Gujarat Exclusive > IPL 2020 > શિખર ધવનની IPL કરિયરમાં પ્રથમ સદી સાથે દિલ્હીને અપાવી જીત

શિખર ધવનની IPL કરિયરમાં પ્રથમ સદી સાથે દિલ્હીને અપાવી જીત

0
51

ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દિલ્હી કેપીટલનો શાનદાર વિજય થયો હતો. દિલ્હી કેપીટલના બેસ્ટમેન શિખર ધવને IPL કરિયરમાં પોતાની પ્રથમ સદી ફટકારી ટીમને જીત અપાવી હતી. 58 બોલમાં 14 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 101 રન કર્યા હતા. ત્યારે એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને ઓવર આપી. અક્ષર પટેલે આ ઓવરમાં 3 સિક્સ ફટકારતા દિલ્હીએ બાજી મારી.

IPL 2020ની 34મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે શારજાહ ખાતે 180 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.5 ઓવરમાં 5 વિકેટે 185 રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનીંગ આવી અંતિમ સુધી બેટીંગ કરી શિખર ધવને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. અંતિમ ઓવરમાં 17 રનની જરૂર હતી. જેથી ધોનીએ રવિન્દ્ર જાડેજાને ઓવર આપી હતી. સામે બેટીંગ કરી રહેલા અક્ષર પટેલે 3 સિક્સ ફટકારતા દિલ્હીને શાનદાર જીત અપાવી હતી.

ઈનિંગમાં શિખર ધવનના 2 કેચ છૂટ્યા

ધવન 50 રને રમી રહ્યો હતો ત્યારે બ્રાવોની બોલિંગમાં ધોનીએ સ્ટમ્પ પાછળ તેનો કેચ છોડ્યો હતો. ધોનીએ પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવી હતી અને બોલ ગ્લોવ્સમાં આવ્યો પણ હતો, જોકે જેવી ધોનીની કોણી જમીન પર અડી કેચ છૂટી ગયો. તે પહેલા ધવન 27 રને રમી રહ્યો હતો ત્યારે જાડેજાની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર ચહરે તેનો કેચ ડ્રોપ કર્યો હતો.

ડુ પ્લેસીસની ફિફટી થકી ચેન્નાઈએ 180 રનનો ટાર્ગેટ આપ્યો

ચેન્નાઈ સુપરકિંગ્સે શારજાહ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 179 રન કર્યા છે. સુપરકિંગ્સ માટે ફાફ ડુ પ્લેસીસે 58, અંબાતી રાયુડુએ 45* અને શેન વોટ્સને 36 રનનું યોગદાન આપ્યું. રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠા ક્રમે 13 બોલમાં 4 સિક્સની મદદથી આક્રમક 33* રન ફટકારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો. દિલ્હી માટે એનરિચ નોર્ટજેએ 2, જ્યારે કગીસો રબાડા અને તુષાર દેશપાંડેએ 1-1 વિકેટ લીધી. રબાડાએ IPLમાં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.