Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 2021માં અમદાવાદની ટીમને સામેલ કરાશે, BCCI મેગા ઓક્શન યોજી શકે- રિપોર્ટ

IPL 2021માં અમદાવાદની ટીમને સામેલ કરાશે, BCCI મેગા ઓક્શન યોજી શકે- રિપોર્ટ

0
372

IPL-2021માં 8ની જગ્યાએ 9 ટીમ રમી શકે

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)નું સફળતાપૂર્વક સમાપન થઇ ગયુ છે. કોરોના વાયરસના કારણે આ વખતે ટૂર્નામેન્ટ યૂએઈમાં રમાઇ હતી. મુંબઈ ઇન્ડિયન્સે આ સીઝનનો ખિતાબ પોતાના નામે કર્યો. બીસીસીઆઈએ સફળતાપૂર્વક આ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું અને તેમાં કોઇ અઢચણ ના આવી. ત્યારે એક રિપોર્ટ મુજબ આઈપીએલ 2021 (IPL 2021)માં અમદાવાદની ટીમ પણ રમી શકે છે.

બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતુ કે આઈપીએલ 2021નું આયોજન ભારતમાં જ થશે અને વુમેન્સ આઈપીએલ આવતા બે વર્ષમાં 7-8 ટીમો વચ્ચે રમાશે. જોકે હવે આઈપીએલની આવતી સીઝનને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધ હિન્દુ મુજબ બીસીસીઆઈ આગામી આઈપીએલ સીઝન પહેલા મેગા ઓક્શન કરવાની તૈયારી કરી રહી છે. તે સિવાય આગામી આઈપીએલમાં વધુ એક ટીમ પણ રમી શકે છે. સમાચારો મુજબ અમદાવાદની ટીમ આવતી સીઝન રમી શકે છે.

આગામી આઈપીલમાં 9મી ટીમ પણ રમતી જોવા મળી શકે છે

તાજેતરમાં જ મોટેરા સ્ટેડિયમનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યુ અને હવે તેમાં દર્શકોની બેસવાની ક્ષમતા 1 લાખથી વધુ થઇ ગઇ છે. એવામાં આગામી સીઝનથી અમદાવાદની ટીમ પણ આઈપીએલ રમતી જોવા મળી શકે છે. મોટેરા અમદાવાદની IPL ટીમનું હોમ ગ્રાઉન્ડ બની શકે છે.

આ પણ વાંચો: રોહિત શર્માએ 5 નહીં 6 વખત જીતી છે IPL ટ્રોફી, MI પહેલા આ ટીમ તરફથી જીત્યો હતો ખિતાબ

એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ જણાવ્યું કે,

“બીસીસીઆઈએ અમને જણાવ્યું કે થોડા ક મહિનામાં અમે મેગા ઓક્શન કરવા માટે તૈયાર છીએ. જોકે અત્યાર સુધી સત્તાવાર રીતે તેને લઇને કોઇ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી, પણ તેમણે અમને તૈયાર રહેવાનું જણાવ્યું છે. એટલે બીસીસીઆઈએ પોતાની તરફથી પ્લાનિંગ કરી લીધી છે. આઈપીએલનું ઓક્શન કરાવવું જરૂરી પણ હતુ.”

મેગા ઓક્શન દરમિયાન ફ્રેન્ચાઇઝ 3 ખેલાડીઓને રિટેન કરી શકે છે અને 2 ખેલાડીઓ માટે તેમની પાસે રાઇટ ટૂ મેચનો ઓપ્શન રહે છે. જોકે આગામી સીઝન માટે અત્યાર સુધી રિટેન્શન પોલિસી નથી આવી.

બીજી એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ જણાવ્યું કે રિટેન્શન પોલીસ એ જ રહેવી જોઇએ, ભલેને બીજી કોઇ નવી ટીમ આવતી હોય. કારણ કે બધા ખેલાડીઓને ઓક્શનમાં જવુ યોગ્ય નથી. ટીમોએ આટલા વર્ષ સુધી મેહનત કર્યા પછી પોતાની બ્રાન્ડ વેલ્યૂ બનાવી છે અને જો બધા ખેલાડીઓને ઓક્શનમાં સામેલ કરાય છે તો ઘણું નુકશાન ભોગવવું પડી શકે છે.

આ પણ વાંચો: MI vs DC: મુંબઈએ પાંચમી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો, દિલ્હીનું પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન તૂટ્યું

અદાણી ખરીદી શકે છે અમદાવાદની ટીમ

ગૌતમ અદાણી અમદાવાદની IPL ટીમ ખરીદી શકે છે. થોડા સમય પહેલા પણ અદાણીના IPL ટીમ ખરીદવાના સમાચાર આવ્યા છે. અદાણી ફ્રેન્ચાઇઝી અત્યારે પ્રો-કબડ્ડીમાં રમી રહી છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ પ્રો-કબડ્ડીમાં સારૂ પ્રદર્શન કરી રહી છે.