Gujarat Exclusive > યુથ > IPL-14: 7મી મેચમાં રાજસ્થાને છેલ્લા બે બોલ બાકી રહેતા મેળવી જીત

IPL-14: 7મી મેચમાં રાજસ્થાને છેલ્લા બે બોલ બાકી રહેતા મેળવી જીત

0
54
  • દિલ્હી કેપિટલ્સની ઇનિંગમાં એક પણ સિક્સ નહીં, રન પણ 147 જ કર્યા
  • છેલ્લી બે ઓવરમાં 27 રનની જરુર હતી, મોરિસે એકલા હાથે કરી બતાવ્યા
  • રોયલ્સનાં ગુજરાતી બોલર જયદેવ ઉનડકટે 15 રનમાં 3 વિકેટ લીધી

મુંબઇઃ IPLના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી ક્રિસ મોરિસ ગુરુવારે સિઝનની 7મી મેચમાં એકલા હાથે રાજસ્થાન રોયલ્સને દિલ્હી કેપિટલ્સ સામે જીત (IPL Rajasthan Win) અપાવી. રાજસ્થાનને છેલ્લી બે ઓવરમાં 27 રનની જરુર હતી. જે 16.25 કરોડમાં વેચાયેલા ક્રિસે કરી બતાવ્યા. તેણે 18 બોલમાં 4 સિક્સની મદદથી અણનમ 36 રન કર્યા. દિલ્હીનો દેખાવ તદન સામાન્ય રહ્યો હતો. તેનો કોઇ પણ ખેલાડી આખી ઇનિંગમાં એક પણ સિક્સ ફટકારી શક્યો નહીં.

રાજસ્થાન રોયલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટ 150 રન કરી જીત મેળવી. જેમાં તેને 2 ઓવરમાં 27 રનની જરૂર હતી. ત્યારે મોરિસે રબાડાએ નાખેલી 19મી ઓવરમાં 2 સિક્સ મારી હતી. તેમજ એક ડબલ અને છેલ્લા બોલે એક સિંગલ લઈને ઓવરમાં કુલ 15 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં 12 રનની જરૂર હતી ત્યારે તેણે ટોમ કરને 20મી ઓવરમાં નાખેલા પ્રથમ બોલે 2 રન લીધા હતા. અને તે પછી બીજા અને ચોથા બોલે સિક્સ મારી હતી.

આ પણ વાંચોઃ બેંગલુરુના શાહબાઝે 17મી ઓવરમાં બાજી પલટી, 3 વિકેટ લઈ ટીમને અપાવી જીત

રાજસ્થાન માટે આ વિજય બહુ મહત્વનો હતો. કારણ કે ગુરુવારની મેચ પહેલાં બંને ટીમ વચ્ચે 22 મેચ રમાઈ હતી જેમાં બંનેએ 11-11 જીત્યા હતા. પરંતુ તેમાં છેલ્લી પાંચેય મેચમાં તેને દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી હારનો સિલસિલો અટકાવી વિજય સાથે તેનો (IPL Rajasthan Win) રેસિયો 12:11નો કર્યો.

કેપ્ટન સેમસન સહિત ટોપ-3 ફેલ

રાજસ્થાન રોયલ્સનાકેપ્ટન સંજુ સેમસન સહિત ટોપ-3 ખેલાડી નિષ્ફળ રહ્યા. તેઓ ડબલ ડિજિટમાં પણ ન પહોંચી શક્યા. જોસ બટલર 2 રને ક્રિસ વોક્સની બોલિંગમાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો. મનન વોહરા 9 રને વોક્સનો જ શિકાર બન્યો. તો સંજુ સેમસન 4 રને રબાડાની બોલિંગમાં ધવન દ્વારા કેચ આઉટ થયો હતો.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન કર્યા હતા. જોમાં ઋષભ પંતે 32 બોલમાં 9 ચોગ્ગાની મદદથી સર્વાધિક 51 રન બનાવ્યા. આ તેની લીગમાં 13મી અર્ધ સદી છે. રોયલ્સ માટે જયદેવ ઉનડકટે ત્રણ વિકેટ લીધી. તેણે 4 ઓવરમાં 15 રન આપીને દિલ્હીના ટોપ-3ને આઉટ કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને IPL 2021ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. IPL Rajasthan Win

આ પણ વાંચોઃ ભાવનગરી ચેતન સાકરિયાઃ પિતા પથારીવશ, નાના ભાઇએ 3 મહિના પહેલાં જ આત્મહત્યા કરી

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ-11: પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, લલિત યાદવ, ટોમ કરન અને ઓવેશ ખાન

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ-11: જોસ બટલર (વિકેટકીપર), મનન વોહરા, ડેવિડ મિલર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાન

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat