Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 21: મહેન્દ્રસિંહ ધોનીની જાહેરાત- ચેન્નાઈ મેદાન પર આઈપીએલને કહીશ અલવિદા

IPL 21: મહેન્દ્રસિંહ ધોનીની જાહેરાત- ચેન્નાઈ મેદાન પર આઈપીએલને કહીશ અલવિદા

0
60

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)એ 6 ઓક્ટબોરને તેવું કહ્યું કે તેમના પ્રશંસક તેમને આગામી વર્ષ ચેન્નાઇમાં વિદાઇ રમત રમતા જોઈ શકશે. તેમને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઓછામાં ઓછો એક વધુ એક વર્ષ માટે આઈપીએલ સિઝન માટે ફ્રેન્ચાઈઝ માટે રમવાનું શરૂ રાખશે.

ચેન્નાઈ સુપર કિંગ્સની 2022ની સિઝનથી પહેલા મેઘા નીલામી પછી એક મોટા પરિવર્તનમાંથી પ્રસાર થવાની શક્યતા છે. તે વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે એમએસ ધોની ફરીથી પીળી જર્સીમાં જોવા મળશે કે નહીં.

ધોનીએ ઈન્ડિયા સીમેન્ટના 75 વર્ષ પૂરા થવાના એક કાર્યક્રમમાં કહ્યું કે, તેમને ચેન્નાઈમાં પોતાની અંતિમ મેચ રમવાની આશા છે.

તેમને કહ્યું કે, “જ્યારે વિદાયની વાત આવે છે ત્યારે પણ તમે આવી શકો છો અને મને સીએસકે માટે રમતો જોઈ શકો છે અને તે મારી વિદાયની મેચ હોઇ શકે છે. તેથી તમને હજું પણ મને વિદાય આપવાની તક મળશે. આશા છે કે, અમે ચેન્નાઈ આવીશું અને પોતાની અંતિમ મેચ રમીશું અને ત્યાં પ્રશંસકોને મળી શકશે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat