Gujarat Exclusive > IPL 2021 > બેંગલુરુના શાહબાઝે 17મી ઓવરમાં બાજી પલટી, 3 વિકેટ લઈ ટીમને અપાવી જીત

બેંગલુરુના શાહબાઝે 17મી ઓવરમાં બાજી પલટી, 3 વિકેટ લઈ ટીમને અપાવી જીત

0
49
  • હૈદરાબાદની અંતિમ 4 ઓવરમાં 28 રનમાં 7 વિકેટ ગુમાવતા હાર
  • IPL-14માં વિરાટની રોયલ ચેલેન્જર્સ બેગલુરુની બીજી જીત

ચેન્નાઇઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 રને રોમાંચક જીત (IPL Bengaluru win) મેળવી. માત્ર 150 રનનો પીછો કરતા SRH 20 ઓવરમાં 9 વિકેટે 143 રન જ કરી શકી. પરંતુ શેહબાઝ અહેમદે ઓવરમાં 3 વિકેટ લઇ પાસું પલટી નાંખ્યું. એક સમયે  મેચ પર SRHની સારી પકડ હતી, 13 ઓવરમાં 96 રન કરી લીધા હતા અને 1 વિકેટ જ ગુમાવી હતી. તેમને 42 બોલમાં 54 રનની જરૂર હતી. પરંતુ, RCB માટે 17મી ઓવરમાં શાહબાઝ અહેમદે માત્ર 1 રન આપીને 3 વિકેટ ઝડપતા મેચનું રૂપ બદલી નાખ્યું હતું. હૈદરાબાદે અંતિમ 4 ઓવરમાં 28 રન કર્યા અને 7 વિકેટ ગુમાવી દીધી.

આ બેંગલુરુની બીજી જીત છે. અગાઉ પ્રથમ મેચમાં પણ તેણે મુંબઇ ઇન્ડિયનને હરાવ્યું. તેની જીતમાં શહેબાઝ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકસવેલનું મોટું યોગદાન રહ્યું. તેણે 2016 બાદ આઇપીએલમાં પ્રથમ ફીફટી લગાવી. 41 બોલમાં 59 રન કર્યા.

આ પણ વાંચોઃ ભાવનગરી ચેતન સાકરિયાઃ પિતા પથારીવશ, નાના ભાઇએ 3 મહિના પહેલાં જ આત્મહત્યા કરી

શહેબાઝ જો કે હેટ્રીક ચુકી ગયો

શાહેબાઝ 17મી ઓવરના પ્રથમ બે બોલમાં બે વિકેટ લીધી હતી. જોની બેરસ્ટો તેની બોલિંગમાં વિકેટકીપર એબી ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે તે પછીના બોલે મનીષ પાંડે હર્ષલ પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો. બેરસ્ટોએ 12 અને પાંડેએ 38 રન બનાવ્યા હતા. જ્યારે 17મી ઓવરના છેલ્લા બોલે અબ્દુલ સમદ શૂન્ય અહેમદ દ્વારા કોટ એન્ડ બોલ્ડ થયો હતો.

કોહલીના 33 રન, રાશિદની 2 વિકેટ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈ ખાતે 20 ઓવરમાં 8 વિકેટે 149 રન કર્યા છે. ગ્લેન મેક્સવેલે લીગમાં પોતાની સાતમી ફિફટી ફટકારતાં 59 રન કર્યા. વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહીં. હૈદરાબાદ માટે જેસન હોલ્ડરે 3 અને રાશિદ ખાને 2 વિકેટ ઝડપી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજની મેચ રોમાચંક થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 રને હરાવી પોતાની બીજી જીત પ્રાપ્ત કરી છે. 16 ઓવરમાં હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 115 રન હતો પરંતુ ત્યારબાદ બેંગલોરે શાનદાર વાપસી કરતા અંતિમ ચાર ઓવરમાં સાત વિકેટ ઝડપી હતી. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. IPL Bengaluru win

આરસીબીએ આપેલા 150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદને 13 રનના સ્કોર પર સાહા (1)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ મનીષ પાંડે અને વોર્નરે મળીને પાવરપ્લેમાં ટીમનો સ્કોર 50 રન પર પહોંચાડ્યો હતો. ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં પોતાના આઈપીએલ કરિયરની 49મી અડધી સદી પૂરી કરી હતી. તેણે સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે આ અડધી સદી પૂરી કરી હતી. વોર્નર 37 બોલમાં 54 રન બનાવી જેમિસનનો શિકાર બન્યો હતો.

આ પણ વાંચોઃ RR vs PKBS: 221 રનનો ટાર્ગેટ હોવા છતાં પંજાબનો પરસેવો નિકળી ગયો, સંજુની શાનદાર સદી

16 ઓવર બાદ હૈદરાબાદના 2 વિકેટે 115 રન હતા

16 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 115 રન હતા. બેયરસ્ટો અને મનીષ પાંડે બેટિંગ કરી રહ્યાં હતા. પરંતુ 17મી ઓવરમાં મેચમાં ટ્વિસ્ટ આવ્યું હતું. શાહબાઝ અહમદે ઓવરના પ્રથમ બોલ પર જોની બેયરસ્ટો (12)ને એબી ડિવિલિયર્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ મનીષ પાંડે (38)ને આઉટ કરી સતત બે બોલમાં બે ઝટકા આપ્યા હતા. મનીષ પાંડે 39 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી આઉટ થયો હતો. શાહબાઝે ઓવરના છેલ્લા બોલે અબ્દુલ સમદ (0)ને આઉટ કરી હૈદરાબાદને પાંચમો ઝટકો આપ્યો હતો. IPL Bengaluru win

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમને ત્રીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારે પ્રથમ ઝટકો આપ્યો હતો. પડિક્કલ (11) રન બનાવી આઉટ થયો હતો. ટીમે પાવરપ્લેમાં 47 રન બનાવ્યા હતા. આરસીબીને બીજો ઝટકો શાહબાઝ અહમદ (14)ના રૂપમાં લાગ્યો હતો. આ સફળતા શાહબાઝ નદીમને મળી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat