Gujarat Exclusive > IPL 2020 > IPL 2020: હૈદરાબાદ સામે ચેન્નઈની ટક્કર,રાયડૂ -બ્રાવોની વાપસીથી CSK મજબૂત

IPL 2020: હૈદરાબાદ સામે ચેન્નઈની ટક્કર,રાયડૂ -બ્રાવોની વાપસીથી CSK મજબૂત

0
121

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની શરૂઆત તેના નામની જેમ ના થઇ શકી. એવામાં આજે એટલે શુક્રવારે સીઝનની 14મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ પ્રયાસ કરશે કે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ મેચ જીતી ગુમાવેલી પ્રસિદ્ધિ ફરીથી પરત મેળવે. દુબઈમાં આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે રમાશે.

જ્યારે સીઝનની પ્રથમ જીત મેળવ્યા પછી હૈદરાબાદ તેના પ્રદર્શન જારી રાખવા ઇચ્છશે. એવામાં એમએસ ધોનીની ટીમ માટે મેચ સરળ નહીં હોય.

બ્રાવો અને રાયડૂની વાપસીથી ટીમને મજબૂતી મળશે

બેટિંગની નિષ્ફળતાના કારણે ગત મેચોમાં અપેક્ષિત પરિણામ હાંસલ ના કરનારી ચેન્નઈ સુપર કિંગ્સમાં અંબાતી રાયડૂ અને ડ્વેન બ્રાવો ફિટ થઇને ટીમમાં પરત ફર્યા છે. જેથી ટીમને વધુ મજબૂતી મળશે. ચેન્નઈની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત અપાવવામાં રાયડૂએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યો હતો, પરંતુ સ્નાયૂઓ ખેચાતા આગળના બે મેચમાંથી તે બહાર થઇ ગયો હતો.

જ્યારે બ્રાવો કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને તેણે IPLની આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ રમ્યો નથી. ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કેએસ વિશ્વાનાથને પીટીઆઈને જણાવ્યું કે, રાયડૂ અને બ્રાવો બંને ટીમ માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબના કારમા પરાજય પાછળના મુખ્ય 3 કારણો

વિલિયમસને અપાવી તાકત

બીજી તરફ કેન વિલિયમસનના આવવાથી સનરાઇઝર્સના મધ્યક્રમને મજબૂતી મળી છે. હૈદરાબાદ બે હાર પછી તેની પ્રથમ જીત મેળવવામાં સફળ રહી. જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર પણ યોગદાન આપી રહ્યા છે. કાશ્મીરના અબ્દુલ સમદે આશા જગાવી છે. જ્યારે પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માને તેની રમતમાં સુધાર લાવવાની જરૂર છે. મનીષ પાંડે પાસેથી પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવાની આશા છે.

બોલિંગમાં હૈદરાબાદની તાકત સ્પિન છે અને તેને લીડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી સફળ બોલરોમાંનો એક રાશિદ ખાન કરી રહ્યો છે. તે સિવાય ભુવનેશ્વર કુમારની બોલિંગ પણ મેચમાં મોટો અંતર લાવી શકે છે.

આ પણ વાંચો: DC vs SRH: હૈદરાબાદનો સનરાઇઝ, દિલ્હી સામે મેળવી પ્રથમ જીત

ચેન્નઈ સુપર કિંગ્રસ (CSK) ટીમ

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), મુરલી વિજય, અંબાતિ રાયડૂ, ફાફ ડુ પ્લેસી, શેન વૉટસન, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, લુંગી નગિદી, દીપક ચાહર, પીયૂષ ચાવલા, ઇમરાન તાહિર, મિશેલ સેન્ટનર, જોશ હેઝલવુડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, એન જગદીશન, કે એમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, ઋતુરાજ ગાયકવાડ઼, કર્ણ શર્મા

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ

ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, મનીષ પાંડે, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન, મિશેલ માર્શ, વિરાટ સિંહ, વિજય શંકર, સંદિપ શર્મા, મોહમ્મદ નબી, અભિષેક શર્મા, જોની બેયરેસ્ટો, રિદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, શાહબાજ નદીમ, બિલિ સ્ટેનલેક, બાસિલ થમ્પી, ટી. નટરાજન, પ્રિયમ ગર્ગ, સંદીપ બવાનાકા, અબ્દુલ સમદ, ફૈબિયન એલન અને સંજય યાદવ.