Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > RCB vs CSK: બેંગ્લુરુને પ્લેગ્રુપ માટે રાહ જોવી પડશે, ચેન્નાઇની 8 વિકેટે જીત

RCB vs CSK: બેંગ્લુરુને પ્લેગ્રુપ માટે રાહ જોવી પડશે, ચેન્નાઇની 8 વિકેટે જીત

0
201
 • RCBના 6 વિકેટે 145, CSKએ 2 વિકેટે 150 રન કર્યા
 • ચેન્નાઇના પોઇન્ટ ટેબલમાં 8 પોઇન્ટ થયા, બે મેચ બાકી

દુબઇઃIPL-2020ની 44મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચેન્નાઈ સુપરકિંગ્સ (RCB vs CSK)એ શાનદાર પ્રદર્શન કરતા 8 વિકેટે સુપર વિજય મેળવ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે વિજયી સિક્સર ફટકારી ચેન્નાઇને જીત અપાવી હતી.

બેંગ્લુરુને પ્લેગ્રુપમાં પહોંચવા હજુ રાહ જોવી પડશે. મોન ઓફ ધ મેચ ઋતુરાજ ગાયકવાડ બન્યો હતો. ચેન્નાઇના 11માંથી 4 મેચમાં  વિજય સાથે  8 પાઇન્ટ થયા, તેની હજુ બે મેચ બાકી છે. જ્યારે બેંગ્લુરુના 11માંથી 7 વિજય સાથે 14 પોઇન્ટ છે. તેને પ્લેગ્રુપમાં પહોંચવા 1 જીતની જરુર છે.

આ પણ વાંચોઃ KKRના આ ‘મિસ્ટ્રી બોલર’એ જગાવી ચર્ચા, IPLમાં આવી રીતે થઇ એન્ટ્રી

જીત માટે 145 રનનો પીછો કરતા રવિવારે IPLની વર્તમાન સીઝનમાં પહેલી વખત ચેન્નાઇના બેટ્સમેનો તેમની પ્રતિષ્ઠા મુજબની બેટિંગ કરી હતી. ઓપનર ઋતુરાજ ગાયકલાડ (Ritiraj Gaikwad)એ 51 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 65 રન કર્યા હતા. જ્યારે કેપ્ટન ધોની 21 બોલમાં 19 રને અણનમ રહ્યો હતો. તેણે 3 ચોગ્ગા માર્યા હતા.

પહેલાં ડુપ્લેસિસ (25)એ ગાયકવાડ સાથે પ્રથમ વિકેટમાં 46 રના કર્યા હતા. ત્યાર બાદ ગાયકવાડે રાયડુ (39) સાથે મળી બીજી વિકેટમાં રન અને ધોની સાથે મળી વિજય નોંધાવ્યો હતો.

બેંગ્લુરુ વતી વોશિંગ્ટન સુંદરે કરકસરયુક્ત બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 27 રના આપ્યા પરંતુ તેને વિકેટ મળી શકી નહતી. જ્યારે મોરિસ અને ચહલે 1-1 વિકેટ લીધી હતી.

બેંગલોરે 146 રનનો ટાર્ગેટ આપ્યો RCB vs CSK

અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીત પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેનો જુગાડ નિષ્ફળ નિવડ્યો. ચેન્નાઈ સામે 20 ઓવરમાં 6 વિકેટે 145 રન કર્યા હતા. બેંગલોર માટે કેપ્ટન વિરાટ કોહલીએ સર્વાધિક 50 રન કર્યા.

એબી ડિવિલિયર્સે 39 અને દેવદત્ત પડિક્કલે 22 રનનું યોગદાન આપ્યું. ચેન્નાઈ માટે સેમ કરને 3, દિપક ચહરે 2 અને મિચેલ સેન્ટનરે 1 વિકેટ લીધી.

