Gujarat Exclusive > ગુજરાત > IPL Auctionમાં ગુજરાતીઓનો દબદબો: પૂજારાનો 6 વર્ષ પછી IPLમાં સમાવેશ, CSK તરફથી રમશે

IPL Auctionમાં ગુજરાતીઓનો દબદબો: પૂજારાનો 6 વર્ષ પછી IPLમાં સમાવેશ, CSK તરફથી રમશે

0
103

ચેન્નાઇ: IPL 2021 માટે હરાજી યોજાઇ હતી. આ હરાજીમાં ગુજરાતીઓનો દબદબો જોવા મળ્યો હતો. ચેતેશ્વર પૂજારાને ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સે તેની બેસ પ્રાઇઝમાં ખરીદ્યો હતો.

6 વર્ષ પછી IPLમાં રમશે પૂજારા

ચેતેશ્વર પૂજારાને આઇપીએલની હરાજીમાં ચેન્નાઇ સુપરકિંગ્સે ખરીદતાની સાથે જ અન્ય ફ્રેન્ચાઇઝીઓએ તાળીઓ પાડી હતી. ચેતેશ્વર પૂજારા 6 વર્ષ પછી આઇપીએલમાં રમતો જોવા મળશે. વર્ષ 2014થી લઇને 2020 સુધી આઇપીએલમાં પૂજારા ખરીદવામાં કોઇ પણ ટીમે રસ દાખવ્યો નહતો.

પૂજારા વર્ષ 2008થી 2010 સુધી કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ રહ્યો હતો. તે બાદ તે 2011થી 2013 સુધી આરસીબી માટે રમતો હતો અને 2014માં તે કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે રમતો હતો. પૂજારા ચેન્નાઇ સુપરકિંગ્સમાં સામેલ થયા બાદ ટીમનો મિડલ ઓર્ડર મજબૂત બનશે.

દિલ્હી કેપિટલ્સે બે ગુજરાતીને ખરીદ્યા

ગત આઇપીએલની રનર્સ અપ ટીમ દિલ્હી કેપિટલ્સે પણ બે ગુજરાતી ક્રિકેટરો પર પસંદગી ઉતારી હતી. દિલ્હી કેપિટલ્સે વડોદરા તરફથી રમતા લુકમાન હુસૈન મેરીવાલાને બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીએ ઓલ રાઉન્ડર રિપલ પટેલને પણ 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સમાવ્યો હતો.

આ પણ વાંચો: IPL AUCTION: મોરિસને 16.25 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો, જેમિસન 15 કરોડમાં RCBમાં

કોલકાતા નાઇટ રાઇડર્સે શેલ્ડન જેક્સનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ શેલ્ડન જેક્સન કોલકાતા નાઇટ રાઇડર્સમાં હતો. જોકે, તેને એક પણ મેચ રમવાની તક મળી નહતી. સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat