પુરી થતી હતી પરંતુ તેમણે વધુ ત્રણ મહિના માટે CRPFમાં રાખવામાં આવ્યા હતા. ips raju bhargava promotion

આ પણ વાંચો: ભાગેડુ નિત્યાનંદ સાથે સંકળાયેલી મંજુલા શ્રોફની DPS સ્કૂલને ફરી શરૂ કરવા દલાલો સક્રિય

IPS રાજુ ભાર્ગવ ગુજરાતમાંથી જ્યારે કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર ગયા હતા ત્યારે DIG રેન્કના અધિકારી હતા. 7 વર્ષ કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર રહ્યા બાદ તેઓ હવે ગુજરાત આવતા તેમણે એડિશનલ ડીજીનું પ્રમોશન આપવામાં આવશે. આઇપીએસ રાજુ ભાર્ગવ ગુજરાતના મહત્વના જિલ્લા જેવા કે પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં એસપી તરીકે રહી ચુક્યા છે. પોલીસ ભવનમાં તેઓ ડીઆઇજી લો એન્ડ ઓર્ડર તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે. રાજ્ય સરકાર ટુંક સમયમાં રાજુ ભાર્ગવને એડિશનલ ડીજીમાં બઢતી સાથે પોસ્ટિંગ આપશે. ips raju bhargava promotion