Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 2021: UAEમાં 18 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટ ફરી શરૂ થઈ શકે છે, ફાઈનલની તારીખ પણ નક્કી

IPL 2021: UAEમાં 18 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટ ફરી શરૂ થઈ શકે છે, ફાઈનલની તારીખ પણ નક્કી

0
176

દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની બાકી બચેલી 31 મેચોનું આયોજન સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં UAEમાં થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, ટૂર્નામેન્ટની બાકી બચેલી મેચોને 3 સપ્તાહમાં સમાપ્ત કરવામાં આવશે. જેમાં 10 ડબલ હેડર મુકાબલા પણ સામેલ છે. IPL In UAE

BCCIનું કહેવું છે કે, 3 સપ્તાહની વિન્ડો આ 31 મેચોનું આયોજન કરાવવા માટે પુરતી છે. લીગ શરૂ થવાની તારીખ સ્ટેકહોલ્ડરને 18થી 20 સપ્ટેમ્બર બતાવવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે શનિવાર અને 19 સપ્ટેમ્બરે રવિવાર છે. આથી બોર્ડ આ તારીખથી જ ટૂર્નામેન્ટ શરૂ કરવા માંગશે. જ્યારે ફાઈનલ 9 થી 10 ઑક્ટોબરે થઈ શકે છે.

આ પણ વાંચો: ફેસબુકે પોતાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા 300 એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી IPL In UAE

જણાવી દઈએ કે, IPL માટે BCCIએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ને ભલામણ કરી હતી કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના ગેપને ઓછો કરવામાં આવે. જેથી ટેસ્ટ સિરીઝ થોડા સમય પહેલા જ સમાપ્ત થઈ શકે. જો કે ECBએ આ વાતનું ખંડન કર્યું છે.

BCCIએ 29મીં મેના રોજ સ્પેશિયલ જનરલ મિટિંગ બોલાવી છે. ICC વર્લ્ડ કપ 18 ઓક્ટોબરે રમાવાનો છે. ભારતમાં કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને T-20 વર્લ્ડ કપ પર UAEમાં શિફ્ટ કરવામાં આવી શકે છે, જે ભારતમાં રમાવાનું નક્કી થયું છે. IPL In UAE

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat