Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > BCCIનો મોટો નિર્ણય, આવતા વર્ષથી IPLમાં બે નવી ટીમો જોડાશે

BCCIનો મોટો નિર્ણય, આવતા વર્ષથી IPLમાં બે નવી ટીમો જોડાશે

0
210

IPL 2022માં 10 ટીમો ઉતરશે મેદાનમાં, મે મહિનામાં યોજાશે હરાજી IPL 2022

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 2022થી 10 ટીમો ભાગ લેશે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી સિઝન (2021)ના અંતિમ તબક્કા દરમિયાન મે મહિનામાં હરાજી કરવાનો નિર્ણય લીધો છે. IPL 2022

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ સહિત BCCIના ટોચના અધિકારીઓએ શનિવારે વર્ષની શરૂઆતમાં IPL મેનેજમેન્ટ કમિટી દ્વારા મંજૂર કરાયેલ વિવિધ નીતિગત નિર્ણયો પર વિચાર માટે એક બેઠક બોલાવી હતી. IPL 2022

BCCIના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, આવતા વર્ષે IPLમાં 10 ટીમો ભાગ લેશે અને આ વર્ષે મે મહિના સુધીમાં નવી ફ્રેન્ચાઇઝીની હરાજીની પ્રક્રિયા અને તેની સાથે જોડાયેલી વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવશે.

આ પણ વાંચો: ફરી એકવાર ચાઇનીઝ કંપની VIVO બની IPLની સ્પોન્સર, 2023 સુધી ડીલ

9 એપ્રિલથી IPL 2021ની શરૂઆત

આ વર્ષે રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે. IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થશે. જેની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે, જ્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2022

છેલ્લા કેટલાક દિવસોથી વેન્યુને લઈને અનેક વિવાદ થઈ રહ્યાં હતા. જ્યારથી એવા સમાચાર મળી રહ્યાં છે કે, આ વખતે BCCI અમદાવાદ, કોલકતા, દિલ્હી, બેંગલુરૂ, ચેન્નઈ અને મુંબઈના નામ પર વિચાર કરી રહી છે, ત્યારથી વિવાદ થઈ રહ્યો હતો. તાજેતરમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી પણ આ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વેન્યુને લઈને વકરતા વિવાદ પર અત્યાર સુધી BCCIએ ચુપકિદી સાધી રાખી છે.IPL 2022

અમદાવાદમાં રમાશે ફાઇનલ મેચ 

IPL 2021 શરૂ થવાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થશે. જેની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે, જ્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat