Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને કેપ્ટન બનાવ્યો, IPLની 8 ટીમોએ ખેલાડી રીલિઝ કર્યા

રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને કેપ્ટન બનાવ્યો, IPLની 8 ટીમોએ ખેલાડી રીલિઝ કર્યા

0
59

મુંબઇ: ઓસ્ટ્રેલિયામાં સફળતા મેળવ્યા બાદ ભારતીય ફેન્સની નજર હવે IPL 2021 પર છે, જેનું આયોજન ભારતમાં જ થશે. IPL શરૂ થયા પહેલા બીસીસીઆઇ મિની ઓક્શનનું આયોજન કરશે, જે ફેબ્રુઆરીમાં યોજાઇ શકે છે. 20 જાન્યુઆરીએ આ ઓક્શન પહેલા ચેન્નાઇ સુપરકિંગ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સહિત તમામ આઠ ફ્રેન્ચાઇઝીએ પોતાના રિટેન અને રિલીઝ કરનારા ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. જેમાં મોટાભાગના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે. IPL

રાજસ્થાન રોયલ્સે IPL 2021 માટે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. રાજસ્થાને સાથે જ ગત સિઝનમાં બેટ અને કેપ્ટન્સીમાં ફ્લોપ રહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો છે. રાજસ્થાનની ટીમ ગત સિઝનમાં પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.  IPL

2008માં ખિતાબ જીતનારી રાજસ્થાને વિદેશી ખેલાડીઓમાં બેન સ્ટોક્સ, જોસ બટલર અને જોફ્રા આર્ચરને રિટેન કર્યા છે. આ ત્રણેય ખેલાડીઓએ ગત સિઝનમાં રાજસ્થાન માટે સારૂ પ્રદર્શન કર્યુ હતું. આર્ચર ટીમ માટે ગત સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો, તેણે 20 વિકેટ ઝડપી હતી જ્યારે જોસ બટલર અને બેન સ્ટોક્સે કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી. રાજસ્થાન રોયલ્સે આ સિવાય ડેવિડ મિલ્લર અને એન્ડ્ર્યુ ટાઇને પણ રિટેન કર્યા છે.

IPLની કઇ ટીમમાં ક્યા ખેલાડીને રિલીઝ-રિટેન કરવામાં આવ્યા

મુંબઇ ઇન્ડિયન્સ:

રિલીઝ ખેલાડી: મિશેલ મેકલેનેઘન, જેમ્સ પેન્ટીસન, લસિથ મલિંગા, નાથન કુલ્ટર નાઇલ, શેરફન રૂધરફોર્ડ, દિગ્વિજય દેશમુખ, પ્રિન્સ બલવંત રાય સિંઘ

રિટેન ખેલાડી: રોહિત શર્મા (કેપ્ટન), આદિત્ય તારે, અનમોલ પ્રિત સિંઘ, અનુકુલ રોય, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડી કોક, રાહુલ ચહર, સુર્યકુમાર યાદવ, ક્રિસ લિન, મોહસીન ખાન, સૌરભ તિવારી, ટ્રેન્ટ બોલ્ટ

ચેન્નાઇ સુપરકિંગ્સ:

રિલીઝ ખેલાડી: કેદાર જાધવ, હરભજન સિંહ, શેન વોટસન, મોનુ સિંઘ, પીયુષ ચાવલા, મુરલી વિજય

રિટેન ખેલાડી: એમએસ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયૂડુ, કેએમ આસીફ, દીપક ચહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસિસ, ઇમરાન તાહિર, નારાયણ જગદીશન, કર્ણ શર્મા, લુંગી નગીડી, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ, આર.સાઇ કિશોર, સેમ કર્રન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ:

રિલીઝ ખેલાડી: ક્રિસ મોરિસ, એરોન ફિન્ચ, મોઇન અલી, ઇશુરૂ ઉદાના, ડેલ સ્ટેન, શિવમ દુબે, ઉમેશ યાદવ, પવન નેગી, ગુરકીરત માન, પાર્થિવ પટેલ IPL

