Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL Playoff: 5 નવેમ્બરથી, પ્રથમ ક્વોલિફાયર અને ફાઇનલ દુબઇમાં રમાશે

IPL Playoff: 5 નવેમ્બરથી, પ્રથમ ક્વોલિફાયર અને ફાઇનલ દુબઇમાં રમાશે

0
102
  • એલિમિનેટર મેચ અને બીજી ક્વોલિફાયર અબુધાબીમાં રમાશે
  • ફાઇનલ મેચ 10મી નવેબરે દુબઇમાં રમાશે

દુબઇઃ IPLની 13મી સીઝન 2020 હવે અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ રવિવારે ટૂર્નામેન્ટના પ્લેઓફ (IPL Playoff)નું શિડ્યુલ જારી કરી દીધુ. જે મુજબ પ્રથણ ક્વાલિફાયર 5 નવેમ્બરે અને ફાઇનલ 10 નવેમ્બર દુબઇમાં રમાશે. જ્યારે એલિમિનેટર 6 નવેમ્બરે અને બીજી ક્વાલિફાયર મેચ 8 નવેમ્બરે અબુધાબીના શારજાહમાં રમાશે.

આ પણ વાંચોઃ RCB vs CSK: બેંગ્લુરુને પ્લેગ્રુપ માટે રાહ જોવી પડશે, ચેન્નાઇની 8 વિકેટે જીત

ટૂર્નામેન્ટની 14 મેચ બાકી બચી

IPL 2020ની 45મી મેચ રવિવારે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે રમાઇ. ત્યાર બાદ 14 મેચ બાકી રહેશે. હાલના પોઇન્ટ ટેબલમાં ટોપ-3માં પહોંચેલી મુંબઇ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું પ્લેઓફ (IPL Playoff)માં પહોંચવાનું લગભગ નક્કી છે. એટલે 4થી ટીમ માટે કાંટાની ટક્કર થશે. ચેન્નાઇ આ રેસમાંથી લગભગ બહાર થઇ ગયું છે. છતાં ક્રિકેટમાં કંઇ કહેવું વહેલાસરનું હોય છે.

IPL Playoffનું શિડ્યુલ

તારીખ                    મેચ                                વેન્યુ                                          સમય

  • 5 નવેમ્બર          ક્વાલિફાયર-1      દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ              સાંજે 7:30
  • 6 નવેમ્બર          એલિમિનેટર         શેખ ઝાયદ સ્ટે. અબુધાબી                 સાંજે 7:30
  • 8 નવેમ્બર          ક્વાલિફાયર-2      શેખ ઝાયદ સ્ટે. અબુધાબી                 સાંજે 7:30
  • 10નવેમ્બર         ફાઇનલ                દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ              સાંજે 7:30

વુમન્સ ટી-20 ચેલેન્જ પણ શારજાહમાં

બીસીસીઆઇએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ વુમન્સ ટી-20 ચેલેન્જની આઇપીએલની તમામ મેચ શારજાહમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ત્રણ ટીમો સુપરનોવાસ, વેલોસિટી અને ટ્રેલબ્લાજર્સ વચ્ચે ફાઇનલ સહિત 4 મેચ રમાછે. ફાઇનલ 9 નવેમ્બરે યોજાશે.

આ પણ વાંચોઃ KKRના આ ‘મિસ્ટ્રી બોલર’એ જગાવી ચર્ચા, IPLમાં આવી રીતે થઇ એન્ટ્રી