ફાફ ડુ પ્લેસીસ ક્રિસ મોરિસની બોલિંગમાં કવર્સ પર સિરાજના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 25 રન કર્યા હતા. જ્યારે અંબાતી રાયુડુ 39 રને યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બોલ્ડ થયો હતો

આ પણ વાંચોઃ કોલકાતા નાઇટરાઇડર્સે દિલ્હીને 59 રને હરાવીને સેમી ફાઇનલ પ્રવેશની આશા જીવંત રાખી

કોહલીની IPLમાં 39મી ફિફટી 200 છગ્ગા

બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ IPL કરિયરની 39મી અર્ધી સદી ફટકારી. તેણે 43 બોલમાં 1ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રન કર્યા હતા. તે કરનની બોલિંગમાં લોન્ગ-ઓફ પર ડુ પ્લેસીસ દ્વારા કેચ આઉટ થયો હતો.

અગાઉ પહેલા એબી ડિવિલિયર્સ દિપક ચહરની બોલિંગમાં ફાફ ડુ પ્લેસીસ દ્વારા કેચ આઉટ થયો હતો. ડિવિલિયર્સે 36 બોલમાં 4 ફોરની મદદથી 39 રન કર્યા હતા. તેમજ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી.

ઓલરાઉન્ડર મોઇન અલી સેમ કરનની બોલિંગમાં લોન્ગ-ઓફ પર મિચેલ સેન્ટનર દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 2 બોલમાં 1 રન કર્યો હતો.

વિરાટ આઇપીએલમાં 200 છગ્ગા ફટકારનારા ખેલાડીઓમાં સામેલ થઇ ગયો છે. ક્રિસ ગેઇલ 336 છગ્ગા સાથે ટોચે છે. જ્યારે ડિવિલિયર્સે 231 અને ધોનીએ IPLમાં 209 સિકસ ફટકારી છે.

IPLમાં સૌથી વધુ સિક્સ:

  ફિન્ચ અને પડિક્કલ શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યા ન કરી શક્યઆરોન ફિન્ચ સેમ કરનની બોલિંગમાં એક્સ્ટ્રા-કવર પર ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 11 બોલમાં 3 ફોરની મદદથી 15 રન કર્યા હતા.

  તે પછી દેવદત્ત પડિક્કલ મિચેલ સેન્ટનરની બોલિંગમાં લોન્ગ-ઓન ઋતુરાજ ગાયકવાડ દ્વારા કેચ આઉટ કર્યો હતો. ડુ પ્લેસીસે શાનદાર બેલેન્સ જાળવતા બોલને પકડ્યો હતો, અને તે બાઉન્ડ્રીને અડવાનો જ હતો ત્યારે બોલ ગાયકવાડને પાસ કર્યો હતો.

  બેંગલોરે ટોસ જીતીને બેટિંગ લીધી

  રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ દુબઈ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ ટોસ જીતીને બેટિંગ લીધી છે. બેંગલોરે પોતાની પ્લેઈંગ-11માં 1 ફેરફાર કર્યો છે. ઇસુરુ ઉદાનાની જગ્યાએ મોઇન અલીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

  જ્યારે ચેન્નાઈએ પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. મિચેલ સેન્ટનર અને મોનુ કુમારને શાર્દુલ ઠાકુર અને જોશ હેઝલવુડની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.

  બેંગલોરની ટીમ-11: દેવદત્ત પડિક્કલ, આરોન ફિન્ચ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), મોઇન અલી, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, વી. સુંદર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ

  ચેન્નાઈનીટીમ-11: ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસીસ, અંબાતી રાયુડુ, એન. જગદીશન, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, સેમ કરન, દિપક ચહર, ઇમરાન તાહિર અને મોનુ કુમાર

  આ પણ વાંચોઃ SRH vs RR: હૈદરાબાદે રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું, મનીષ-વિજય વચ્ચે 140 રનની ભાગેદારી

  બેંગલોર પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાના હેતુથી ગ્રીન જર્સીમાં આજની મેચ રમશે. બેંગલોરની ફ્રેન્ચાઈઝ 2011થી દર વર્ષે ગ્રીન જર્સી પહેરીને ગો ગ્રીનનો મેસેજ આપી રહી છે