રિટેન ખેલાડી: વિરાટ કોહલી (કેપ્ટન), એબીડી વિલિયર્સ, દેવદત પલ્લીકલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જોશુઆ ફિલિપ, પવન દેશપાંડે, શાહબાજ અહેમદ, એડમ ઝમ્પા, કેન રિચર્ડસન

રાજસ્થાન રોયલ્સ:

રિલીઝ ખેલાડી: સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓસાને થોમસ, આકાશ સિંઘ, વરૂણ એરોન, ટોમ કર્રન, અનીરૂદ્ધ જોશી, શશાંક સિંઘ

રિટેન ખેલાડી: સંજુ સેમસન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટીયા, મહિપાલ લોમરોર, કાર્તિક ત્યાગી, એન્ડ્ર્યુ ટાઇ, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડે, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલ્લર, મનન વોહરા, રોબિન ઉથપ્પા

સનરાઇઝર્સ હૈદરાબાદ:

રિલીઝ ખેલાડી: સંજય યાદવ, બી.સંદીપ, બીલી સ્ટેઇનલેક, ફેબિયલ એલન, યારા પૃથ્વીરાજ

રિટેન ખેલાડી: ડેવિડ વોર્નર (કેપ્ટન), અભિષેક શર્મા, બાસીલ થમ્પી, ભૂવનેશ્વર કુમાર, જોની બેરિસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, મોહમ્મદ નબી, રાશીદ ખાન, સંદીપ શર્મા, શાહબાજ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહેમદ, ટી.નટરાજન, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, અબ્દુલ સમદ, મિશેલ માર્શ, જેસન હોલ્ડર, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંઘ

દિલ્હી કેપિટલ્સ:

રિલીઝ ખેલાડી: એલેક્સ કેરી, કિમો પોલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે, મોહિત શર્મા, જેસન રોય

રિટેન ખેલાડી: શ્રેયસ અય્યર (કેપ્ટન), અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, અવેશ ખાન, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ઇશાંત શર્મા, કાગિસો રબાડા, પૃથ્વી શો, આર.અશ્વિન, રિષભ પંત, શિખર ધવન, લલિત યાદવ, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમેયર, ડેનિયલ શમ્સ, એનરીચ નોર્તજે, પ્રવીણ દુબે, ક્રિસ વોક્સ

કોલકાતા નાઇટ રાઇડર્સ:

રિલીઝ ખેલાડી: એમ.સિદ્ધાર્થ, નિખિલ નાયક, સિદ્ધેશ લાડ, ક્રિસ ગ્રીન, ટોમ બેન્ટન

રિટેન ખેલાડી: દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લ્યુકી ફરગ્યુસન, નિતિશ રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ણા, રીંકુ સિંઘ, સંદીપ વોરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નારીન, ઇયાન મોર્ગન (કેપ્ટન), પેટ કમિન્સ, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, અલી ખાન, ટીમ સેફર્ટ

કિંગ્સ ઇલેવન પંજાબ:

રિલીઝ ખેલાડી: ગ્લેન મેક્સવેલ, કરૂણ નાયર, હર્દુસ વિજોલન, જગદીશન સુચિથ, મુજીબ ઉર રહમાન, શેલ્ડન કોટ્રેલ, જિમી નિશમ, ક્રિષ્ણપ્પા ગૌતમ, તજીંદર સિંઘ

રિટેન ખેલાડી: કેએલ રાહુલ (કેપ્ટન), ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, મનદીપ સિંઘ, સરફરાઝ ખાન, દીપક હુડ્ડા, પ્રભસીમરન સિંઘ, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, દર્શન નાલકંડે, રવિ બિશ્નોઇ, એમ.અશ્વિન, અર્શદીપ સિંઘ, હરપ્રિત બ્રાર, ઇશાન પોરેલ

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9