Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL-14ની બાકી 31 મેચો ઇંગ્લેન્ડ અથવા યુએઇમાં યોજવા માટેનો તખતો તૈયાર

IPL-14ની બાકી 31 મેચો ઇંગ્લેન્ડ અથવા યુએઇમાં યોજવા માટેનો તખતો તૈયાર

0
234

BCCIની 29 મેના રોજ મળનારી સ્પેશિયલ જનરલ મીટિંગમાં નિર્ણય લેવાય તેવી સંભાવના

મુંબઇઃ કોરોનાને કારણે અધવચ્ચે એટકી પડેલી IPL સીઝન 14ની બાકી મેચો (IPL pending matches) લંડન અથવા યુએઇમાંથી કોઇ એક વેન્યુ પર રમાવાનો તખતો ગોઠવાઇ રહ્યો છે. તેના માટે BCCI ટુંક સમયમાં મોટો નિર્ણય લેશે. કોલકાતા અને ચેન્નાઇના ખેલાડીઓમાં સંક્રમણ ફેલાતા 29 મેચ બાદ આઇપીએલને સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડના કારોબારી સીઇઓ અને આઇપીએલના સીઓઓ હેમાંગ અમીન જણાવ્યું કે ટૂર્નામેન્ટની બાકી રહેલી 31 મેચના આયોજન માટે બે શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. બોર્ડ સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે આ બાકી મેચો રમાડવા આતુર છે. તેના માટે એક વેન્યુ લંડન અને બીજુ યુએઇ હોઇ શકે છે.

આ પણ વાંચોઃ શ્રીલંકા પ્રવાસે ભારતના કોચ બનશે રાહુલ દ્રવિડ, 2014માં રહી ચુક્યા છે બેટિંગ સલાહકાર

ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ

ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડનો પ્રવાસ હોવાથી લંડનમાં બાકી 31 મેચનું આયોજન થઇ શકે છે. જ્યારે ગત વર્ષે યુએઇમાં સીઝન 13નું સફળ આયોજન થયું હોવાથી આ વખતે પણ ત્યાં બાકી મેચો (IPL pending matches) રમાઇ શકે છે. હેમાંગ અમીને જો કે જણાવ્યું આ અંગે અંતિમ નિર્ણય ક્રિકેટ બોર્ડે જ લેવાનો છે. આ અંગે 29 મેના રોજ મળનારી BCCIની SGM બેઠકમાં નિર્ણય લેવાય તેવી સંભાવના છે.

નોંધનીય છે કે આઇપીએલની 13મી સીઝનનું યુએઇમાં સફળ આયોજન થતાં 2021ની 14મી સીઝન પણ ત્યાં જ યોજવાની માગ ઉઠી હતી. પરંતુ બોર્ડના 6 ટોપના અધિકારીઓએ આ સીઝન ભારતના જ 6 શહેરોમાં યોજવાનું નક્કી કર્યું હતું. પરિણામ એ આવ્યું કે ટૂર્નામેન્ટ અધ્ધવચ્ચે બંધ કરવી પડી.

3 કારણોથી યુએઇ પહેલી પ્રાથમિકતા

અખબારી અહેવાલ મુજબ બાકી મેચોના આયોજન માટે યુએઇને પ્રાથમિકતા આપી શકાય. એક આઇપીએલનું પહેલાં પણ યુએઇમાં આયોજન થયું હોવાથી કેવી રીતે હોટલોમાં બાયોબબલ પાળવી શકાય તેનો અનુભવ છે. IPL pending matches

બીજુ ઇંગ્લેન્ડમાં મિડ સપ્ટેમ્બર વરસાદી મહિનો હોવાથી મેચ વરસાદમાં ધોવાઇ જવાનું જોખમ છે. ત્રીજુ એ કે ઇંગ્લેન્ડમાં આઇપીએલની મેચોનું આયોજન યુએઇની તુલનામાં મોઘું પડી શકે. ઇંગ્લેન્ડમાં બોર્ડને પાઉન્ડમાં જ્યારે યુએઇમાં દિરહમમાં પૈસાની ચૂકવણી કરવાની છે.

આ પણ વાંચોઃ લો હવે ગંજીફાની પણ ટૂ્ર્નામેન્ટઃ RIO રમી ગેમમાં 1 કરોડનું ઇનામ જીતવાની તક

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat