Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL-2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, કેન વિલિયમસનને સોંપાઈ SRHની કમાન

IPL-2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, કેન વિલિયમસનને સોંપાઈ SRHની કમાન

0
44

અમદાવાદ: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2021) દરમિયાન એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. જેમાં ડેવિડ વોર્નર (David Warner) પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી છે. વોર્નરની જગ્યાએ કેન વિલિયમસનને (Kane Williamson) સરરાઈઝર્સ હૈદરાબાદની કમામ સોંપવામાં આવી છે.

હવે આવનારી મેચોમાં કેન વિલિયમસન (Kane Williamson) સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી માત્ર એકમાં જીત સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બધી ટીમો છેલ્લા ક્રમાંકે પહોંચી ચૂકી છે. હવે ન્યૂઝીલેન્ડના સુકાની કેન વિલિયમસન ટીમનું સુકાન કરશે અને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કેપ્ટનશિપ કરતા જોવા મળશે.

આ વાતની જાણકારી સનરાઈઝર્સ હૈદરાબાદના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આપવામાં આવી છે. SRHએ શનિવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, કેન વિલિયમસન (Kane Williamson) સનરાઈઝર્સ હૈદરાબાદની રવિવારની મેચ અને IPL-2021ની બાકી બચેલી તમામ મેચોમાં કેપ્ટનશિપ સંભાળશે. ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે કે, રાજસ્થાન રોયલ્સ સામેની આવતી કાલની મેચમાં ફેરફાર કરશે.

આ પણ વાંચો:  ભારત પહોંચી રશિયાની કોરોના વૅક્સિન ‘સ્પૂતનિક-વી’, ત્રીજા તબક્કાના રસીકરણમાં મળશે મદદ  IPL 2021

ડેવિડ વૉર્નરની (David Warner) કેપ્ટનશિપ હેઠળ વર્ષ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલની ટ્રોફી જીતી હતી. જો કે આ સિઝન બાદ હૈદરાબાદની ટીમ જીતવા માટે સતત સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. ડેવિડ વોર્નરે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચોમાં 32.16ની સરેરાશથી 193 રન ફટકાર્યાં છે. જેમાં બે અડધી સદી પણ સામેલ છે.

બીજી તરફ કેન વિલિયમસને (Kane Williamson) અત્યાર સુધી રમાયેલી તમામ શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને દિલ્હી કેપિટલ વિરુદ્ધ અણનમ 66 રન ફટકારવા ઉપરાંત પંજાબ સુપર કિંગ્સ સામે તાબડતોજ 26 રનની ઈનિંગ્સ છે. વિલિયમસને 3 મેચોમાં અત્યાર સુધી 108 રન ફટકાર્યાં છે અને શાનદાર ફોર્મમાં પણ છે. કેન વિલિયમસનને કેપ્ટનશિપ સોંપવામાં આવ્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના ફેન્સને આશા છે કે, ટીમ ફરીથી જીતનો સ્વાદ ચાખશે. IPL 2021

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat