ખેલાડીઓ સંક્રમિત થતાં કોલકાતા-બેંગલોર વચ્ચેની અમદાવાદની મેચ સ્થગિત કરાયા બાદ નિર્ણય
મુંબઇઃ કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ IPL-14મા સીઝનના બાકી મેચો મુંબઇ (IPL match shifting Mumbai)માં રમાઇ શકે છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI)આ માટે સમગ્ર મશીનરી મુંબઇ શિફટ કરવાની તૈયારીમાં લાગ્યું હોવાના મીડિયા અહેવાલ છે. તેના માટે દિલ્હી અને અમદાવાદમાં હાલના બોર્ડના સંસાધનોનો મુંબઇના વાનખેડે અને ડીવાઇ પાટિલ સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવશે.
નોંધનીય છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના બે ખેલાડી કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા અને બેંગલોર વચ્ચે રમાનારી મેચ છેલ્લી ઘડીએ સ્થગિત કરાઇ હતી. હવે બાકી મેચો મુંબઇમાં રમાડવાની યોજના છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં આજે રમાનારી IPLની મેચ રદ, KKRના બે ખેલાડી કોરોના પોઝિટિવ
હોટેલ અને ફ્લાઇટનું નવેસરથી બુકિંગ
બોર્ડના અધિકારી તેના માટે લોજિસ્ટિક, ઓપરેશનની જરુરિયાત પર કામ કરી રહ્યા છે. ઉપરાંત હોટલ્સ, ફ્લાઇટની ફરીથઈ બુકિંગ કરવામાં આવી રહી છે. સ્ટેડિયમ (IPL match shifting Mumbai)ને નવેસરથી બાયો બબલમાં તબદિલ કરવામાં આવી રહ્યા છે. બીસીસીઆઇએ સ્વીકાર કર્યું છે કે મોટા પાયે લોજિસ્ટિક્સ (સામગ્રીની હેરફેર) અગે પડકાર સર્જાશે. તમામ ફ્રેન્ચાઇઝે કોલકાતા અને બેંગલોર માટે ફ્લાઇટ પકડવાનો ઇનકાર કરી દીધો છે.
મુંબઇમાં આયોજનની ડેડલાઇન 7 મે
અખબારી અહેવાલ મુજબ મુંબઇમાં બાકી મેચોના આયોજનની ડેડલાઇન 7 મે રાખવામાં આવી છે. તેમાં પણ 4-5 દિવસનો વિલંબ થઇ શકે કારણ કે બોર્ડ અને ફ્રેન્ચાઇઝને સ્ટેડિયમ ફેસિલિટી અને હોટલ સેનિટાઇઝ કરવામાં આસમય લાગી શકે છે. અલબત્ત અત્યારે મેચોનું આયોજન (IPL match shifting Mumbai)દેશની બહાર કરાવવાની સંભાવના બહુ ઓછી છે.
આઇપીએલની 14મી સીઝનની 30મી મેચ સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાવાની હતી. આ મુકાબલો 7.30થી શરૂ થવાનો હતો.
કોરોના સંક્રમણ કાળમાં બીસીસીઆઇએ મજબૂત બાયો-બબલનો હવાલો આપ્યો હતો, જે બાદ અત્યાર સુધી 29 મેચ સફળતાપૂર્વક રમાડવામાં આવી હતી. ચેન્નાઇ અને મુંબઇના તબક્કાની તમામ મેચ પુરી થઇ ગઇ હતી પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની 30મી મેચને રદ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ IPL-2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, કેન વિલિયમસનને સોંપાઈ SRHની કમાન
વરુણ ચર્કવર્તી અને સંદીપ વોરિયર પોઝિટિવ
સુત્રો અનુસાર કોલકાતા નાઇટ રાઇડર્સના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કોલકાતાના બન્ને ખેલાડીને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા પેટ કમિન્સ સહિતના ખેલાડીઓએ પોતાનો આઇસોલેટ કરી દીધા છે.