આઈપીએલની સિઝન-16નો આજથી ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ જ મેચ ગુજરાત ટાઈટન્સે ચેન્નઈના 178ના સ્કોરને પડકારીને પાંચ વિકેટના ભોગે જીતીને ગુજરાતે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ સામે ગુજરાત ટાઈટન્સની આ સતત ત્રીજી જીત છે.
Advertisement
Advertisement
શુભમન ગિલની અડધી સદીના કારણે ગુજરાત ટાઈટન્સે આ મેચ પોતાના ખાતામાં કરી હતી. મેચમાં ટોસ જીતીને હાર્દિક પંડ્યાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 178 રન કર્યા હતા. જેના જબામવાં 19.2 ઓવરમાં પાંચ વિકેટે 182 રન બનાવીને ગુજરાતે મેચ જીતી લીધી હતી.
ચેન્નઈ સુપરકિંગ્સના ઋુતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવીને મેચને રોચક અંજામ આપ્યો હતો. અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તાસીર ચેઝ કરતી ટીમો માટે વધુ અનુકૂળ રહી છે અને એ કારણથી જ હાર્દિકે ટોસ જીતીને બીજી બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું.
Advertisement