Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL: RR vs RCB;ડીવીએ હારેલી બાજી પલટી, બેંગ્લુરુની રાજસ્થાન સામે વિરાટ જીત

IPL: RR vs RCB;ડીવીએ હારેલી બાજી પલટી, બેંગ્લુરુની રાજસ્થાન સામે વિરાટ જીત

0
64
  • ડિવિલિયર્સ અને ગુરક્રિતે છેલ્લી 4 એવરમાં 50+ રન કર્યા
  • રાજસ્થાન 6 વિકેટે 177 રન, બેંગ્લુરુના 3 વિકેટે 179 રન 

દુબઇઃ IPL-2020ની 13મી સીઝનની 33 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ રાજસ્થાન રોયલ્સ( RR)ને 7 વિકેટે આંચકાજનક પરાજય આપ્યો હતો. મેચમાં ડીવિલિયર્સ હારની બાજી જીતમાં પલટી હતી. તેણે માત્ર 22 બોલમાં અણનમ 55 રન ઠોકી રાજસ્થાનના હાથમાંથી વિજય છૂંટવી લીધો હતો.

અગાઉ રાજસ્થાને ટોસ જીત 6 વિકેટે 177 રન કર્યા હતા. જવાબમાં 178 રનનો ટાર્ગેટ બેંગ્લુરુ (RR vs RCB) એ 19.4 ઓવરમાં 3 વિકેટે 179 રન બનાવી જીત હાંસલ કરી લીધી હતી. તે સાથે પોઇન્ટ ટેબલમાં પણ બેંગ્લુરુએ પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. મુંબઇ, દિલ્હી અને બેંગ્લુરુ 12-12 પોઇન્ટ સાથે અનુક્રમે 1,2 અને ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચોઃ MI vs KKR: મુંબઈની સતત પાંચમી જીત, કોલકાતાને 8 વિકેટે હરાવી

ડીવી અને ગુરક્રિતે છેલ્લી  4 ઓવરમાં 50થી વધુ રન નોંધાવ્યા. ડિવિલિયર્સે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. સામે છેડે ગુરકિરત પણ 19 રને અણનમ રહ્યો. રાજસ્થાન વતી કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટિયાએ 1-1 વિકેટ લીધી.

કોહલી 13.1 ઓવરમાં આઉટ થયો ત્યારે બેંગ્લુરુનો સ્કોર 3 વિકેટે 102 રન હતો. જીતવા માટે 6.5 ઓવર (41 બોલ)માં 76 રન કરવાના હતા. ત્યારે ડિવિલિયર્સે આવતાની સાથે જ ચારે બાજુ ફટકાબાજી શરુ કરી દીધી હતી. તેણે એક ચોગ્ગો અને 6 છગ્ગા ફટકાર્યા.

25 કે તેનાથી ઓછા બોલમાં 50+ રનમાં ડીવી ટોચે RR vs RCB

25 કે તેનાથી ઓછા બોલમાં 50થી વધુ રન કરનારામાં ડિવિલિયર્સ હવે ટોપ પર પહોંચી ગયો છે. તેણે 12 વખત આ સિદ્ધિ મેળવી છે. તે સિવાય વોર્નર પણ 12 વખત 25 કે તેનાથી ઓછા બોલમાં 50+ રન કર્યા છે. બીજા નંબરે ક્રિસ ગેલ અને પોલાર્ડ (7) છે. જ્યારે વિરેન્દ્ર સહેવાગે આ સિદ્ધિ 6 વખત મેળવી હતી.

આ પણ વાંચોઃ દિનેશ કાર્તિકે KKRની કેપ્ટનશીપ છોડી, ઇયોન મોર્ગનના કાંધા પર ટીમની જવાબદારી

ઓપનર એરોન ફિંચ (14) જલદી આઉટ થઇ જતાં કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડિકલે બાજી સંભાળી હતી. તેમણે બીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી. પડ્ડીકલ 35 અને કોહલી 43 રન બનાવી આઉટ થયા હતા.

તે પહેલાં રાજસ્થાને 6 વિકેટે 177 રન કર્યા હતા. સ્ટીવ સ્મિથે આઇપીએલમાં પોતાની 11મી અડધી સદી લગાવી હતી. તેણે ટીમમાં સૌથી વધુ 57 રન કર્યા. સ્મિથ ઉપરાંત રોબિન ઉથ્પ્પાએ 41 રન કર્યા. રાહુલ તેવટિયા 19 રને અણનમ રહ્યો હતો. બેંગ્લુરુ વતી ક્રિસ મોરિસે 4 અને યુજવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી.

રાજસ્થાન માટે સીઝનમાં પહેલી વાર 50 રનની ઓપનિંગ ભાગીદારી

રાજસ્થાનની શરુઆત બહુ સારી રહી હતી. પરંતુ ત્યાર બાદ વિકેટો પડતાં મોટો જુમલો નોંધાઇ શક્યા નહીં. બેન સ્ટોક અને રોબિન ઉથપ્પાએ 50 રનની ભાગીદારી કરી. જે રાજસ્થાન માટે સીઝનમાં પ્રથમ 50 રનની ઓપનિંગ ભાગીદારી છે. અગાઉ તેને સીઝનમાં ઓપનિંગ ભાગીદારીનો સર્વોચ્ચ સ્કોર 37 રનનો હતો. ઉથપ્પા બટલરની જગ્યા ઓપનિંગમાં ઉતર્યો હતો.

ડેથ ઓવરમાં સૌથી વધુ છગ્ગા તેવટિયાના નામે

આ સીઝનમાં ડેથ ઓવરમાં રાજસ્થાનના રાહુલ તેવટિયાએ સૌથી વધુ 14 છગ્ગા લગાવ્યા છે. ત્યાર બાદ બેંગ્લુરુના ડિવિલિયર્સ અને મુંબઇના કીરોન પોલાર્ડ (12-12)ના નામે છે. કોલકાતાના ઇયોન મોર્ગને 9 અને રાજસ્થાનના જોફ્રા આર્ચરે 8 છગ્ગા લગાવ્યા છે.

આ પણ વાંચોઃ KXIP vs RCB: પંજાબની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત, રાહુલ-ગેલની શાનદાર રમત

બેંગ્લુરુ હજુ સુધી ખિતાબથી વંચિત

IPLના ઇતિહાસમાં પ્રથમ ટૂર્નામેન્ટ (2008) રાજસ્થાને જીતી હતી. જ્યારે બેંગ્લુરુ(RR vs RCB) હજુ સુધી ખિતાબથી વંચિત છે. RCBએ 2009માં અનિલ કુંબલે અને 2011મા ડેનિયલ વેટ્ટોરીની કેપ્ટનશિપ હેઠળ ફાઇનલ સુધી પહોંચી હતી. ત્યાર બાદ કોહલીના નેતૃત્વમાં પણ ફાઇનલમાં ઉતરવા છતાં બેંગ્લુરુ ટાઇટલ જીતી શક્યું નથી.